ખેડૂત
ખેડૂત
આભમાંથી વરસતી અગ્નિ,
ભૂખ્યાની તપતી જઠરાગ્નિ,
માથે આભને અફાટ ધરતી,
ખેડુ માથે ઊની આગ ઝરતી,
ખભે હળ રાસ ખેંચાતી,
જમીન ધાર જોર માપતી,
આકાશી કરામત હામ કાંપતી,
વિવશ આંખ નભ ધરા તાગતી,
ઝરમર જળી કૂંપળ ખોલતી,
જગતાત મહેનત રંગ લાવતી,
લીલાંછમ ખેતરો સમૃદ્ધિ ઉગતી,
"રાહી" નભને ટાઢક ઊંચે આંબતી.
