Rahul Makwana

Action Fantasy

4.5  

Rahul Makwana

Action Fantasy

ખાત્મો

ખાત્મો

6 mins
308


કુદરતનો નિયમ છે કે જે વ્યક્તિ જેટલો ખરાબ હોય, તેનો અંત પણ એટલો જ ખરાબ આવે છે, તમે જો સારા કર્મો કર્યા હશે તો તેનું ફળ સો ટકા સારું જ મળશે...અને જો તમે ખરાબ કર્યો કરેલાં હશે તો તેનું ફળ ચોક્કસ ખરાબ જ મળશે…

સ્થળ : ઠાકુરસિંગનું રામગઢ ગામમાં આવેલ ઘર.

સમય : સવારનાં દસ કલાક.

રામગઢમાં સવાર સોળે કળાએ ખીલેલ હતું, વાતાવરણમાં એક અલગ જ પ્રકારની તાજગી પ્રસરાયેલ હતી, ચારેબાજુએ લીલીછમ હરિયાળી છવાયેલ હતી. પક્ષીઓ પણ કલરવ કરીને ઉચ્ચ ગગનમાં ઉડી રહ્યાં હતાં, પરંતુ રામગઢનાં તમામ રહેવાસીઓનાં મનમાં હજુપણ એક અલગ જ પ્રકારનો ડર પૂરેપૂરી રીતે વ્યાપેલ હતો, તે ડર હતો ગબ્બરસિંગનો, એનો ડર એટલી હદે ફેલાયેલો હતો કે રામગઢની માતાઓ પણ પોતાનાં રડતાં સંતાનને કહેતી હતી કે, "બેટા ! સુઈ જા, નહીં તો ગબ્બરસિંગ આવી જશે." સૌ કોઈ જાણે મારવાની વાંકે જીવી રહ્યાં હોય તેવું લાગી રહ્યું હતું. રામગઢનાં તમામ રહેવાસીઓએ જીવવાની આશા સંપૂર્ણપણે છોડી દીધેલ હતી..પરંતુ રામગઢમાં રહેતાં એક વ્યક્તિએ હજુસુધી પણ આશા છોડેલ હતી નહીં તે વ્યક્તિ એટલે ઠાકુરસિંગ.

 બરાબર એ જ સમયે દૂર દૂરથી ઘોડાઓના દોડવાનો અવાજ સંભળાય છે, થોડીવારમાં સાંભા પોતાનાં ડાકુ સાથીઓ સાથે રામગઢની બજારમાં ધૂળની ડમરીઓ ચડાવતાં ચડાવતાં આવી પહોંચે છે, બરાબર એ જ સમયે સાંભા પોતાનાં ખભે લટકાવેલ બંદૂક ઉતારીને હવામાં ઉડતાં એક કબૂતરને ગોળી મારીને નીચે જમીન પર પાડી દે છે.

"રામગઢ વાસીઓ...કાન ખોલીને ધ્યાનથી સાંભળી લો...જો તમને તમારો જીવ વ્હાલો હોય તો તમારી પાસે જે કાંઈ રૂપિયા, ઘરેણાં કે દાગીના હોય તે આવતીકાલે અમારા સરદાર આવે ત્યારે તેના ચરણોમાં ધરી દે જો...જો આમ નથી કર્યું તો તમારી મોતનાં જવાબદાર તમે પોતે જ રહેશો…!" સાંભા રામગઢનાં રહેવાસીઓને ધમકી સાથે ચેતવણી આપતાં આપતાં બોલે છે. ત્યારબાદ તે હવામાં એક ગોળી છોડીને પોતાનાં ડાકુ સાથીઓ સાથે પોતાનાં અડ્ડા પર પરત ફરે છે. જ્યારે આ બાજુ રામગઢનાં રહેવાસીઓનાં હૃદયમાં હજુપણ એક અલગ જ પ્રકારનો ફફડાટ વ્યાપેલ હતો..હાલમાં તે લોકોનાં હૃદય કબૂતરની માફક ફફડાટ અનુભવી રહ્યાં હતાં.

આ બાજુ સાંભા પોતાનાં સાથી ડાકુઓ સાથે રામગઢમાંથી પરત ફરે છે, જ્યારે બીજી બાજુ ઠાકુરસિંગ પોતાનાં ઘરની વચ્ચોવચ આવેલ જગ્યામાં ખુરશી પર બેઠા બેઠા ઊંડા વિચારોની વમળોમાં ખોવાય જાય છે, ખૂબ જ લાંબો વિચાર કર્યા બાદ, ઠાકુરસિંગે જાણે મનોમન કોઈ મક્કમ ઈરાદો કર્યો હોય તેવી રીતે ખુરશી પરથી ઊભાં થાય છે અને રામલાલને બોલાવીને તેની મદદથી તેનાં ઘરમાં રહેલ ટેલીફોનમાંથી કોઈ નંબર ડાયલ કરવાં માટે જણાવે છે, આથી રામલાલ ઠાકુરસિંગે જણાવેલ નંબર ડાયલ કરે છે, અને ફોનનું રીસીવર ઠાકુરસિંગનાં કાન પાસે રાખે છે.

"હેલો ! હવે એક્શનનો સમય આવી ગયો છે, તું તારી પૂરેપૂરી ટીમ સાથે રામગઢ આવવા માટે રવાનાં થઈ જા..!" ઠાકુરસિંગ આદેશ આપાતા જણાવે છે.

"માલિક ! તમે કોને રામગઢ આવવા માટે જણાવ્યું ?" રામલાલ હેરાનીભર્યા આવજે બોલે છે.

"એ તું આજે રાતે જ જાણી જઈશ..!" ઠાકુરસિંગ ખુરશી પર બેસતાં બેસતાં બોલે છે.

***

સમય : રાત્રીનાં 9 કલાક.

સ્થળ : ઠાકુરસિંગનું ઘર.

રામગઢનાં બધાં જ રહેવાસીઓની જાણે આજે ઊંઘ હરામ થઈ ગઈ હોય તેવું લાગી રહ્યું હતું, કારણ કે જે ગામ દરરોજ રાતનાં આઠ વાગ્યે સુઈ જતું હતું, તે ગામમાં આજે દરેક ઘર જાગી રહ્યું હોય તેવું લાગી રહ્યું હતું...સૌ કોઈનાં મનમાં હજુપણ આજે સવારે સાંભાએ જે ધમકી આપેલ હતી, તેનાં એક એક શબ્દોનાં ભણકારા હજુપણ તે બધાંનાં કાનમાં વાગી રહ્યાં હતાં. રામગઢનાં તમામ રહેવાસીઓને આવતીકાલે જે ઘટનાઓ ઘટવાની હતી, તેને લીધે જાણે આખે આખું રામગઢ શોકાતુર થઈને ચિંતાઓનાં સાગરમાં ડૂબી ગયું હોય તેવું લાગી રહ્યું હતું.

બરાબર એ જ સમયે રામગઢની ચારેબાજુએ ફેલાયેલા ઘનઘોર અંધકારને ચીરતાં ચીરતાં એક સફેદ ઇનોવો કાર રામગઢમાં પ્રવેશે છે, હકિકતમાં એ ઇનોવો કાર નહીં પરંતુ રામગઢનાં તમામ રહેવાસીઓ માટે આવનાર સમયમાં આશાનું કિરણ સમાન સાબિત થનાર હતી. એવામાં આ કાર ઠાકુરસિંગનાં ઘર પાસે આવીને ઉભી રહે છે. આ ઈનોવા કારને ઠાકુરસિંગનાં ઘર પાસે ઉભી રહેલ જોઈને તમામ રામગઢવાસીઓ ઠાકુરસિંગનાં ઘર પાસે એકઠા થઇ જાય છે.

આ ઇનોવો કારનાં આગળનાં કાચ પર એક સ્ટીકર લગાવેલ હતું, જેમાં લખેલ હતું.."સી.આઈ.ડી.-હંમેશા તમારી સેવા માટે તત્પર" એ સાથે જ ઈનોવા કારનાં ચારેય દરવાજાઓ ખુલે છે, અને જોતજોતામાં તે ઈનોવા કારમાંથી એ.સી.પી. પ્રદ્યુમન, દયા, અભિજીત, સચિન, ફેડરિક, નિખિલ, શ્રેયા અને આદિતિ ઈનોવા કારમાંથી ઉતરે છે.

સી.આઈ.ડી. ની ટીમને આવી રીતે પોતાનાં રામગઢમાં આવી પહોંચેલ જોઈને, રામગઢનાં તમામ લોકોની હિંમતનાં કરમાયેલા અને મુરઝાયેલા છોડને જાણે કોઈએ પિયત પૂરું પાડેલ હોય તેમ ખુશખુશાલ થઈ ગયાં. તમામ રામગઢવાસીઓનાં શરીરમાં જાણે કોઈ નવી શક્તિ કે ઉર્જાનો સંચાર થઈ ગયો હોય તેવું મહેસુસ કરી રહ્યાં હતાં.

ઠાકુરસિંગ ત્યારબાદ સી.આઈ.ડી ની સમગ્ર ટીમને સહર્ષ સાથે આવકારે છે.ત્યારબાદ ઠાકુરસિંગ પોતાનાં મગજમાં ગબ્બરસિંગનાં ખાત્મા માટે જે પ્લાન વિચારેલ હતો તે પ્લાન સવિસ્તાર જણાવે છે.

"ટીમ સી.આઈ.ડી આર યુ રેડી ફોર ધીસ પ્રોજેક્ટ..?" પ્રદ્યુમન પોતાની સી.આઈ.ડી ટીમનાં તમામ સભ્યો સામે જોઇને પૂછે છે.

"યસ સર..!" આખી ટીમ એક જુસ્સા સાથે જ પ્રદ્યુમનની વાત સાથે સહમત થતાં થતાં બોલે છે.

ત્યારબાદ સી.આઈ.ડી. ટીમનાં દરેક ઓફિસરો જાણે યુદ્ધ લડવા માટે સજ્જ થઈ રહ્યાં હોય તેમ પોત - પોતાનાં હથિયાર લગાવે છે, સી.આઈ.ડીની સમગ્ર ટીમનો જુસ્સો જોતાં એવું લાગી રહ્યું હતું કે ગબ્બરસિંગ આવતીકાલનો સૂરજ જોઈ નહીં શકે..

જ્યારે આ બાજુ ઠાકુરસિંગ સી.આઈ.ડી ની ટીમને ગબ્બરસિંગનાં અડ્ડા સુધી લઈ જાઈ છે, ગબ્બરસિંગનો અડ્ડો મોટી મોટી ટેકરીઓ અને ખડકોની વચ્ચોવચ આવેલ હતો, જેમાં મોટી મોટી ખડકો પર બંદૂકધારી ડાકુઓ પહેરો ભરી રહ્યાં હતાં, આ બાજુ પ્રદ્યુમન પોતાની કારને ગબ્બરસિંગનાં અડ્ડાથી થોડે દુર પાર્ક કરવાં માટે જણાવે છે.બધાં જ સી.આઈ.ડી ઓફિસરો પોતાની પિસ્તોલ પર સાઈલેન્સર લગાવી દે છે.

થોડીવાર બાદ સમગ્ર ટીમ ગબ્બરસિંગનાં અડ્ડા પર ભારે તુફાન કે વાવાઝોડાની માફક તૂટી પડે છે. ધીમે ધીમે તેઓ ગબ્બરસિંગની અડધી ટુકડીને મોતને ઘાટ ઉતારી દે છે, પોતાની આજુબાજુમાં થતી ચહલ પહલનો જાણે ગબ્બરસિંગને અણસાર આવી ગયો હોય, તેમ પોતાનાં ખાટલા પરથી સફળો જાગીને ઉભો થઇ ગયો, તેણે ખૂબ જ સારી રીતે પરિસ્થિતિનો તાગ લાગવી લીધો હોય, તેમ પોતાનાં ખાટલાનાં પાયાને ટેકવીને રાખેલ બંદૂક ઉઠાવે છે, અને ધડાધડ ફાયરીગ કરવાં લાગે છે..આમ ઘણા સમય સુધી તેઓ વચ્ચે ધડાધડ ફાયરિંગ ચાલે છે. ગબ્બરસિંગનાં કપાળ પર પરસેવો બાઝી ગયેલો હતો. જીવનમાં પહેલીવાર ડર કોને કહેવાય તે હાલ ગબ્બરસિંગ મહેસુસ કરી રહ્યો હતો.

એવામાં ગબ્બરસિંગ પ્રદ્યુમનને પોતાની બહોપાશમાં ખૂબ જ સખ્તાયથી પકડી લે છે.

"જો ! કોઈએ હોશિયારી કરી છે, પ્રદ્યુમનને ગોળી મારીને મોતને ઘાટ ઉતારી દઈશ...માટે તમારા હથિયાર નીચે મૂકી દો…!" ગબ્બરસિંગ ચેતવણી આપતાં બોલે છે.

આથી સી.આઈ.ડી નાં બધાં જ ઓફિસરો પોત પોતાનાં હથિયાર નીચે જમીન પર રાખી દે છે, આ જોઈ 

ગબ્બરસિંગ ખૂબ જ ખુશ થઈ જાય છે..

"તમને શું લાગ્યું કે ગબ્બરસિંગ સુતેલ હશે તો તમે તેને મારવામાં સફળ રહેશો એવું…? ગબ્બરને મારવો એટલો સહેલું નથી..!" ખડખડાટ હસતાં હસતાં ગબ્બરસિંગ બોલે છે.

હાલ સી.આઈ.ડી નાં બધાં જ ઓફિસરોએ હાર માની લીધેલ હોય, તેવું લાગી રહ્યું હતું. બરાબર એ જ સમયે ઇન્સપેક્ટર દયા પાછળથી આવીને પોતાનાં મજબૂત બાવડામાં ગબ્બરસિંગની ગરદનને મજબૂતાઈથી જકડી લે છે...અને પ્રદ્યુમનને ગબ્બરસિંગનાં સકંજામાંથી સહી સલામત બચાવી લે છે...દયાએ જાણે પળભરમાં આખે આખી બાજી જ પલટાવી નાખી હોય તેવું હાલ બધાં અનુભવી રહ્યાં હતાં, સૌ કોઈને ઇન્સપેક્ટર દયા પર માનની લાગણી થઈ આવેલ હતી….ત્યારબાદ ગબ્બરસિંગ કેદી બનાવમાં આવે છે.

અને રાતનાં 3 વાગ્યે સી.આઈ.ડી ની ટીમ ગબ્બરસિંગને બંદી બનાવીને રામગઢમાં લઈને આવે છે, અને ચોકમાં વચ્ચોવચ આવેલ એક થાંભલા સાથે દોરડાની મદદથી બાંધી દે છે, રામગઢ વાસીઓ માટે આજે જાણે અડધી રાતે સોનેરી સવાર ઉગ્યો હોય તેવું તે લોકો અનુભવી રહ્યાં હતાં.

"તો ! રામગઢ વાસીઓ… આ છે તમારો ગુનેગાર ગબ્બરસિંગ કે જેણે તમારી રાતોની ઊંઘ હરામ કરી દીધેલ હતી...પણ હવે તમારે જ તેને સજા આપવાની છે…!" પ્રદ્યુમન બધાં લોકોની સામે જોઈને જણાવતાં બોલે છે.

ત્યારબાદ રામગઢ વાસીઓ થાંભલા સાથે બાંધેલા ગબ્બરસિંગ પર કેરોસીન છાંટે છે, અને તેને જીવતો જીવતો સળગાવી દે છે...આજે સી.આઈ.ડી ની મદદથી રામગઢનાં દરેક રહેવાસીઓને ગબ્બરસિંગનાં ત્રાસથી મુક્તિ મળી હતી, આથી બધાં જ લોકો ઠાકુરસિંગ અને સી.આઈ.ડી ની સમગ્ર ટીમનો બે હાથ જોડીને આભાર માને છે.

જ્યારે આ બાજુ સી.આઈ.ડી નાં તમામ ઓફીસરો કોઈ એક નવો કેસ ઉકેલવા માટે પોતાનાં શહેર પાછા ફરવાં માટે રામગઢથી રવાનાં થાય છે.


Rate this content
Log in

Similar gujarati story from Action