કહાની અસ્મિતાની
કહાની અસ્મિતાની
મને ઓળખો છો ?
હું એક આમ ભારતીય. મારા દેશને પ્રેમ કરનાર. દેશની પ્રગતિ માટે સતત પ્રયત્નશીલ રહેનાર એક ભારતીય.
મારી જેમ દેશપ્રેમી ભારતીયને ભારતીય હોવાનો ગર્વ છે. પણ જેમ તમે જુઓ છો કે આજકાલ દેશમાં સ્વતંત્રતાની અભિવ્યક્તિના નામે કેવા નાટકો કરીને દેશને તોડવાનું કાવતરું થયા કરે છે ?
ચાલો આપણે દેશને મજબૂત બનાવીએ. દેશના વિકાસમાં સક્રિય ફાળો આપીએ. કહેવાય છે કે સાથ અને સહકારથી સફળતા પ્રાપ્ત થાય છે. આપણા દેશને આઝાદી સહેલાઈથી નથી મળી.
૧૮૫૭થી સ્વતંત્રતાની ચળવળ શરૂ થઈ હતી. છેક આઝાદી મળી ત્યાં સુધીમાં કેટકેટલાય લોકોએ પોતાના જીવનનો ભોગ આપ્યો છે. આ બધાની મહેનત નિષ્ફળ જવી ના જોઈએ.
વંદેમાતરમ્. . . .
હું અસ્મિતા.
વાત લાવી છું, મારી, તમારી અને આપણા બધાની.
વંદન કરીએ ગુરુજી તમને,શીશ નમાવી કરું પ્રાર્થના,
આપો જ્ઞાન અને શિક્ષા અમને, સંસ્કારનું સિંચન કરતા,
વંદન કરીએ ગુરુજી તમને, શીશ નમાવી કરું પ્રાર્થના. . .
પ્રથમ વંદન ગુરુજીને, જેઓ આપણને શિક્ષણ દ્વારા સંસ્કારનું સિંચન કરતા હોય છે. આપણી આઝાદી વિશેનો ઈતિહાસ ભણાવીને આપણને સ્વતંત્રતાનું મહત્વ સમજાવતા હોય છે.
તમને ખબર હશે કે ૧૯૭૪માં નવયુવાન વિદ્યાર્થીઓએ નવનિર્માણ આંદોલન કર્યું હતું.
અન્યાય અને શોષણ સામે અવાજ ઉઠાવવાનો દરેકને હક્ક તેમજ ફરજ પણ છે.
આવો અવાજ એ વખતે નવયુવાનો એ ઉઠાવ્યો હતો.
ભ્રષ્ટાચારનો ભોરિંગ આ દેશને ઉધઈની જેમ કોરી રહ્યો છે. જેના કારણે નવયુવાન તેમજ વડિલો પણ મુક પ્રેક્ષક બનીને ચલાવી લે છે.
શું આ માટેની આઝાદી મેળવી છે ?
આઝાદીના આ પાંખોને હવે ઊડવા દો. . .
જો ના મળે સફળતા,તો પણ ઊડવા દો,
એક દિવસ એવો આવશે. .
પાંખો પણ મજબૂત બનશે,
સ્વપ્નોને સાકાર કરવા. .
મુક્ત મને ગગનમાં ઘુમશે. .
હવે બદલાઈ રહ્યો છે આઝાદીનો અર્થ. .
યુવાનોને ગગન ચુમવા માટે. .
ખુલ્લા આકાશમાં ઊડવા દો. .
પણ અત્યારે કેટલીક જગ્યાએ પોતાના વિચારો, અભ્યાસ માટેની તેમજ જોબ માટે પણ સ્વતંત્રતા મેળવવી મુશ્કેલ બની રહી છે.
ચાલો મારી જ વાત કરું.
માતા-પિતા સામાન્ય મધ્યમવર્ગના.
બહુ જ હોંશે હોંશે પોતાની દીકરીને ભણાવવા માટેની આશાઓ રાખી હતી.
માતા-પિતાના સ્વમાનને સાચવીને અને ઘરની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પણ ssc પછી સાયન્સ લીધું હતું.
પિતાજીએ એ માટે પ્રોત્સાહન આપ્યું.
સાયન્સ લેવું અઘરું ગણાય. . પણ હિંમત હારવાનો સવાલ જ નહોતો.
પિતાજીએ સાયન્સના એક સારા ટીચરને ટ્યુશન માટે નક્કી કર્યા.
પિતાજીને પૂછ્યું," પપ્પા, તમે આટલી બધી મોંધી ટ્યુશન ફી માટે સગવડ કેવીરીતે કરશો ? એવું હોય તો કોમર્સ પસંદ કરું. "
બોલતા તો બોલી નાખ્યું. . પણ નિરાશ મને. . . જો સગવડ નહીં કરી શકે તો પપ્પાને પણ આઘાત લાગશે, સાથે સાથે મારું પણ ભણવામાં ચિત્ત રહેશે નહીં.
પણ પપ્પાએ સગવડ કરી હતી.
મને યાદ છે એ વખતે હું બાર સાયન્સમાં હતી.
૧૫મી ઓગસ્ટનો દિવસ.
હાઈસ્કૂલના પ્રોગ્રામમાં બધા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓએ હાજર રહેવાનું હતું.
ભક્તિ ગીત સાથે શરૂ થયેલો પ્રોગ્રામ. પછી આમંત્રિત મહેમાન દ્વારા ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો.
હાઈસ્કૂલના આચાર્યે મંચ ઉપરથી હાઈસ્કૂલના શ્રેષ્ઠ ટીચરનું નામ જાહેર કરીને સન્માન કર્યું.
એ વખતે મારી બાજુમાં બેસેલી વિદ્યાર્થીનીનું મુખ વિલાઈ જતું જોયું. એ રડમસ થઈ. આંખોમાંથી આંસુ આવવા લાગ્યા.
આ જોઈને એને શાંત રાખીને વોશરૂમ તરફ લઈ ગઈ.
પણ ત્યાં એ ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી.
મને નવાઈ લાગી. આ અગિયારમા સાયન્સની હોશિયાર છોકરી રડે છે કેમ ?
પુછ્યુ," શું થયું?"
એણે કહ્યું," જે ટીચરને શ્રેષ્ઠ ટીચર તરીકે એવોર્ડ આપ્યો. એણે મને એના સાયન્સ વિષયના ટ્યુશન માટે ફોર્સ કર્યો હતો. અને ગર્ભિત ધમકી પણ આપી હતી કે જો એનું ટ્યુશન નહીં રાખે તો એને પરિક્ષામાં નાપાસ કરીશ. "
"પછી. . તેં એમનું ટ્યુશન રાખ્યું ?"
"હા,છુટકો જ નહોતો. પિતાજી સાધારણ સ્થિતિના. ટીચરે પચાસ ટકા ટ્યુશન ફી એડવાન્સમાં લીધી. "
"પણ ટ્યુશન ફીના રૂપિયાની સગવડ કેવીરીતે કરી ?"
પાછી એ રડી પડી.
બોલી,"આઝાદીના આટલા વર્ષો પછી પણ આ હાલત થઈ. મારા પિતાજીએ મારી મમ્મીની સોનાની બંગડીઓ વેચી દીધી. ને મને કહ્યું કે તારા ઉજ્જવળ ભવિષ્ય માટે મારી જાતને પણ વેચવા તૈયાર છું. હવે આવા ટીચર આદર્શ કેવીરીતે કહેવાય ? મારે મારી કારકિર્દીના કારણે ચૂપ રહેવું પડ્યું. પણ મારી આંખોની ભાષા તેં વાંચી લીધી. "
"પણ તારે આચાર્યને જણાવવું હતું ને. "
"આચાર્યને જણાવવા ગઈ પણ મારી વાત સાંભળવા તૈયાર થયા નહીં ને એ ટીચરને વાત કહી દીધી. પછી તો ના છુટકે ટ્યુશન રખાવવું પડ્યું. "
મિત્રો વાત અહીં પુરી થઈ.
પણ ખરેખર પુરી થઈ કહેવાય ?
જો શિક્ષણના પાયામાં જ આવી બદી હોય તો આઝાદીનો અર્થ કયો હોઈ શકે ?
દરેક નાગરિકે પોતાના હક્ક અને ફરજો પ્રત્યે સભાનતા રાખવી પડે. પણ એ માટે પણ ક્યાં સ્વતંત્રતા છે ?
ટ્યુશન જેવી વાત માટે જ સ્વતંત્રતા નથી. કોનું ટ્યુશન રખાવવું કે ટ્યુશન જ રાખવું જોઈએ ? ટ્યુશન વગર પણ સારા ટકાએ પાસ થવાય. એ વિશે બીજા પર આધારિત રહેવાનું ?
પાયો જ ખોટો બની રહ્યો છે.
હવે અહીં મારી વાત પુરી કરું છું.
બસ આ એક બાબત નથી. ગંભીર વિષય છે.
સાથે સાથે સમાજમાં છોકરી છે એટલે વધુ ભણાવીને શું કરવાનું ? ખોટા ખર્ચા. આખરે લગ્ન કરીને સાસરે ઘરનું કામકાજ કરવાનું છે. .
આપણે આવી સોચમાંથી ક્યારે મુક્ત થવાના?
મારી વાત પુરી થાય છે.
નઈ સોચ,નયા ભારત,
બનાયેગે નયા હિન્દુસ્તાન,
નવા ભારતની નવી અસ્મિતા,
વસુધૈવ કુટુંબકમ્
હર યુગકા સંદેશ.
જય હિન્દ, વંદેમાતરમ્
