ખાનદાની હવેલીમાં લગ્ન,ભાગ - ૩૨
ખાનદાની હવેલીમાં લગ્ન,ભાગ - ૩૨
સચિન હવેલી પર પહોંચે છે ત્યારે અંદર રામુકાકા અને રમીલાકાકી અને આશા બધાને મીનાક્ષીએ બાંધી દીધા હોય છે, એટલું જ નહીં ત્યાં દીવાલ પર અજયભાઈના હાથ અને પગમાં ખીલા ખોળીને લટકાવ્યા હોય છે. સચિન તરત બધાને છોડે છે અને ખુશ અને પૂજા વિશે પૂછે છે.
અજયભાઈ : "મને માફ કરિદે દીકરા હું તમારા બધાનો ગુનેગાર છુ."
સચિન : "તમે માફી ના માંગો અત્યારે આપડે પૂજા અને ખુશને ગોતવાના છે."
આશા : "બેટા અમને અહીં બાંધીને પૂજા ખુશને ઢસડીને બહાર લઈ ગઈ."
સચિન : "બહાર! ના ના મીનાક્ષી આ હવેલીની બહાર નહીં જઈ શકે, મને ખબર છે કે તે ક્યાં છે, તમે બધા ચાલો."
સચિન બધાને હવેલીના પાછળના ભાગમાં લઈને જાય છે ત્યાં સાચે પૂજાને ખુશ હોય છે. ત્યાં પૂજા ખાડામાં ખુશને નાખીને માથે ધૂળ નાખતી હતી. બધા મહામહેનતથી પૂજાને રોકે છે અને ખુશને બહાર કાઢે છે. તરત સચિન પોતાના ગળામાંથી કૃષ્ણ ભગવાનના પેન્ડલ વાળો ચેન કાઢીને પૂજાના ગળામાં પહેરાવી દે છે, કે તરત પૂજા રાડો પાડવા લાગે છે અને પૂજાના શરીરમાં નસો ખેંચાવા લાગે છે, અને થોડીવરમાં પૂજા શાંત પડી જાય છે કે તરત બધા પૂજાને રૂમમાં બાંધી દે છે.
સચિન : "ખુશ તું બરાબર છે ?"
ખુશ : "હા, પરંતુ મારી બહેનને શું થયું છે ?"
સચિન : "કંઈ નહીં, તમે બધા થોડું જમી લો પછી અઘોરી બાબા એ કહ્યું એ મુજબ આપણે બધા ભગવાનને પ્રાથના કરીશું. ત્યાં અઘોરી બાબા એ હવન ચાલુ કરી દીધો હશે."
અજયભાઈ : "તે કંઈ નથી ખાધું બેટા તું પણ ચાલ થોડું જમી લે."
સચિન : "સારું, કાકા કંઈ છે હવેલીમાં જમવા માટે ?"
રામુકાકા : "હા, બેટા હાલો જમી લઈએ."
બધા જમી ને આખી હવેલીમાં ગંગા જળ છાંટતા છાંટતા ભગવાનનું નામ લે છે અને આ બાજુ અઘોરી બાબા હવન ચાલુ રાખે છે તેનાથી મીનાક્ષીની આત્મા ને કષ્ટ પહોંચે છે માટે તે પૂજાને હેરાન કરે છે, બધાને પૂજાની અવાજ આવે છે તરત બધા પૂજાના રૂમમાં જાય છે ત્યાં પૂજા છત ઉપર ઊંધી હોય છે અને રડતી હોય છે બચાવો મને. ખુશ તરત પૂજાની નજીક જાય છે.
સચિન : "ખુશ આગળ જતો નહીં એ તને ભ્રમિત કરે છે."
પૂજા : "ખુશ, હું તારી બહેન છું મને બચાવી લે."
ખુશ : "દીદી તું ચિન્તા ના કર હું છું ને ?"
સચિન : "ખુશ તું રહેવા દે, હું જાવ છું."
જેવો સચિન નજીક જાય છે કે તરત પૂજા નીચે આવીને ખુશનો હાથ પકડીને રૂમની બહાર નીકળી જાય છે. બધા તરત પાછળ જાય છે પરંતુ બંને ક્યાંય દેખાતા નથી. થોડીવાર પછી હોલમાંથી અવાજ આવે છે ત્યાં બધા તરત જાય છે તો પૂજા ખુશનું ગળું દબાવતી હોય છ
ે. સચિન પૂજાને ખુશથી દૂર કરે છે અને બધા જોરજોરથી પૂજાના કાનમાં ભગવાનનું નામ લે છે.
મીનાક્ષીથી આ વાત સહન નથી થતી અને ત્યાં ટેબલ પરનું ચાકુ ઘા કરે છે, તે ચાકું રામુકાકાને લાગે છે, બધાનું ધ્યાન રામુકાકા તરફ હોય છે ત્યાં પૂજા હવેલીની બહાર નીકળી જાય છે અને બગીચામાં તળાવ પાસે જતી રહે છે. સચિન રમીલાકાકીને કાકાનું ધ્યાન રાખવા કહે છે અને તરત બહાર જાય છે.
સચિન : "પૂજા, હું તને ખૂબ પ્રેમ કરું છું આપળા લગ્ન છે, હું તારા વગર નહીં જીવી શકું."
પૂજા : "હું પણ તમને પ્રેમ કરું છું, મને બચાવી લો, મારે તમારી સાથે જીવવું છે."
સચિન ધીમેધીમે પૂજા પાસે જાય છે અને પૂજાને પ્રેમથી ગળે લગાવીને વાતો કરતાકરતા પોતાના હાથમાં માતાજીની ભસ્મ હોય છે તે પૂજાના કપાળ પર લગાવીને કૃષ્ણ ભગવાનનો શ્લોક બોલવા લાગે છે. પૂજાનું શરીર ગરમ થવા લાગે છે અને પૂજા સચિનને જોરથી ધક્કો મારીને જવાની કોશિશ કરે છે પરંતુ સચિન પૂજાને મૂકતો નથી.
રાતના ત્રણ વાગવાની તૈયારી હોય છે અને ત્યાં તળાવ પાસે જ મીનાક્ષીનું મૃત્યુ થયું હતું માટે સચિન ત્યાંજ યમુનાસ્ટક બોલવા લાગે છે, રામુકાકાને લાગ્યું હતું છતાં બહાર આવી ગયા. બધા ભેગા થઈને સચિન અને પુજાની આજુબાજુ હાથ પકડીને ગોળાઈમાં ઊભા રહી ગયા,અને આ બાજુ અઘોરી બાબા પણ હવનમાં મીનાક્ષીની અસ્થી હોમવા લાગ્યા.
મીનાક્ષીને ખૂબ તકલીફ થતી હતી પરંતુ બુરાઈનો અંત નિશ્ચિત હતો માટે બધાનો પૂજા પ્રત્યેનો પ્રેમ પૂજા પર મીનાક્ષીને જીતવા નહોતો આપતો. આખરે બધી અસ્થી પધરાવાય ગઈ અને રાતના ત્રણ વાગ્યા હતા ત્યારે મીનાક્ષીને ઘણી તકલીફ પડી, તરત પૂજાના શરીરમાંથી નીકળી જાય છે અને એક વિકરાળ સ્વરૂપ લે છે, સચિન અને બીજા બધાના સ્લોકના અવાજથી મીનાક્ષીની આત્મા ધીરેધીરે નાશ પામે છે અને થોડીવારમાં મીનાક્ષીની આત્મા બળીને રાખ થઈ જાય છે અને પૂજા ત્યાં બેભાન જમીન પણ પડી જાય છે.
થોડીવારમાં સૂર્ય કિરણો પૂજાના શરીર પર પડે છે અને પૂજાનું શરીર ધીરેધીરે પાછું સુંદર બનવા લાગે છે. પછી સચિન પૂજાને અંદર લઇ જાય છે અને થોડીવાર બધા આરામ કરે છે. થોડીવારમાં પૂજા સ્વસ્થ થઈજાય છે. અજયભાઈ અને આશા બધાની દિલથી માફી માંગે છે, અને પૂજાને તેની બધી મિલકત પાછી આપે છે. પૂજા તે મિલકત ખુશને આપી દે છે.
બધા આ વાતો ભૂલીને લગ્નની વાતો કરતા હોય છે, આશિષભાઈ અને શીલાબહેન આવે છે, વાઘમારે સાહેબના ઘરના બધા આવે છે, અને લગ્નમાં આખા ગામને આમંત્રણ આપે છે. આ રીતે બુરાઈનો અંત થયો અને સાચા પ્રેમની જીત થઈ.
આભાર. કાલ્પનિક ધારાવાહિક વાર્તા સમાપ્ત.