ખાનદાની હવેલીમાં લગ્ન,ભાગ - ૧૩
ખાનદાની હવેલીમાં લગ્ન,ભાગ - ૧૩
અંજુબહેન : "કેમ છે બેટા ? તારો ખૂબખૂબ આભાર કે તું તારા સાહેબને લઇ આવ્યો, અને હા, તમારા શહેરના ડોકટર જે કહે તે હું માનતી નથી, હું મારા હાથે બનાવેલા ઓશળ્યા જ સાહેબ ને પિવડાવીશ, પછી જોજો આ કેન્સર હોય કે બીજું કંઈ, બધું ભાગી જશે."
સચિન : "તમને ખબર છે ?"
વાઘમારે સાહેબ : "હા, મેં રાત્રે જ બધાને વાત કરી હતી. અમારા ઘરમાં અમે કોઈ વાત છુપી રાખતા નથી."
સચિન : "તમારા કુટુંબની હિંમતને દાદ દેવી પડે, એક સેલ્યુટ તમને અને એક તમારા કુટુંબ માટે."
અંજુબહેન : "તમે કઈ હવેલીની વાત કરતા હતા ?"
સચિન : "અહીં બાજુમાં એકાદ કિલોમીટર પછી જે હવેલી છે તેની વાત કરીએ છે."
અંજુબહેન : "ઓલી રાજાની હવેલી છે તે જ ને ?"
વાઘમારે સાહેબ : "અરે હા, સચિન, અજયભાઈની સરનેમ પણ રાજા છે ને ?"
અંજુ બહેન : "તે હવેલીમાં છેલ્લા પચાસેક વર્ષથી તો કોઈ રહેતું નથી, અને જે પહેલાં રહેતા હતા તેમની સરનેમ રાજા હતી, અને તે લોકો ગામના શ્રીમંત કહેવાતા, અને રાજાથી જ ઓળખતા."
સચિન : "તો આટલા વર્ષોથી અહીં કોઈ આવ્યું નથી ? અને ગામના લોકો કોઈ ત્યાં જાય છે."
અંજુબહેન : "તે લોકો તો વર્ષોથી દિલ્હી જતા રહ્યા હતા, કારણકે ત્યાં તેમના એક વેપારી હતા તે લઈ ગયા હતા. અને ગામના લોકો તો કોઈ ત્યાં જતા જ નથી, કહેવાય છે ત્યાં તળાવ છે તેના પુલ પર આત્મા છે, માટે કોઈ જતું નથી."
સચિન : " તો અહીં રાજા પરિવાર શું ધંધો કરતા હતા ?"
અંજુબહેન : "મને વધારે તો ખબર નથી પરંતુ તે લોકો પાસે જમીનો ઘણી હતી, પરંતુ અત્યારે લગભગ આ હવેલી જ રહી છે."
સચિન : "અને આ આત્માની વાત સાચી છે ?"
અંજુબહેન : "એ તો ખબર નથી, પણ વાત સાંભળી છે."
વાઘમારે સાહેબ : "સારું હવે વાતો પછી કરશું મને ભૂખ લાગી છે જલ્દીનાસ્તો કરી લઈએ પછી ત્યાં જોવા જશું."
અંજુબહેન : "નાસ્તાની પહેલા આ ઉકાળો પી લેજો પછી થોડીવાર પછી ગરમનાસ્તો જ કરવાનો છે."
વાઘમારે સાહેબ : "જો હુકમ વેદ સાહેબ."
વાઘમારે સાહેબ ઉકાળો પીવો છે, અને સચિન ફ્રેશ થવા જાય છે. અંજુબહેન અને તેમની દીકરી રીના બધા માટેનાસ્તાની તૈયારી કરે છે, અને નીરજ વાઘમારે સાહેબનો દીકરો નવાગામ માં પોલીસ હોય છે, અને ભિમાભાઈ અને ધીરુબહેન, વાઘમારે સાહેબના માતાપિતા, ગાય અને
ભેંસને ચારો નાખતા હોય છે.
થોડીવાર પછી સચિન ઘરના બધા લોકોને મળે છે અને નાસ્તો કરીને પછી, આજુબાજુ ચક્કર મારવા જાય છે ત્યારે વાઘમારે સાહેબને તેમના પિતાજી સાથે કામ હોય છે માટે જઈ શકતા નથી. સચિન ગામની બજારમાં જાય છે, આજુબાજુ જમીનો જોવે છે, કાપડ બજાર કેવી છે તે જોવે છે અને પછી વાઘમારે સાહેબ આવે છે ત્યારે બંને મળીને તે હવેલી પાસે જાય છે.
હવેલીના મુખ્ય દરવાજાની બહાર ખૂબ જૂનું અને ધૂળું ચડેલું બોર્ડ હોય છે, સચિન તે બોર્ડને સાફ કરે છે તો ત્યાં રાજાની હવેલી તેવું લખ્યું હોય છે. ખૂબ જૂનું અને કટાય ગયેલું બોર્ડ હોય છે અને નામ પણ માંડમાંડ વચાય છે. વાતાવરણ ખૂબ શાંત હતું, પરંતુ સચિને જેવું બોર્ડ અડ્યું કે તરત હવાની એક જોરથી લહેરકી આવી અને ધૂળ ઊડવાને કારણે સચિનને ઉધરસ આવવા લાગી અને જીવ મૂંઝાવા લાગ્યો, માટે સાહેબ સચિનને લઈને ઘરે પાછા આવી ગયા.
અંજુબહેન : "જોઈ આવ્યા હવેલી ?"
ભીમાભાઈ : " કઈ હવેલી ? રાજાની હવેલી ? તમારે ત્યાં શા માટે જવું છે ? ઉદય બેટા તું ભૂલી ગયો તારા મોટા બાપુ ત્યાં જવાનીના પાડતા હતા."
સચિન : "ઉદય ? ઉદય કોણ છે ?"
વાઘમારે સાહેબ : "મારુંનામ ઉદય છે, વાઘમારે મારી સરનેમ છે. અને પિતાજી, મોટા બાપુ ને ગુજરી ગયાને બહુ વખત થઈ ગયો, હું બહુનાનો હતો ત્યારે કંઇક કહેતા, પરંતુ અત્યારે કંઈ ખાસ યાદ નથી."
ધીરુબહેન : "બેટા ગામના કોઈ ત્યાં જતાં નથી, અને તમારે ત્યાં જોવા જવું છે."
નીરજ : "બા, મે તમને ઘણી વાર કહ્યું છે ને કે આત્મા, ભૂત, પ્રેત કંઈના હોય, એ બધું નબળા મન વાળા લોકોનો વહેમ હોય."
સચિન : "સાચી વાત છે નીરજ. તું ક્યારેય ત્યાં ગયો છે ?"
નીરજ : "હા, એક, બે વાર ગયો હતો, મારો મિત્ર પણ આવ્યો હતો, અમે રમતા હતા ત્યારે બોલ ત્યાં જતો રહ્યો હતો, માટે લેવા ગયા હતા."
ધીરુબહેન : "અને તે તારા મિત્રની એકાદ અઠવાડીયા પછી મૃત્યુ થયું હતું."
નીરજ;"બા એ તો અકસમાત થયો હતો."
ભિમાભાઈ : "અને ઓલા દેવસીની દીકરી તળાવમાં કમળ લેવા ગઈ અને મગર તેને ખાઈ ગયો, બાકી તો ક્યારેય તે મગર બહાર આવ્યો નથી."
રીના : "બાપુજી, તે હવેલી આટલા સમયથી બંધ છે માટે બધા મન થાય તેવી અફવા ઉડાડે છે."
સચિન : "તે છોકરીની લાશ મળી ?"
ક્રમશઃ...