Jaydip Bharoliya

Drama Romance

2  

Jaydip Bharoliya

Drama Romance

ખામોશી ભાગ-૨

ખામોશી ભાગ-૨

4 mins
415


ખામોશી ભાગ ૧ મા આપણે જોયું કે વીનય રાધી તરફ આકર્ષીત થાય છે. અને તેને એકલવાયું વાતાવરણ વધારે પસંદ આવવા લાગે છે.અને આ એકલવાયું વાતાવરણ વીનયના જીવનમા ખામોશી બની ગઈ હતી. વીનય આ વાતાવરણમાંથી બહાર નથી નીકળ્યો ત્યાં એમના રાજને છુટાં પડવાનો સમય આવી ગયો હતો.

રાજના પપ્પા પોલીસ ખાતાંમા એક ઉચ્ચ હોદ્દા પર હતા. અને તેમની નોકરી બીજી જગ્યા પર ટ્રાન્સફર થવાથી રાજને પોતાના પરિવાર સાથે ત્યાં જવાનું હતું.અત્યાર સુધી સાથે મળીને જીવનના કેટલાંય વર્ષૌ પસાર કર્યા, સાથે વીતાવેલી એ દરેક પળ, સાથે કરેલી મસ્તી...આ દરેક બાબતને રાજ પોતાના ઘરે એક શાંત રૂમમાં બેસીને સ્મરણ કરી રહ્યો હોય છે.રાજના પપ્પાની નોકરી ટ્રાન્સફર થયાની વાત વીનય, આશીષ અને વીપુલને હજી સુધી ખબર નથી પડી. ત્યારે આ વાત પોતાના મિત્રોને જણાવવા રાજ એક પછી એક વીનય, આશીષ અને વીપુલને ફોન કરે છે અને રોજ જે જગ્યા પર તેઓ મળતાં તે જગ્યાાપર ફટાફટ આવવાનું કહે છે. અને ફોન કટ કરે છે. વીનય પોતાની બાઈક લઇને નીકળે છે આશીષનું ઘર વચ્ચેજ આવતું તેથી વીનય આશીષ ને પોતાની સાથે લેતો જાય છે.

જે જગ્યા પર મળવાનું નક્કી થયેલું રાજ અને વીપુલ ત્યાં પહોચી જાયછે. પરંતુ વીનય અને આશીષ હજુ પહોચ્યાં નથી.

તે અમને આટલાં જલ્દીમા કેમ બોલાવ્યા વીપુલે પુછ્યું.

પેલાં વીનય અને આશીષનેતો આવવા દે પછી કવ. રાજે કહ્યું.

અને આ તરફ વીનય પોતાની બાઈક ફુલ સ્પીડમાં ચલાવતો હોય છે. રાજે એમને ફટાફટ આવવા કહ્યુ તેથી વીનયને ખુબજ ચીંતા હતી કે શું થયું હશે. અચાનક તેની બાઈક આગળ એક નાનું બાળક આવી જાય છે.તે કંઈ પણ વીચારે એ પહેલાંતો બાઈક તે બાળકની એકદમ નજીક પહોંચી જાય છે.અને વીનય પુરેપુરી બ્રેક લગાવીને એ બાળકને બચાવવા બાઈકનું હેન્ડલ વાળી દે છે. અને બાઇક ફુલ સ્પીડમાં હોવાથી સાઈડ પરના ડીવાઇડર સાથે અથડાય છે.

બાઈક ડીવાઇડર સાથે અથડાવાને કારણે વીનય અને આશીષને ખુબ ઈજા થાય છે. આશીષને થોડું ઓછું વાગ્યું હતું પરંતુ વીનયનુ મસ્તક ડીવાઈડર સાથે અથડાઈ ગયું હતું. એના મસ્તકમાંથી લોહી વહી રહ્યું હતું. તેના જમણાં પગ પર ભારે ઈજા થવાથી તે ઉભા થવાની સ્થિતિમાં નહતો. થોડીવાર મા ત્યાં ભીડ જમા થઈ જાય છે. એક કારવાળાં ભાઈ વીનયને પોતાની કારમાં બેસાડી સીટીલાઈફ હોસ્પીટલમાં એડમીટ કરાવે છે.

આશીષને પણ ઈજ્જા થઈ હતી છતાં તે બાઈક લઈને હોસ્પીટલ પહોચે છે. ત્યાં જઈને વીનયના પપ્પાને ફોન કરી આ બધી વાત જણાવે છે. અને હોસ્પિટલ પહોંચવાનું કહે છે. વીનયના પપ્પા હોસ્પિટલ પહોંચે છે.આશીષ જે ભાઈએ વીનયને પોતાની કારમા બેસાડી હોસ્પિટલ પહોંચાડેલો તેમનો આભાર માને છે.

આ બાજુ વીનય અને આશીષની રાહ જોઈ રહેલ વીપુલ અને રાજ હજી સુધી કેમ ન પહોચ્યાંની ચિંતામાં હોય છે. રાજ આશીષને ફોન કરે છે ત્યારે બધી વાત જાણ્યા પછી રાજ પોતાના પપ્પાનું ટ્રાન્સફર થયું હોવાની વાત કરવાનું માંડી વાળે છે.અને તે બંને પણ હોસ્પિટલ પહોંચે છે. વીનયની સ્થિતી ખુબ ગંભીર હતી. પોતાના મિત્રને આ સ્થિતીમાં જોઈને આશીષ, રાજ, અને વીપુલ પોતાને રડતાં અટકાવી નથી શકતાં.

થોડીજ વારમાં ડોક્ટર પણ આવી જાય છે. અને વીનયના સ્નેહીઓને સાંતવના આપે છે. અને થોડીજવારમાં ઓપરેશન ચાલુ થઈ જશે એમ કહી ડોક્ટર ઓપરેશન રૂમમાં પહોંચે છે. આઈ.સી.યુ નો દરવાજો બંધ થાય છે. અને ઓપરેશનની લાલ લાઈટ ચાલુ થાય છે. વીનયનાં મમ્મી-પપ્પા સાઈડની બેંચ પર એકદમ શાંત બેઠા હોય છે આશીષ એમને ધીરજ રાખવાં કહે છે. અને કહેછે વીનયને કંઈ નહી થાય.ઈશ્ર્વર બધુંજ ઠીક કરી દેશે. અને પછી વીપુલ,રાજ અને આશીષ પણ એમની સાથે બેસે છે.

વીનયના મમ્મી પપ્પા પોતાના આંસુ છુપાવીને આ દુખની વેદના વ્યક્ત કરતાં હોય છે. રાજ અને વીપુલ બેંચ પર માંથુ ટેકાવીને શોક માં પડી જાય છે જ્યારે આશીષ એ બધાં માટે નાસ્તાની વ્યવસ્થા કરે છે પરંતુ વીનયના મમ્મી-પપ્પા, રાજ અને વીપુલ કંઈ ખાવાની ઈચ્છા નથી એમ કહીને ના પાડી દે છે. ત્યારે આશીષ એમને સમજાવે છે. અને કહે છે આપણાં વીનયને કંઈ નહી થાય, એ પાછો પહેલાં જેવો થઈ જશે. પછી આશીષ વીનયના મમ્મી પાસે જઈને કહે છે. વીનયને પણ ભુખ લાગી હશે જો તમે થોડુંક જમી લેશો તો વીનય તમારો દીકરો છે એના સુધી તમારી શક્તિ પહોંચસે અને તે જલ્દી ઠીક થઈ જશે. આશીષ તે બધાંને મનાવી ને જમાડે છે. પોતાનું દુ:ખ છુપાવીને આશીષ એ લોકોનેતો જમાડે પણ પોતે ભુખ્યો રહે છે. એ ત્યાંથી નીકળીને નજીકમાંજ આવેલાં શીવ ભગવાનના મંદિરે જઈને મન્નત માને છે. અને થોડીવાર ત્યાંજ બેસી રહીને શીવની પુજા કરે છે. આ બાજુ હોસ્પિટલમા ઓપરેશન રૂમની લાઈટ બંધ થાય છે રૂમનો દરવાજો ખુલ્લે છે અને ડોક્ટર આવીને કહે છે

વીનયની સ્થિતીમા બદલાવ તો આવ્યો છે. પરંતુ એ હજી બેભાન છે એટલે હવેના ચાર કલાક ખુબજ સીરીયસ છે વીનય જલ્દી ભાનમાં આવી જાય તે માટે ઈશ્ર્વરને પ્રાર્થના કરજો. એમ કહી ડોક્ટર ત્યાંથી નીકળે છે.

રાજ આશીષ ને ફોન કરીને આ બધીને વાત જણાવે છે. અને ત્યા ફરીવાર પહેલાં જેવું એ વાતાવરણ શાંત બની છે અને એ વાતાવરણ એટલે ખામોશી.

શું વીનય પાછો ભાનમાં આવ્યો હશે?

ભગવાન શીવના મંદીરમાં આશીષે શું મન્નત માની હશે?

શું રાજ પોતાના મિત્રોને છોડી શક્યો હશે?


Rate this content
Log in

Similar gujarati story from Drama