ખાલીપો
ખાલીપો
લગ્નના બીજા જ દિવસ તેણે સાસુને કહ્યું હતું કે, "અમારી જિંદગી અમને અમારી મરજી મુજબ જીવવા દેજો. તમારી તો હવે પૂરી થઈ ચૂકેલ છે." રૂપાલી આજે પણ તે શબ્દો યાદ કરીને સતત રડી રહી હતી.
રૂપાલી તે દિવસોને યાદ કરે છે, જ્યારે લોકોએ તેને ઠપકો આપ્યો હતો. મા જેવી ખાલી સાસુમાની ઓથ હતી. તે પણ તું ખોઇ બેઠી છું. એતો પુત્રની ખુશી જોવા અને પતિને આપેલું વચન નિભાવવા જીવી રહ્યા હતા. સાસુની ઉમંર ન હોવા છતાંય જાણે જાતે જ ઘરડાપો લાવી દીધો હતો. આખા ગામમાં લોકો વાતો કરતા હતા કે, બન્નેનું જોડું અમર થઈને આવ્યું છે ! એવો એકબીજા વચ્ચે પ્રેમ હતો. આજે ખાલી શૂન્ય અવકાશ બની ગયું છે તેમનું જીવન ! આતો પતિ આપેલા વેણના કારણે આ જીવનયાત્રા કરી રહી હતા. નહિ તો આત્મહત્યા કરી લેતા. પણ પતિના શબ્દોને યાદ કરી અને જીવમાં જીવ લાવતા. "આપણો દીકરો પરણે એ દિવસથી તું છુટ્ટી !" તને કોઈ કંઈ નહી કે,તું તારે મારી જોડે આવતી રહે જે. પણ ત્યાં સુધી તારે મને વચન આપવું પડશે હો.
જે દિવસે રૂપાલી તેની સાસુને ઠપકો આપ્યો અને હનીમૂન કરવા ગયા હતા. એજ દિવસે પોતે પણ વહેલી પરોઢે નીકળી ગયા હતા. દુનિયાનો કોલાહલ કે કોઈની કંઈ જાણે પડી જ ન હતી. લોકો બુમો પાડે કાકી, માસી,બા.. જેવા સંબંધો જાણે અવાજ ભેદી આજે અવકાશ યાત્રાએ ચાલી નીકળ્યા હતા. એમને કંઈ ખબર નથી તે ક્યાં જાય છે ? તેનો અંત ક્યાં હતો ? સ્ટેશન પર આવેલી બસમાં તે બેસી ગયા હતા. તેમને કોઈ નો જ અવાજ સાંભળ્યો જ નહી, છેવટે છેલ્લા સ્ટેશન ઉતારી દીધા હતા. બા અચાનક ચમકી અને હબકી પોતાના પતિના નામની બુમ પાડી હતી. બા પોતે કયા છે ? પોતે પણ જાણતા ન હતા. એતો કયારના પોતાના ભૂતકાળમાં ખોવાયેલા હતા. છેલ્લા સ્ટેશન પર ઉતર્યા પછી દૂરથી આવી રહેલા અવાજની દિશામાં ચાલવા લાગ્યા હતા. 'હરે રામા..હરે કૃષ્ણ...' ત્યાં પહોચી જાય છે. મંદિરમાં ભગવાનની પૂજા વંદના કરી અને પ્રાર્થના કરે છે. દુનિયામાં હવે મારુ કોઈ કામ નથી. મારુ જીવન અને આ દુનિયા મારા માટે શૂન્ય અવકાશ જેવું છે. હે પ્રભુ મને મુક્ત કર કહી ને, ત્યાં જ સૂઈ ગયા હતા. સવાર થતા ત્યાં ખાલી શરીર જ હતું. આત્મા તો પતિ સાથે કયારનો અવકાશ યાત્રાની સફર ચાલી ચુક્યો હતો.
