ખાલી ખોળો
ખાલી ખોળો
ઋચિતા અરીસા સામે ખુબજ વિચારમાં બેઠી હતી. હાથમાં રહેલ કંકુની ડબ્બીમાં બીજા હાથથી કંકુ ભરેલ ડબ્બીની અંદર જ હાથ રહી ગયો હતો અને ગાઢ વિચારમાં બેઠી હતી સૂકાઈ ગયેલ આંસુ એના ગાલ પર સ્પષ્ટ પણે દેખાઈ રહ્યા હતાં મેકઅપ પ્રસરી ગયો હતો અને આંખો રડી રડીને સૂજી ગઈ હતી,એવામાં બારથી બૂમ આવી ! ઋચિતાં ! ચાલ આપણે જવાનું છેને ! તારા ભાઈ ને ત્યાં ? કહી ઋચીતા એ ઋચૂતા કહી જિગેષ બોલ્યો અરે તૈયાર થઈ કે હજી વાર છે ! જટ કર ! સામે રૂચિતા એ કઈજ જવાબ ન આપતાં જિગેશ અંદર અવ્યો શું કરે છે જટ કર જવાબ કેમ નથી આપતી ! ત્યાં જોવે છે તો એની પત્ની રુચિતા અરીસા સામે જોઈ બેઠી હોય છે અને એની હાલત જોઈ જિગેષ બધુજ સમજી જાય છે !
વાત જાણે એમ છે કે જિગેશ અને ઋચિતા ને લગ્ન નાં ૧૫ વર્ષ થયે પણ સંતાન પ્રાપ્તિ થઈ ન હતી લગ્ન નાં એટલા વર્ષે પણ ઋચિતા નો ખોળો ખાલી હતો ! જેને કારણે બંને ને અંદર થી તોડી નાખેલ હતાં એક બાજુ એટલા વર્ષથી સંતાન પ્રાપ્તિ ન થઈ હતી એમાં સમાજ અને કુટુંબનું વાણી વર્તન અસહ્ય બની ગયું હતું ! કારણ કોઈ દંપતી નિસંતાન હોય તો એ પતી પત્ની જોડે રૂખો વ્યવહાર અને અલગ નજરે જોવાનું ચાલુ કરી દે છે અને માને છે નિ:સંતાન છે તો પોતાનાથી અલગ વ્યક્તિત્વ ધરાવે છે ! કડવું પણ સત્ય છે આપણા સમાજની આ કડવી પણ સત્ય વાસ્તવિકતા છે !
જિગેષ ઋચિતા પાસે જાય છે અને એને માથે હાથ રાખી કહે છે બસ ચાલ હવે વિચારમાંથી બહાર આવી જા ! કહી એના હાથમાં રહેલ કંકુની ડબ્બી લઈ ડ્રેસિંગ ટેબલ પર મૂકે છે અને ઋચિતા વિચાર નાં વમળ માંથી બહાર આવી કહે છે લે તમે ક્યારે આવ્યા ? હું તૈયાર જ છું હો સેથીજ પૂરતી હતી ! કહી અરીસા સામે જોવે છે અને બોલે છે અરે લે હું આવડી રડી ? હું પણ એવી છું ને કહી હસવા લાગે છે ! અને હસતા હસતા પછી રડવા લાગે છે અને પતિ ની સામે જોઈ કહે છે આપણે શું ખરાબ કર્મ ગયા ભવે કર્યા હશે હે ? કે ઈશ્વરે આપણને સંતાન ન દીધું ? મારો ખોળો ખાલી રાખ્યો ? બોલતા બોલતા એની આંખ માં ઝળઝળિયાં આવવા લાગે છે જાણે હમણાં ખુબજ રડવા લાગશે ! પરંતુ જિગેષ વાતને સાંભળી લે છે અને કહે છે ચાલ તારે તૈયાર થવાનું છે ને ! ભાભી ને રાખડી બાંધવાના છે જે તારે જોવું નથી ?
ઋચિતા કહે છે હા સગી ભાભી નો ખોળો મારા ફઈ ની દીકરી પૂરશે જોવું છે ને મારે કહી ખુબજ દુઃખ થી પોતાના પતિની સામે જોવે છે.સગાં ભાઈ ના ઘેર બાળક આવનું હોય છે પરંતુ ભાભી નાં ઘરે થી કહેવું એવું હોય છે કે ખોળો ખાલી હોય પોતાનો તો નણંદ સગી ભલે રહી અમારી દીકરી નો ખોળો એ ભરશે તો અમારી દીકરી અમે પછી લઈ જશું ખોળો નહિ ભરવા દઈએ ! ખોળો ખાલી હોય તો ખોળો ભરી ન શકાય ? આ કેવું સમાજ ? આ કેવું માનસિક વિચાર નું પગથિયું ? કડવી પણ સત્ય વાત છે જેમાં રૂચીતા નું કોઈ વિચારે શું ? કારણ દીકરા નાં સંસાર નો સવાલ હતો ! અને સમાજ શું કહેશે ? જો નાં કરે ઈશ્વર ને વહુ નાં સંતાન ને કઈ તકલીફ પાડી તો કાયમ માટે સમાજ નું સાંભળવાનું ? વહુ ના કુટુંબી ને સમજાવી લઈએ દીકરા નો સંસાર તો ન ટૂટે ચાલો એક વાર એવું વિચારી પણ લઈએ પણ સમાજ નું શું ? આ વિચારી રૂચિતા નાં માતા એ કાળજા પર પત્થર રાખી નિર્ણય લીધો અને ઋચિતા ને ફોન કર્યો હતો અને કીધું હતું કે બેટા ભાભી નો ખોળો ફઈ ની દીકરી પૂરશે હો ! અને દીકરી ને બધુજ સમજાવ્યું હતું રડતા રડતા અને કહ્યું હતું આ તારી લાચાર માને માફ કરી દેજે બેટા !
જિગેષ ને રમકડાં બનવા ની ફેક્ટરી હતી છતાં રમકડાં રમનારું કોઈજ નહિ ઘરમાં ! જિગેષ પોતાના સ્ટાફ નાં બાળકો ને પેલો રમકડાં નો લોટ બને એમાંથી પેલું રમકડું દર વખતે આપતો પરંતુ ઘરમાં લાવી શકતો નહિ ! પોતાને ઘેર સંતાન ન હોવાને કારણે પોતે કાયમ બાળક ની ખોટ અનુભવતો હતો અને થતું મારે પણ કોઈ એવું ઈશ્વર બાળક આપે જેને હું મારી જગ્યા એ મારી ફેક્ટરી માં બેસાડી શકું ? હું એને મારી હાથે શાળા એ મૂકવા જાઉં ! એ મારી પાસે વસ્તુ માટે જીદ કરે ! હું ઓફિસ થી આવું દોડી ને મને વળગે ! કહે પાપા શું લયાવ્યા ? એવું ઘણું જિગેષ નાં મનમાં વમળ ની જેમ અથડાયા કરતું હતું અને દિવસે ને દિવસે તે તૂટતો હતો હતો એક બાજુ પોતે તો દુઃખી હતોજ એમાં રૂચિતાં નું દુઃખ પણ જોવાનું અને સમાજ કુટુંબ નું પણ ખુબજ અસહ્ય વર્તન સહન કરવાનું હતું ! ફેક્ટરી પણ સાંભળવાની અને તૂટી ગયેલ જિગીષા ને પણ !
રોજ રુચિતા વિચાર માં ખોવાઈ જાય કોક વાર પાણી નીચે ઊભી રહી ગઈ હોય ઓફિસ થી આવે પોતે ત્યારે પૂરી પાણી ની ટાકી ખાલી થઈ ગયેલ હોય અને ઋચિતા શાવર નીચે ભીની બેઠેલ હોય ધ્રૂજતી અને વિચાર માં ખોવાયેલ ! તો ક્યારેક એ ઘેર આવે ત્યારે રુચિતાં ગાર્ડન માં છોડ કાપ્યા કરતી હોય તો છોડ અખો કાપી નાખ્યો હોય અને કાતર હાથ માં હોય અને ઋચિતા વિચાર માં હોય !
એવું ઘણું બન્યું પણ હવે એને થયું હવે મારી પત્ની ને હું એમ નહિ જોઈ શકું ! હું તો સહન કરી લઈશ પણ મારાથી મારી પત્ની નું દુઃખ નથી સહન થતું ! પણ પોતે કરી પણ શું શકે ! બંને લોકો સંતાન માટે ગમે ગામ ડોક્ટર પાસે ફર્યા,પથ્થર એટલા દેવ પૂજ્યા પછી પણ સંતાન પ્રાપ્તિ થઈ ન હતી ! પરંતુ એને તુરંત વિચાર એક આવે છે ચાલ ઋચિતા આપણે તારા ભાભી નો ખોળો ભરવા જઈએ પછી ત્યાંથી તારી માટે એક સરપ્રાઈઝ છે ! . કહી પોતાની પત્ની ને ઊભી કરે છે અને કહે છે ફટાફટ તૈયાર થઈ જા ચાલ ! ઋચિતા કહે છે પણ મને કહે તો ખરો ક્યાં જઈએ છીએ !
જિગેશ કહે છે સવાલ નઈ તને મારી પર ભરોસો છેને ? ઋચિતા કહે છે પોતાના થી પણ વધુ ! બસ તો પછી કહી રૂમ ની બહાર જાય છે અને થોડા સમય માં ભાભી નો ખોળો ભરી બંને નીકળે છે ઋચિતા નાં ઘરે થી અને રસ્તામાં થોડો જ રસ્તો કાપે છે ત્યાં પત્નીની આંખો પર પટ્ટી બાંધી દે છે જીગેશ ! અરે શું કરો છો શું સરપ્રાઈઝ છે ક્યો ને મને ! કહી ખુબજ ખુશીથી અને ઉત્સુકતાથી પતિ નો હાથ પકડી ને પૂછે છે પરંતુ જિગેશ કહે છે નાં બિલકુલ નહિ હો ! થોડીક જ વારમાં પહોંચી જાય છે એ જગ્યા પર જ્યાં ઋચિતા ને સરપ્રાઈઝ મળવાની હતી !
પત્ની ની આંખ પરથી પટ્ટી કાઢે છે અને કહે છે જો તારી સરપ્રાઈઝ ! અને આંખ ખોલતાં જ ઋચિતા જોવે છે કે પોતે એક અનાથ આશ્રમની બહાર હોય છે અને એ પતિ ની સામે જોઈ રહે છે અને પૂછે છે આપણે ! કહી અટકી જાય છે ! જિગેશ કહે છે હા ! આપણે નિ:સંતાનમાંથી માતા પિતા થશું ટૂંક સમયમાં આપણે એક માતા પિતા વગરનાં અનાથ બાળક ને ખોળે લેશું અને તારો ખોળો ખાલી નહીં રહે હવે ! આપણી પરથી નિ:સંતાનનું પાટિયું અને એ બાળક પરથી અનાથનું પાટિયું ટૂંક સમયમાં હટી જશે !
બંને ફૂલ જેવી દીકરીને ખોળે લે છે અને ઋચિતાનો ખોળો ખાલી રહેતો નથી.
