ખાખીની વેદના
ખાખીની વેદના
મને તો બાળપણથી જ પોલીસ બનવાની ઘેલછા હતી અને એક દિવસ એવો આવ્યો કે હું પોલીસની ખાખી વર્દીમાં સજ્જ હતો.
મારું પોસ્ટિંગ અમદાવાદ શહેરમાં થયું, નિયમ પાલન હિંમત અને સાહસથી હું બધાનો પ્રિય થઈ ગયો હતો મારો સ્વભાવ જ એવો કે બધાનું દિલ જીતી લીધું.
ખાખી રંગનું એક એવું પાસું છે બધા રંગમાં એક જ રંગ વધુ સારી રીતે જમતો હોય છે અને તે છે ખાખી.
જયદીપ સિંહ ઝાલા એક એવું નામ જ્યારથી પોલીસ બન્યા ત્યારથી તેની સેવા અને તેના કામની ચર્ચા થતી બસ કોઈ જ શોખ નહીં ખાખી સેવા એ જ એનો ધર્મ.
15 મી ઓગસ્ટ હોય કે 26 મી જાન્યુઆરી હોય હોળી હોય કે દિવાળી હોય બંદોબસ્તમાં જવાનું જ હોય, શિયાળો હોય કે ચોમાસુ હોય તેને તો નોકરી માટે દરેક સમયે તૈયાર રહેવાનું જ હોય, નાતો ભોજન કરવાનો ટાઈમ હોય કે ન પરિવાર સાથે રહેવાનો સમય મળે.
ભારતીય પરિવારનો નાગરિકોનું રક્ષણ કરવા માટે હંમેશા તૈયાર અને એવા કપરો સમય આવ્યો હતો જયદીપસિંહ ઝાલા ના જીવનમાં અને તે હતો કોરોના મહામારી સમય.
અને આતો બીમારી જ એવી હતી કે નાગરિકોને બચાવવા માટે લોકડાઉન કરવું પડે અને તેમના માટે પણ આ મહામારી નવી હતી મહામારી ફેલાય નહીં. તેની જવાબદારી પોલીસના માથે આવી પડી કારણ કે જ્યારે ભારતને અંદરની સીમામાં કઈ પણ પ્રોબ્લેમ ઊભી થાય ત્યારે આર્મી નું કામ પોલીસને જ કરવાનું હોય છે કેમકે તે આંતરિક સરક્ષણ કરતા આર્મી છે.
તેઓ પણ પોતાની ફરજ સમજીને કોઈપણ કપરાં સમય સામે લડવા તૈયાર રહે છે અને તે સાબિત કરવાનું હતું.
આ કોરોના મહામારીમાં જે વાયરસ દેખી શકાતો નથી. દુશ્મન સામે હોય તો લડી પણ શકાય પણ વાયરસ કોને ક્યાંથી લાગી જાય તે કશું જ કહેવાય નહીં.
આ જવાબદારી નિભાવવા માટે રસ્તા પર રહેવું જરૂરી હતું અને નાગરિકોને ઘરમાં રાખવા જરૂરી હતા.
આવી ખરાબ પરિસ્થિતિમાં પોતાની લાગણીને... કાબૂમાં રાખીને... આંસુ આંખમાં છુપાવીને ....દરેક આવતા જતા વ્યક્તિઓને સમજાવવાના હતા કે ઘરમાં રહેશે તો સુરક્ષિત રહેશે અને આ મહામારી સામે તો પોતાના જીવનું પણ જોખમ હતું... છતાં જીવના જોખમે સેવા કરવા તત્પર રહેવું પડે લાઠી ચલાવવી પડે લાઠી ચલાવવાનું અમને પણ નથી ગમતું અમને પણ વેદના થાય છે. પણ દાખલો બેસાડવો પણ જરૂરી બને છે. અને તેના કારણે કડકાઈ રાખવી પડે છે.
ઘરે અમારા માતા-પિતા પણ ચિંતા કરે છે કે અમારો દીકરો ઘરે ક્યારે આવશે.
મારી દીકરી પણ તેની મમ્મી ને પૂછે છે આજે પપ્પા ને રજા નથી પપ્પા મારી જોડે કયારે રમશે અને તેને આવી રીતે વલખા મારતા જોઈને મારુ દિલ પણ પીગળી જાય છે.
કોરોના વાયરસ કોઈના પ્રત્યે ભેદભાવ નથી રાખતો બસ મારી લાઠી પણ એવી જ છે તે કોઈ નો ભેદ નથી રાખતી કેમ કે અહીં તો મારા દેશના લોકોની જિંદગીનો સવાલ છે.
આખરે હાર માનીને પાછી પડે એક ખાખી નહીં આખો દિવસ આવી ધમાચકડીમાંથી સાંજ પડતા ઘરે જવાની તૈયારી કરતો હતો ત્યાંજ ઘરેથી પત્નીનો કોલ આવે છે કે ઘરે આવતા પહેલા કરિયાણું લેતા આવજો.
સારું લેતા આવીશ કહીને કોલ કટ કરતા બીજો કોલ આવ્યો સર મારા ઘરે આજે જમવાની વ્યવસ્થા નથી.
એક વૃદ્ધ વ્યક્તિ છું અને લોકડાઉન હોવાથી ઘરેથી બહાર નીકળી શકું એમ નથી જયદીપસિંહ ઝાલા કહ્યું ચિંતા ના કરો મારા ઘરે જતી વખતે તમને જમવાનું પાર્સલ આપતો જઈશ.
જમવાનું પાર્સલ લઇ ને એડ્રેસ પ્રમાણે ઘરે પહોંચ્યો આટલું સુંદર ઘર જોઈને મને ગુસ્સો આવ્યો કે આટલું વ્યવસ્થિત ઘર છે, અને ગરીબો માટેની જે વ્યવસ્થા કરી છે, તે ભોજન મંગાવીને ગરીબોના હકનું ખાવુ યોગ્ય નથી.
મેં કોલ કરીને તે વૃદ્ધ વ્યક્તિને બહાર બોલાવ્યા અને ગુસ્સામાં કહ્યું તમને શરમ નથી આવતી આવી રીતે ખાવાનું મંગાવતા..
ત્યારે તે વૃદ્ધ વ્યક્તિ બોલી કે હું રિટાયર છું અને મારુ ઘર પણ ભાડે આપેલું હતું તેઓ પણ તેમના ગામડે જતા રહ્યા છે, ભાડુ પણ આવવાનું બંધ છે. હમણાં ... મારે મધ્યમ વર્ગ પરિવારને ખાવાનું ક્યાંથી લાવી આપું પેન્શન પર ઘર ચાલે છે પણ આ ઘર બનાવવા માટે લોન લીધી હતી તેમાં જ હપ્તો ભરાઈ જાય છે.
દીકરો પણ હયાત નથી મારા પૌત્રને ભૂખ્યો જોઈને મારાથી રહેવાયું નહિ એટલે મેં તમને ફોન કરીને જમવાનું આપી જાવ એવું કહ્યું હતું.
હું એકલો જ આ પરિવારનો ભરણ પોષણનો આધાર છું.
મધ્યમવર્ગની શું પરિસ્થિતિ છે તમારાથી વિશેષ કોણ સમજી શકે આવું સાંભળીને જયદીપસિંહ ઝાલાની આંખમાં આંસુ આવી ગયા તેમને જે ઘર માટે કરિયાણું લીધું હતું બધું તેમને આપીને ઘરે જવા રવાના થયા..
ઘરે પહોંચતા જ તેમની પુત્રી તેમની જોડે પપ્પા પપ્પા કરતા ભેટવા આવી. તેમને કહ્યું બેટા આપણે થોડોક ટાઈમ દૂર રહેવાનું છે. તું મમ્મી જોડે અને દાદા દાદી જોડે રમ આ સાંભળીને તેમની પત્ની ખૂબ જ દુઃખી થઈ ગયા. તે બોલી ક્યાં સુધી આવી પરિસ્થિતિ રહેવાની છે.
જવાબ તો મારી જોડે પણ નહોતો..
આ ખાખીની વેદના-સંવેદના કોણ સમજી શક્યું છે. તેની તો સૌથી કફોડી હાલત હોય છે.
દરેક વિભાગના કર્મચારીઓને વીકેન્ડમાં તેમના પરિવાર સાથે સમય વિતાવવાની રજા મળે છે.
જ્યારે અમારે તો તેમની પણ સલામતી માટે 24 કલાક સજ્જ રહેવું પડે છે.
