Shanti bamaniya

Romance Fantasy

3  

Shanti bamaniya

Romance Fantasy

અજાણ્યા પ્રેમીનો પત્ર

અજાણ્યા પ્રેમીનો પત્ર

2 mins
223


કોઈને તમે અનહદ પ્રેમ કરો.હર્દયના ઊંડાણથી ચાહો. એક એવો પ્રેમ જ્યાં પામવાની કોઈ આશા નથી. બસ માત્ર એના અસ્તિત્વથી જોડાઈ રહેવું છે.. એને સાથ આપવો છે. એને સમજવું છે. બસ એની ખુશી સિવાય કશું જ નથી ઈચ્છતા તો આવી વ્યક્તિને કોઈ દિવસ તમારે એવું ના કહેવું કે "હું તને પ્રેમ કરું છું" કેમ કે જે લાગણીઓ તમારી એના પ્રત્યે છે એવી લાગણીઓ કદાચ એના મન માં ના પણ હોય.એટલે મેં વિચાર્યું છે કે હું પત્ર દ્વારા મારી લાગણીઓને વ્યક્ત કરીશ.. પછી એની ઈરછા જે જવાબ આપે.

મિસ જાનેમન જી

આઈ લવ યુ

દિલ જેની પર આવી જાય છે એ દિલનું શું કરું ? આ દિલ તો કોઈના પણ કહેવાથી ક્યાં રોકાવાનું હતું અને એટલે જ મેં તમને પત્ર લખી જ નાખ્યો છે. જ્યારથી મેં તમને જોયા છે. ત્યારથી હું તમને પહેલી નજરનો પ્રેમ કરી બેઠો છું. તમારું રૂપ, સૌન્દર્ય, તમારી અદાઓ તમારી પર્સનાલિટી તમારો વાત કરવાનો ઢંગ આ બધું જોઈને મારું દિલ ધક ધક કરવા લાગ્યું છે.

હવે તમને તો હું ઓળખતો નથી તમે કોણ છો ? તમારું નામ શું છે ? આપણે મળ્યા પણ નથી. આપણે બંને વચ્ચે કોઈ વાતચીત પણ થઇ નથી. આતો પહેલી નજરમાં તમે મને ગમી ગયા હતા તેથી તમારો પીછો કરતા કરતા તમારા ઘર સુધી હું પોહચી ગયો હતો. આમ તો હું તમને જાણતો નથી કે તમને ઓળખતો નથી એટલે આ પ્રેમનો અધિકાર તો હું ના માંગી શકું પણ આ દિલનું રોકાવા તૈયાર જ નહોતું. સવાલ એ પણ છે કે પ્રેમ કરવામા નથી આવતો પણ પ્રેમ થઈ જાય છે. કોઈની પણ જોડે, કોઈ પણ જગ્યાએ, પહેલીવાર તમને જોતા જ પહેલી નજરમાં જ તમે મને ગમી ગયા હતા. જયારથી મેં તમને જોયા છે ત્યાંરથી હું ખૂબ જ બેચેન છું. હું જાતે આ લાગણીઓને સમજવા અસમર્થ છું. હવે મારા માઈન્ડ પર મારો કંટ્રોલ રહ્યો નથી. હું જાતેજ આ લાગણીઓ સમજવામા અસમર્થ છું.

જાનેમન તમે તો બહુ જ ખૂબસૂરત છો, તમને જોઈને મારા દિલ પર શું વિતી રહી છે એ જણાવવા આપને આ પત્ર લખી નાખ્યો છે. એ પણ છુપાઈને તમારા ઘરની અડધી ખુલ્લી બારીમાંથી તમારા રૂમમાં આ પત્રને મુકી દેવાનું વિચારીને પત્ર લખ્યો છે. ખબર નહીં તમે શું સમજશો. આ પત્ર તમારાજ હાથમા જ પહોંચશે એ પણ ખબર નથી. તેમ છતાં મેં હિમ્મત કરી દીધી છે. આમ તો તમે મને જોયો ન હોય પણ મેં તમને જોયા છે. એટલે હું સમય આવતા તમારા સમક્ષ હાજર થઈશ. અત્યારે તો હું આ મારી લાગણીનો પત્ર દ્વારા જાહેર કરું છું. 

તમારો અજાણ્યો પ્રેમી.


Rate this content
Log in

Similar gujarati story from Romance