Shanti bamaniya

Others

3  

Shanti bamaniya

Others

દિલની વાત

દિલની વાત

2 mins
195


પપ્પા કેમ છો ?

લવ યુ પપ્પા તમને થોડીક દિલની વાત કહેવી છે.

મને ખબર છે આપણે ફોન પર વાત કરીએ છીએ. અત્યારના જમાના પ્રમાણે સુવિધા સારી છે પણ આ પત્ર એટલા માટે લખું છું કે અમુક વાતો એવી હોય છે કે જે બોલી શકાતી નથી પણ અભિવ્યક્ત કરવા માટે લખીને જરૂર કહી શકાય છે.

મને ખબર છે કે આ પત્રને તમે ખૂબ જ સારી રીતે સાચવીને રાખશો અને યાદ આવતા પત્ર ખોલીને વાંચવાના.

તમે મને હંમેશા હિંમતથી જીવતા શીખવાડયું છે. જિંદગી કેમ જીવવી એવું શીખવાડવાવાળી વ્યક્તિ જો કોઈ હોય તો તમે જ છો... આજે પણ મને તમારા પર એટલો જ વિશ્વાસ છે.. હું જાણું છું કે તમે મને ક્યારેય પડવા દેવાના નથી..

પપ્પા તમે ઈશ્વરથી પણ વધારે છો મારા માટે કેમ કે, ઈશ્વર પણ મારી ઈચ્છાઓ જાણ્યા પછી પૂરી નથી કરતા પણ તમેતો વગર માંગે મને આપ્યું છે.

સવાર પડે એટલે તમે મને કહેતા હતા જલ્દી ઊઠી જા આઠ વાગી ગયા છે...મારે જોબ પર જવાનું છે તું જે નોટ માંગતી હતી એ લાવી દીધી છે.. હું રાત્રે મોડો આવ્યો હતો તેથી મેં તને જગાડી નહીં. ઈશ્વરને તો હું બોલાવું તો પણ મંદિરમાંથી નહીં આવે જ્યારે તમે તો મારી ચિંતા કરતા મારો અવાજ પડતાં મારી પાસે હાજર થઈ જાવ છો. તમે તો ઈશ્વરનો સાક્ષાત સ્વરૂપ છો... આ દુનિયામાં આવ્યા પછી જીવતરના વ્યાકરણના પહેલા પુરુષ તરીકે... એક મિત્ર તરીકે.. એક પ્રેમ તરીકે...એમ સમજો કે તમે જ મારું આખું વિશ્વ છો.. આજના આ કપટના જમાનામાં મનુષ્ય બધી જ સીમાઓ વટાવી ચૂક્યો છે... કોના પર વિશ્વાસ કરું, કોના પર ન કરું એ જ નથી સમજાતું અને તેવા સંજોગોમાં મનની વાત કરવા.... તમારા આશીર્વાદ લેવા... મારી લાગણી વ્યક્ત કરવા પત્ર લખ્યો છે.

અમને તો બસ તમારા આશીર્વાદ જોઈએ બીજું કશું નહીં અમે આજે પણ ખૂબ જ મહેનત કરીએ છીએ તમે જે સંસ્કાર આપ્યા છે અને બસ તેને સાચવવાની કોશિશ કરીએ છીએ... એટલો વિશ્વાસ રાખજો કે અમે જે કંઈ પણ કરીશું એમાં બસ તમારું નામ જળવાઈ રહે અને લોકો કહેશે ના સાહેબ તમે તમારા છોકરાઓ ને ખૂબ સારા સંસ્કાર આપ્યા છે... અમારી તમે દિલથી વિનંતી છે... તમે અમારી સાથે ખુશ રહો મસ્ત રહો અમારી ભૂલોને સુધારતા રહેજો. અમને ગર્વ છે અને ખુશનસીબ છીએ કે ભગવાને તમને અમારા પિતા રૂપે સાથ આપ્યો અને અમે ખુશ નસીબ છે કે અમે તમારા સંતાન છીએ.

લિ તમારી લાડકી.


Rate this content
Log in