Shanti bamaniya

Fantasy

3  

Shanti bamaniya

Fantasy

પ્રેમ કરવાનું કારણ

પ્રેમ કરવાનું કારણ

3 mins
193


જ્યારે પણ હું પાછું વળીને જોવું છું ત્યારે મને લાગે છે, કે તેનું મળવું એક આભાસી સ્વપ્ન જેવું હતું. એ સુંદર હતું અને ઘણું જ સુંદર. . આકર્ષક. .જે પણ હોય હવે તે જોવા નહીં મળે અને તેમ છતાં મને સંતોષ છે. હું સુખી છું. એ મને પ્રેમ કરે છે. એટલો જેટલું તે કરી શકે. હા પણ હું એને પૂર્ણ પ્રેમ કરું છું. હું મારી જાતને પૂછું કે આવું કેમ છે ? તો મને જવાબ મળે છે કે ખબર નથી અને સાચું પૂછું તો કોઈ જવાબ જાણવાની મને કંઈ ઉત્કંઠા પણ નથી. આ પ્રકારનો પ્રેમ કોઈ દલીલ, બુદ્ધિ કે પછી કોઈ આંકડાશાસ્ત્રની દેન નથી. બસ આ પ્રકારના પ્રેમ ના કોઈ કારણો હોતાં નથી. આ કોઈ શરીર ઉપ૨ના પ્રેમ જેવું નથી. પહેલા મને લાગતું હતું કે મારાથી સહન નહીં જ થાય પણ હવે વાંધો નથી એ એટલો બુદ્ધિશાળી છે. ના એ પ્રશ્ન જ અપ્રસ્તુત છે કારણ કે બુદ્ધિ એ મારા પ્રેમનો માપદંડ નથી. ભગવાને એને બનાવ્યો છે એ જ પૂરતું છે એમ કરવા પાછળ ઉપરવાળાનો કોઈ ડહાપણયુક્ત હેતુ જરૂર હશે એ હું જાણું છું. તે બીજાઓને હંમેશા પહેલો વિચાર કરે એવો છે, સદા સૌમ્ય લાગણીસભર પણ છે, તેમ છતાં એ પ્રેમ કરવાનું, તેમારું કારણ નથી. એને જેવો ભગવાને બનાવ્યો છે એ એવો છે. મહેનતુ, પરિશ્રમી એટલે પ્રેમ કરું છું ? ના મારા ખ્યાલતે તે આટલી મહેનત કરે છે એ વાત પણ મારા પ્રેમ કરવાનું કારણ નથી પણ એ વાત મારાથી છુપાવે કેમ છે મને બસ એ વાતનું દુઃખ છે. એ સિવાય હવે તો એ મારી સાથે એકદમ નિખાલસ અને ખુલ્લા દિલે વાતો કરે છે તેનું સ્ત્રીદાક્ષિણ્ય પણ કારણ નથી. સ્ત્રી-દાક્ષિણ્યની ભાવના રાખવી પુરુષ જાતિની આ ખાસિયત છે,એવું કહેવાની તેઓને આદત હોય છે કે હું સ્ત્રીઓને માન આપું છું એમનું સન્માન કરું છું. આ બધા મારા પ્રેમ કરવાના કારણો નથી.

હું એને પ્રેમ કરું છું કદાચ કારણ એ પુરુષ છે ?'ના' આ કારણ પણ નથી મને એવું લાગે છે, એ મૂળ સારો માણસ છે. એટલે જ હું એને ચાહું છું, એને જોઈને હું ખૂબ ખુશ છું અને એની ઉપર ગર્વ છે.એને માગ્યું નહોતું પણ સામે ચાલી પ્રાર્થના કરું છું જીવનના અંત સુધી એની પડખે રહેવું છે. મને લાગે છે કે હું તેને પ્રેમ કરું છું માત્ર એટલે જ કારણ કે તે મારો છે. એ મારુ અનુમાન છે. આ સિવાય અન્ય કોઈ કારણ નથી અને એટલું હું વિચારું છું. આ પ્રકારનો પ્રેમ બસ થઈ જાય છે કોઈ જાણતું નથી કે ક્યારે અને કઈ રીતે થઈ જાય છે પછી કેવી રીતે થયો એ પોતે પણ સમજાવી શકે એમ નથી એવી સમજાવટની જરૂર પણ નથી આવું વિચારું છું. મારા પોતાના અનુભવોને જ્ઞાનના અભાવને કારણે મને આખી વાત સારી અને સાચી રીતે ન પણ સમજાઈ હોય તો પણ મારી પ્રાર્થના છે અમે જીવન સજોડે પસાર કરીએ, પાસેપાસે,સાથે સાથે અને અચાનક ક્યારેય અમારા બે પૈકીની એકને માટે અહીંથી કાયમ માટે વિદાય લેવાની ઘડી આવે તો પહેલા મારી આવે, કારણ કે તે બળવાન છે. એટલી હું નથી.હું એના માટે એટલી જરૂર નથી જેટલો મારા માટે એ જરૂરી છે. એના વિનાનું જીવન જીવવું નથી એ હકીકત છે. આ મારી પ્રાર્થના પણ શાશ્વત છે.


Rate this content
Log in