Shanti bamaniya

Inspirational

4  

Shanti bamaniya

Inspirational

વીરવધુ

વીરવધુ

2 mins
231


વીજળી ચમકીને પોતાની દસ્તક આપી રહી હતી. વરસાદ આવતા પહેલાની નીરવતા ચારે કોર છવાઈ ગઈ હતી. અજુગતું બનવાના એંધાણ વર્તાઈ રહ્યા હતા. આયેશાના મનમાં દહેશતથી વ્યાકુળતા છવાઈ ગઈ હતી. જરુર આજે તો કઈક અજુગતું થવાનું છે. વરસાદ ધોધમાર વરસવાનો હોય એવું લાગે છે. એટલામાં એક કુરીયરમા લેટર આવ્યો જે તેમની આખરી નિશાની હતી. બીજા દિવસે હું એરપોર્ટ પર એમને છેલ્લી વાર લેવા ગઈ હતી તે પણ એક બોક્સમાં, ખુનથી લથપથ તિરંગાથી લપેટાઈને એ આવ્યા હતા. એમનું સમર્પણ મારું સિંદુર બન્યું છે. કાલ સુધી હું આ ઘરની દુલ્હન હતી જે આજે સુહાગન બની હતી. હું તો તેમને જોઈને રડી જ પડી.રડતા જોઇને બધા જ મને સાંત્વના આપતા કહેવા લાગ્યા.

હવે તો તું એક વીરવધુ છે. વિર જ્યારે શહીદ થાય ત્યારે તે વીરવધુ કહેવાય છે. આવું નસીબ ભાગ્યે જ મળે છે. એવું સાંભળીને આયેશાને, વિશ્વજીત અને તેમણી વચ્ચે થયેલી છેલ્લી વાત યાદ આવી ગઈ. હું જ્યારે પણ શહિદી વહોરુ ત્યારે તારે મારી વિધવા તરીકે તારું જીવન નહીં જીવવાનું, કારણ કે હું અમર છું અને અમર જ રહીશ. મારી ઈચ્છા છે કે મારા ગયા પછી તારે બીજા લગ્ન કરી લેવા, તું મારી વિધવા તરીકે જીંદગી ગુજારે તે મને પસંદ નથી.

હજુ તો લગ્નના માત્ર બે મહિના થયા હતા. આ હાથની મેહદી, બંગડી,પાયલ બધું જ એમનું એમ જ પહેરેલું હતું. હવે તો આયેશાને કશું જ ગમતું નહોતું કેમ કે તેને ખબર છે કે હવે તેઓ નહીં આવે તેને તો પોતાની જાતને પણ સમજાવતા નહોતું આવડતું..

હું હવે વિર વિશ્વજીતની આખરી ઇચ્છા કેવી રીતે પુરી કરીશ. પણ પછી તેને નક્કી કર્યું કે હું પણ એક વીરવધુ છું. હું પણ મારા પતિની જેમ દેશ માટે કામ કરીશ. હું પણ આ દેશની સેવા કરીશ. સેનામાં ભરતી થઈને, દેશની સેવા કરીશ અને એક નવો ચીલો ચાતરીશ.

તેમને સેનામાં ભરતી થવાની અરજી કરી.‌ જે સ્વીકારી લેવામાં આવી. આજે તો આખો દેશ તેમને અભિનંદન આપી રહ્યો છે કે આ આયેશાના પતિ આતંકી હુમલામાં શહીદ થઈ ગયા હતા. તેમનો બદલો લેવા તેમની વીરવધુ એ સેનામાં સીમા પર પોસ્ટીગ લીધું હતું અને આતંકીઓનો ખાત્મો બોલાવ્યો હતો. તેમને વિશ્વજીતની વીરગતિ પામ્યા બાદ જે કોઇ રકમ મળી હતી એમાંથી એક સ્કૂલનુ નિર્માણ કર્યું હતું. ત્યારબાદ સરકાર દ્વારા આપવામાં આવેલી જમીન પર એક મોટું ગ્રાઉન્ડ બનાવવામાં આવ્યું હતું. જેમા જેને પણ આર્મીમાં ભરતી થવું હોય તે પરિવાર પોતાને મીલેટરીમાં જોડાવાની ઈચ્છા પૂરી કરી શકે અને ત્યાં પ્રેક્ટિસ કરી શકે.આમ વિશ્વજીત ની સાહસને ગાથા જળવાઈ રહે.

આમને આમ દિવસો પસાર થતા ગયા વિરની પાછળ વિધવા બનેલી વિરવધું આયેશાએ હવે તેમને પડછાયો બનાવીને જિંદગીમાં આગળ વધવાનો નિર્ણય કરી લીધો હતો. મનથી મક્કમ બનીને તેમની આખરી ઈચ્છા પૂરી કરવા. આયેશાએ એક આર્મી ઓફિસર જોડે બીજા લગ્ન કરીને. તેમની ઈરછા પુરી કરી હતી.



Rate this content
Log in

Similar gujarati story from Inspirational