Shanti bamaniya

Comedy Children

3  

Shanti bamaniya

Comedy Children

ચિન્ટુના વાળ

ચિન્ટુના વાળ

2 mins
165


ઘોડાસર ગામમાં વિશ્વાસ ન આવે એવો કિસ્સો બન્યો.

જેને સાંભળીને તમારી રુવાટી ઊભી થઈ જશે. 

એક છોકરો હતો ચિન્ટુ એનું નામ, એને ચિત્ર દોરવાનો ઘણો શોખ હતો. ચિત્રમાં રંગ પૂરવાનું તો એને બહુ જ ગમે, બલ્લુને એક કુદરતી દ્રશ્ય દોરવાનું મન થયું હતું. બલ્લુભાઈ તો બેસી ગયા કાગળને પેન્સિલ લઈને કાગળમાં વાદળ દોર્યા, બલ્લુભાઈથી વરસતાં વરસાદના ટીપા દોર્યા, એક સૂરજ દોર્યો, બે પહાડ દોર્યાં, પાંચ વૃક્ષો દોર્યા, એક નદી દોરી, કિનારા પર એક મંદિર દોર્યું અને હવે આ ચિત્રોમાં કલર પૂરવાની શરૂઆત કરતો જ હતો ત્યાં જ ચિત્ર અધૂરું રહી ગયું એને બહુ જ દુઃખ થયું એની આંખમાં પાણી આવી ગયું.

પણ એ જાલીમોના હાથ ના ધ્રુજ્યા. 

સવારના નવ વાગે માત્ર છ વરસનો છોકરો જે એટલો સમજદાર પણ ન હતો.

જેને ત્રણ જણાએ ઘેરી લીધો.

જાણો છો એ કોણ હતા ?

એનો સગો બાપ

એની માઁ

અને

એનો સગો કાકો !

પેલા એને મીઠી મીઠી વાતુ કરીને ફોસલાવ્યો.

અને પછી ફળિયાની વચ્ચોવચ દબોચી લીધો.

એ હાથ જોડતો રહ્યો 

અને રોતો રહ્યો 

એની ચીસ થી આસમાનને પણ શરમ આવી ગઈ, 

પણ સગા માઁ - બાપ અને કાકાએ એની એક પણ ના સાંભળી 

અને જબરદસ્તી,

પકડી લીધો.

 ચિન્ટુ તો બુમાબુમ કરવા લાગ્યો...મને છોડી દો ...મને જવા દો...કહેતો રહ્યો.

એય ચૂપ કર આજે તો તારી ભલી ચંડીને જ રહેશે.

આવા શબ્દો સાંભળી ને ચિન્ટુ ડરી ગયો અને તેની મમ્મી ને બચાવવા માટે આજીજી કરવા લાગ્યો.

'અરે મમ્મી તું ક્યાં ગઈ જો આ પપ્પા શું કહે છે, હવે તો તું જ મારો સહારો છે મને બચાવી લે મમ્મી..'

જરા ધીમેથી પકડો એને તકલીફ ના થવી જોઈએ એમ કહેતા ચિન્ટુની મમ્મી તેની પાસે તેને બચાવવા આવી પહોંચ્યા..' બેટા હું તારી જોડે જ છું તું ચિંતા ન કર તારું કટીંગ કરતી વખતે તને કશું જ નહીં થાય..થોડીક પણ તકલીફ નહીં પડે..' 

તેમના સૂરમાં સૂર મિલાવતા ચિન્ટુ ના કાકા પણ બોલી ઊઠ્યા,

"હા ભાભી હું આ ચિન્ટુ ને ફીટ પકડી રાખીશ, હલવા જ નહીં દઉં એટલે એનું કટીંગ સારી રીતે કરી શકાય.

ત્યાં પાછળથી બલ્લુભાઈનો ગુસ્સાભર્યો અવાજ આવ્યો..'

અરે ભાઈ જલ્દી પકડી લાવો મારે આ છોકરાનાં કટીંગ સીવાય બીજાં ઘણાં કામ છે.'

ચિન્ટુ રડતાં રડતાં બોલ્યો, 'એ બલ્લુ તને તારા માં ના સમ છે. જો તે મને કાપ્યો છે તો...ભગવાન પણ તમને માફ નહીં કરે.... થોડી તો મારા પર દયા કરો.... હું તમારા છોકરાનો બેસ્ટ ફ્રેન્ડ છું.... તેથી તમારે એવું ના કરવું જોઈએ.. ..નાના બાળકો તો ભગવાનની દેણ હોય છે....તેમને હેરાન કરશો તો ભગવાન તમને માફ નહીં કરે. "બિચારો ચિન્ટુ પોતાને બચાવવા કશું જ ના કરી શક્યો. આખરે તેને જબરદસ્તીથી પકડી રાખવામાં આવ્યો અને તેના વાળ કાપી નાખવામાં આવ્યા.


Rate this content
Log in

Similar gujarati story from Comedy