Shanti bamaniya

Inspirational

3  

Shanti bamaniya

Inspirational

આભાસી સોંદર્ય

આભાસી સોંદર્ય

1 min
150


કાલિન્દી પોતાના જ વિચારોમાં ખોવાયેલી છે. હું શ્યામ છુ તેથી તો આજ સુધી ઘણાનો પ્રેમ નથી મળ્યો ઘણી જગ્યાએ મને અવગણના મળી છે. મારી અવહેલના તો સતત થઈ છે. આખરે કાલિન્દી એ નિરંજને પૂછી જ લીધું કે.."તમે મને પંસદ કેમ કરી હું દેખાવે શ્યામ છું, છતાં પણ તમે મને આટલો બધો પ્રેમ કરો છો ? મને તો આ બધું જ ન સમજાય એવું આભાસી લાગી રહ્યું છે."

નિરંજન ને જવાબ આપતા કહ્યું, "કાલિન્દી તારો જોવાનો અરીસો તો જૂઠ છે મારી સામે જો તારો અરિસો તો હું જ છું, હું તને જોતાની સાથે ઓળખી ચુક્યો હતો કે સર્વગુણ સંપન્ન મને જોઇએ એવી છે તું. ભલે આ અરિસો તારી અપેક્ષા મુજબ બોલતો નથી પણ એ કોઈ દિવસ જૂઠું નહીં બોલે સુંદરતા અંદરની હોય છે. બાહ્ય સૌંદર્ય તો અવાસ્તવિક, આભાસી છે વાસ્તવિકતા આંતરિક સૌંદર્યમાં હોય છે. દીવામાં પુરેલુ તેલ એ તેના બાહ્ય આકાર છે અને એમાંથી પ્રગટેલ જ્યોત એનું અંત: તત્વ છે આપણી નિસ્બત અત:તત્વથી હોવી જોઈએ.

નિરંજનનો ઉત્તર સાંભળીને કાલિન્દી નિરુત્તર થઈ ગઈ. તે જોઈને નિરંજન હાથ ફેલાવતા કહ્યું, "જે પ્રેમની ઝંખતી હતી એ તને બે હાથ ફેલાવીને આવકારે છે અને તું હજી એ જ તારી સુંદરતા અને ઉદાસીમાં ખોવાયેલી છે."

કાલિન્દીને પોતાના ખોટાં વિચારો કરવા પર પોતાનાના ભાવ સાથે નિરંજન ને વળગી પડી.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational