Shanti bamaniya

Drama

3  

Shanti bamaniya

Drama

સગાઈ

સગાઈ

7 mins
300


"વાઉ કેટલી ખૂબસૂરત રિંગ છે.. તારી ચોઈસ તો ખૂબ જ સરસ છે."

"હા બિલકુલ પણ તારાથી વધારે નહીં.'

'એવું તો મેં નથી કહ્યું..'

'તું મારી જિંદગીની સૌથી અનમોલ ચોઈસ છે અને આ અનમોલ રિંગ તારી આંગળીમાં તારી જેમ જ ખૂબસૂરત લાગશે.'

'મારા માટે તારો પ્રેમ જ અનમોલ છે આ રિંગ કરતાં પણ તેની કિંમત ઊંચી છે.'

'રિંગની કિંમતની વાત નથી પણ મારે તને રિંગ આપવી હતી.. તારી પસંદ-નાપસંદ દરેક જરૂરિયાત બધું જ હું જાણવા માગું છું.. સમજવા માંગુ છું.. અને તેનું કારણ છે મારા માતા-પિતા તેઓને મે હંમેશાં લડતા-ઝઘડતા જ જોયા છે.. તેઓએ એરેન્જ મેરેજ કર્યા હતા... તેઓ એકબીજાની પસંદ નાપસંદ કશું જ જાણતા નહોતા અને જ્યારે તેમને લગ્ન થયા પછી સાથે રહેવાનું થયું ત્યારે ધીમે-ધીમે તેઓ દરેક વાતે લડાઈ ઝઘડા કરતા ગયા અને આખરે ડિવૉર્સ લઈને બંને છૂટા પડી ગયા..એટલે હું પહેલેથી જ આપના બંને વચ્ચે બધું જ જાણી સમજી લેવા માગું છું પછીથી કોઈ પણ પ્રોબ્લેમ ન આવે આપણું લગ્નજીવનને એક સુંદર ઉદાહરણ બને.. એક અનોખો સંબંધ બને... એવી મારી ઈચ્છા છે.. આપણા બન્નેના દિલમાં નફરત ના હોય.. બસ આપણી વચ્ચે પ્રેમ જ પ્રેમ હોય..'

એક કામ કર નિહાર....આ રિંગ તું બધાની સામે મને કાલે પહેરાવ જે... મેં પપ્પાની જોડે વાત કરી લીધી છે... તેઓ કાલે સાંજે ચાર વાગ્યે આપણે રિંગ સેરેમની ગોઠવી દેશે..'

'સારું તો કાલે હું આવી જવું છું રિંગ સેરેમનીમા હવે આ રિંગ પહેરાવીશ.'

***

તમારા વિશે મેં એવું સાંભળ્યું છે કે તમે ગમે તેવા કેસ નથી લેતા.. તેમ છતાં હું તમારી પાસે મારો કેસ લઈને આવી છું.

'હા બરાબર સાંભળ્યું છે તમે.'

' તમે આજ સુધી એક પણ કેસ હાર્યા નથી..'

'જી'

'હું ડિવોર્સ લેવા માગું છું.'

'ઓકે શું પ્રોબ્લેમ છે.'

કશું જ નહીં તેમ છતાં અમે એક બીજાથી દૂર થઈ ગયાં છીએ..

'તમે કારણ નહીં જણાવો તો હું કઈ બુનિયાદ પર કેસ લડીશ.

તેમને કોઈ જોડે અફેર છે ? દહેજની માંગણી કરી કરે છે ? મારપીટ કરે છે ?

મારી જોડે આવા બધા સબુત હશે તો હું કેસ લડી શકીશ.'

'ના મારા પતિ એવા બિલકુલ નથી.'

'તમે ડિવોર્સ લેવા આવ્યા છો કે વકીલાત કરવા.' સારુ લગ્નનો કેટલો ટાઈમ થયો ?

' એક વર્ષ પણ પૂરું નથી થયું લવ મેરેજ કર્યા હતા.' 'લવ મેરેજ પછી એવું શું બન્યું કે આવું ડિસીઝન લેવાનું થયું.'

મેં લગ્ન પહેલાં મોટા મોટા ખ્વાબ જોયેલાં હંમેશા લગ્ન પછી તૂટી જતા હોય છે... મારે પણ એવું જ થયું છે.. તેણે મારા બધા જ સપના ચકનાચૂર કરી નાખ્યા.. હું જ બેવકુફ હતી કે તેણે પ્રેમ કરી બેઠી પણ હવે મને લાગે છે કે મારાથી ભૂલ થઈ ગઈ છે હવે તેનું તો કોઈ જ ભવિષ્ય નથી.

'ઓકે તમારો કેસ ફાઈલ કરી લઉં છું તમે તમારી બધી જ ડીટેલ્સ આપતા જાવ.'

એક મિનિટ મારે એક કોલ આવે છે..

'હેલો મોના... બસ હવે હું નીકળું જ છું એક ક્લાયન્ટ આવી ગયા હતા..'

'સારું જલ્દી આવ..રિંગ સેરેમનીનો ટાઈમ થઈ ગયો છે..'

'હા હું થોડીક જ વારમાં પહોંચું છું.'

'તમારા હસબન્ડ જાણે છે કે તમે ડિવોર્સ લેવાના છો.'

'હા.'

'હાલમાં તમે ક્યાં રહો છો ?'

'એક જ છત નીચે રહીયે છીએ.'

'કેવી અજીબ વાત છે જે વ્યક્તિ જોડે તમે ડિવોર્સ લેવાના છો.. તેના જ ઘરમાં રહો છો ?'

હા પણ એમાં શું જ્યારે દિલમાં જગ્યા નથી રહી તો ગમે ત્યાં રહીએ શું ફરક પડે છે.. એક્ચ્યુલી મારા પપ્પા આ લગ્નની વિરુદ્ધ હતા.. મેં એમની વિરુદ્ધમાં જઈને લગ્ન કર્યા હતા.. જેથી તેમને મારી જોડે બધા સંબંધ કટ કરી નાખ્યા છે..‌ એટલે હું ત્યાં જઈ શકું તેમ નથી અને અમારા વચ્ચેના ઝઘડા વિશે તેમને કોઈ જ જાણકારી નથી ડિવોર્સ લીધા પછી હું બધું તેમને જણાવીશ અને પછી જ હું જઈશ..

ઓકે મેડમ આપણે થોડાક ટાઈમમાં મળીએ ત્યાં સુધી હું બધા ડોક્યુમેન્ટ તૈયાર કરી દઉં છું.

નિહારે આવું બધું સાંભળીને વ્યથિત થઈ ગયો તેને નક્કી કર્યું કે હમણાં રિંગ સેરેમની પોસ્ટપોન કરી દેવી જોઈએ... પહેલા એકબીજાને બરાબર ઓળખી લઈએ પછી જ સંબંધો આગળ વધારવા જોઈએ.. પણ હવે બહાનું શું બનાવવું.. કઈ જ સમજમાં નહોતું આવતું.

મોનાના કોલ પર કોલ આવી રહ્યા હતા...નિહારે ફોન સ્વીચ ઓફ કરીને મૂકી દીધો.

***

'સવાર સવારમાં મોના તું અહી.'

નિહાર મે તને કાલે કેટલા કોલ કર્યા.. પપ્પાને માંડ માંડ મનાવ્યા હતા અને તું આવ્યો નહીં. એવું તે શું કામ આવી ગયું હતું ?

'મારી તબિયત ખરાબ થઈ ગઈ હતી.'

'તારે મને કોલ કરીને જણાવું જોઈએ.'

'ફોનમાં બેટરી લો હોવાથી ફોન સ્વીચ ઓફ થઈ ગયો હતો. અને મને ચક્કર આવતા હતા એટલે હું ઊંઘી ગયો હતો.. તેથી હું કોલ ના કરી શક્યો.'

'તું નહીં સમજી શકે નિહાર તેઓ એક દીકરીના બાપ છે અને તેમને સામેથી મારી ખુશી માટે મારી પસંદગીને હા પાડી હતી તેઓ રાજી પણ થઈ ગયા હતા પણ તારી આવી કેરલેસ બિહેવીયર થી તેઓ ખુબ દુખી થયા છે.‌'

હવે જે થઈ ગયું તે હવે હું તેમની માફી માંગી લઉં છું.'

'તે હજુ તો પહેલી મુલાકાત પણ નથી કરી અને શું માફી માગીશ..'

'મોના તને નથી લાગતું કે આપણે આ સંબંધમાં ઉતાવળ કરી રહ્યા છીએ.. મારા ખ્યાલથી હજુ પણ એક વર્ષ એક બીજાને જાણી લઈએ.'

'આપણે એક વર્ષથી એકબીજાને જાણીએ છીએ તો શું આપણે હજુ સુધી એકબીજાને ઓળખી નથી શકયા ?'

'હું એમ નથી કહેતો જો લગ્ન થઈ ગયા પછી આપના બંને વચ્ચે તકરાર થાય અને તિરાડ પડી શકે છે.. એટલે કહું છું.'

'વ્યક્તિ કેટલો સમજદાર છે એ મહત્વનું છે તેને એ હેન્ડલ કરતા આવડવું જોઈએ... વિશ્વાસ હોવો જોઈએ.. સંબંધો તો જ ટકે છે મને એ નથી સમજાતું કે તું આવી બધી વાતો કેમ કરે છે.'

'કાલે મારી જોડે ડિવોર્સ લેવા માટે એક ક્લાયન્ટ આવ્યા હતા તેમને પણ લવ મેરેજ કર્યા હતા છતા તેમને ડિવોર્સ લેવા છે.'

'બીજી વ્યક્તિઓને ધ્યાનમાં રાખીને જજ કરવાનું રહેવા દે.'

'મારા ખ્યાલથી સમજ્યા વગર લગ્ન ન કરવા જોઈએ.. આપને છોકરાઓના આગળના ભવિષ્ય માટે આ વિચારવું જોઈએ આપણી ભૂલ તેમને પણ ભોગવવી પડશે એવું ન થાય એટલે હું એક વર્ષનો ટાઈમ માગું છું.'

સારુ અત્યારે તો હું ઘરે જવું છે મમ્મી પપ્પા ને સમજાવવા પડશે..

'સારું નિહાર હું ઘરે જાઉં છું તું હજુ પણ વિચાર કરી જો.. કારણકે મારા પપ્પા આટલો બધો ટાઈમ નહીં રોકાય..'

***

'તને ખબર જ છે હું એક મધ્યમવર્ગમાંથી આવું છું.. મારી સેલરી પણ ઓછી છે.. અને તારે એટલામાં જ ચલાવુ પડશે... હું એક ઈમાનદાર ઈન્સાન છું... એમાં હું ક્યારેય બાંધછોડ નહીં કરું... મેં તને એ વખતે પણ કહ્યું હતું હજુ એક વખત વિચારી લે પણ તે કહ્યું હતું મને વાંધો નથી હું તને પ્રેમ કરું છું.'

'હા મેં કહ્યું હતું પણ એ મારી ભૂલ હતી હતી.. મને નહોતી ખબર કે તું તારી ખુદ્દારી, ઈમાનદારી પકડી રાખીશ અને આ રીતે જીવીશ.. આવી જિંદગીને પસંદ કરીશ.. જેનાથી ક્યારેય આગળ નથી વધાતુ. હું મારા પપ્પાની એકની એક દીકરી છું, તેમને મારા એકાઉન્ટમાં પૈસા જમા કરી રાખ્યા છે.. તું તારા પોતાના બિઝનેસ માટે વાપરી શકે છે.'

'પણ હું એમ નથી કરવા માગતો તારા પૈસા છે તું વાપર અને મે તને ક્યારેય રોકી નથી.'

લોકો એ નથી જોતા કે કોના પૈસા છે..કોના પૈસાથી બિઝનેસ કરે છે.. કોના પૈસાથી આગળ આવે છે ..બસ એટલું જોશે કે તારી જોડે પૈસા કેટલા છે.. કેમ મારા પૈસા લેવાથી તારો પુરુષઅહં ઘવાય છે,બીજા લોકોને આની કોઈ જ પડી નથી... હું તને કહું છું ...પછી તારે બીજાનું શું જોવાનું... આજકાલ તો બધી જગ્યાએ દોલતની રિસ્પેક્ટ થાય છે.. એ તું કેમ સમજતો નથી..'

"તારે ખાલી દોલત જોઈતી હોત તો તે મારી સાથે લગ્ન જ કેમ કર્યા.. તું પહેલેથી જ મને નહોતી ઓળખતી ! તે તારી લાઈફ જાતે પસંદ કરી હતી.. મેં તને જબરદસ્તી કેદ નહોતી કરી અને હજુ પણ તું આઝાદ છે.'

હા સાચું કહ્યું... મેં તને પ્રેમ કર્યો એ સૌથી મોટી ભૂલ છે.'

'પણ હજુ તુ ડિવોર્સ લેતા પહેલા એક વખત વિચારી લે હું તને પ્રેમ કરું છું અને કરતો રહીશ મારી લાઈફમાં તારા સિવાય બીજું કોઈ જ નહીં આવે.'

મેં તારા માટે મારા પપ્પાનું ઘર છોડી દીધું અને તું તારી ખુદારી નથી છોડી શકતો.. આપણે એક જ તો જિંદગી મળે છે.'

'જો સોમયા તારે કોર્ટમાં પણ જવાની જરૂર નથી કેમકે હું જેવી રીતે તારી લાઈફમાં આવ્યો હતો.. એવી રીતના પાછો જતો રહીશ...મેં મારો સામાન પેક કરી લીધો છે, તું તારી જિંદગી જીવવા માટે આઝાદ છે.. હું તને કોઈ પણ રીતે હેરાન કરવા નથી માંગતો.'

***

'હેલો નિહાર હું મોના બોલું છું..પપ્પાએ મારું બીજે નક્કી કરી દીધું છે.'

'મારા ખ્યાલથી આપણે હજુ રાહ જોવી જોઈએ.'

'હવે એ શક્ય નથી.. કેમકે તું હંમેશા કન્ફ્યુઝ જ રહે છે અને લગ્ન થયા પછી પણ તું આવી રીતે કન્ફ્યુઝનમાં રહીશ તો જિંદગી કેવી રીતે જીવાશે.. એટલે મેં તને છેલ્લી વાર આ કહેવા કોલ કર્યો હતો,કે પપ્પાએ મારું બીજે નક્કી કર્યું એની પરમિશન મેં પણ આપી દીધી છે.'

આવું કહીને મોનાએ કોલ કટ કરી દીધો અને બીજા કોલની રિંગ વાગી..

'હેલો મિ.‌ નિહાર.. હું કેસ પાછો લેવા માંગું છું.'

' પણ તેનું કારણ શું ?

મારા ખ્યાલથી હું ખોટી હતી આપણે હંમેશાં બીજાની નજરથી સામેવાળાને જજ કરીએ છીએ, અને તેની જિંદગીમાં બદલાવ લાવવાનો ટ્રાય કરીએ છીએ.. જે ન કરવું જોઈએ... જે જેવું છે એવું જ રહેવા દેવું જોઈએ.'

'સાચું કહ્યું તમે હું મારો મુકદમો મારી જાતે આજે હારી ગયો છું.. કારણ કે મેં મારી સ્ટોરી બીજાની સ્ટોરી પર આધારિત રાખીને મૂલવી હતી.'.


Rate this content
Log in

Similar gujarati story from Drama