Hurry up! before its gone. Grab the BESTSELLERS now.
Hurry up! before its gone. Grab the BESTSELLERS now.

Priti Shah

Fantasy


3  

Priti Shah

Fantasy


કેસૂડાનો રંગ

કેસૂડાનો રંગ

2 mins 12.2K 2 mins 12.2K

અસ્તવ્યસ્ત વાળ, ચકર-વકર આંખો જાણે કશું શોધી રહી. થોડીકવાર સુધી આખું ગામ એને આમ જ જોઈ રહ્યું. આ બધી વાતોથી અજાણ નિરજા આખા ગામમાં બાવરી બનીને ફરી રહી. જ્યારે બધાંની હસી એનાં સુધી પહોંચી ત્યારે તે એકદમ ચમકી. દોડીને ઘરમાં ભરાઈ. દરવાજાની સાથે તેને તેની આંખો પણ સજ્જડપણે બંધ કરી દીધી. ફરીથી એ એનામાં ખોવાઈ ગઈ.

થોડીકવાર પહેલાં જ બનેલી ઘટનાનું ચિત્ર માનસપટ પર તરી આવ્યું. એને અબીલ-ગુલાલથી રંગી દીધી હતી. રંગોથી બચવા એ ભાગી, તો એની પાછળ પીચકારીમાંથી સરરરરરર કરતું પાણી છૂટ્યું. કેસરી રંગે એની ઓઢણી ભરાઈ ગઈ. તેનું તન-મન કેસુડા રંગે રંગાઈ ગયું. હરખાઈને પાછું વળીને જોયું, તો આ શું ? એ રંગનાર ક્યાં ? 

 ઝાડ ઉપરથી કંઈક અવાજ આવી રહ્યો. ઉપર દ્રષ્ટિ કરીને જોયું તો શાંત ચિત્તે, મંદમંદ મુસ્કુરાઈ રહેલાં મનમોહક મુખે તેનાં મનને હરી લીધું. એનું ચંચળ ચિત્ત સ્થિર થાય તે પહેલાં જ તેની વાંસળીનાં મધુર સૂર રેલાયાં. આંખો બંધ કરી તે ક્યાંય સુધી તેમાં ખોવાયેલી રહી. 

વાંસળીનો અવાજ બંધ થતાં તેને આજુબાજુ નજર કરી. "કદંબની ડાળ પર બેસી વાંસળી વગાડતો નટખટ, નંદકુંવર ક્યાં જતો રહ્યો ? હમણાં તો તે અહીંયા જ હતો. હજુ એટલો દૂર પણ નહિ જ ગયો હોય કે હું એને પકડી ના શકું." એમ સમજી એની પાછળ દોડી.

"નિરજા, નિરજા, ઊઠી જા બેટા, કોલેજ જવાનું મોડું થાય છે. પછી રોજની જેમ નાસ્તો કર્યા વગર જ જતી રહેશે. ખબર નહિ આજકાલનાં છોકરાંઓ શું કરશે ? સમયની કોઈ કિંમત જ નથી. રાત્રે મોડા સુધી મોબાઈલ ને સવારે ઉઠવામાં આળસ." મમ્મીનો બબડાટ ચાલુ જ હતો. 

"શું મમ્મી, તું પણ સવાર-સવારમાં તારું લેકચર શરૂ કરી દે છે. આજે તો હું એને પકડી જ લેવાની હતી ને તું આમ વચ્ચે.."

"ઓહ ! તો આજે ફરી પેલો નટખટ તારા સ્વપ્નમાં આવ્યો હતો. એમ ને ? કૃરરરર.. ષ્ણઅઅઅ..પ્રેમીઈઈઈ..જરુર ગયા જનમમાં તું એની ગોપી હશે. એટલે જ તું એની પાછળ પડી ગઈ છે." નિરજાની મમ્મી એની બાજુમાં બેસીને માથામાં હાથ ફેરવતાં બોલી.

"જો મમ્મી, હું શું હોઈશ ? એ તો મને ખબર નથી. પણ હા, આમ સવાર-સવારમાં મીઠાં-મધુરાં સ્વપ્નાં આવતાં હોય ને ત્યારે તું એમાં ખલેલ પહોંચાડે છે ને, એટલે ગયા જનમમાં તું જરુર મારી દુશ્મન હોઈશ." નિરજા એની મમ્મીનાં ખોળામાં માથું મૂકતાં બોલી. 

"બસ, બસ હવે બહુ થયું ચાલ, તું તારી વાતોમાં મને પણ ગૂંચવી દે છે. મોડું થઈ ગયું છે. તું જલ્દીથી તૈયાર થઈને આવીજા, રોજની જેમ આજે પણ નાસ્તાનો ડબ્બો પેક કરી દઉં છું." 

તૈયાર થઈને પર્સ હાથમાં લેતાં બધું બરાબર છે કે નહિ તે ચેક કર્યુ. પર્સમાં રહેલી કૃષ્ણની છબીને અંદર જ રાખીને નિહાળતાં એ બોલી, "તું આમ, રોજ-રોજ મને છેતરવાનું બંધ કર. આ વખતે તો તને જવા દઉં છું હોં.. ફરી વખત.."

"ફરી વખત શું હેં.." બોલીને એ હસી પડ્યો.

"નિરજા, જલ્દી કર બેટા." 

તેનું હાસ્ય તેની મમ્મીનાં અવાજમાં ભળી ગયું.


Rate this content
Log in

More gujarati story from Priti Shah

Similar gujarati story from Fantasy