STORYMIRROR

"Komal Deriya"

Drama

1  

"Komal Deriya"

Drama

કેમકે હવે હું તને ભૂલી ગઈ છું

કેમકે હવે હું તને ભૂલી ગઈ છું

1 min
101

તને ખબર છે હું તને ભૂલી ગઈ છું, 

આજે મે મારા બધાજ પાસવર્ડ બદલી દીધા જે તું હતી, 

ગેલેરીમાંથી તારા ફોટા પણ હટાવી દીધા,

હું એમ સમજતી હતી કે તું કામમાં વ્યસ્ત હોય એટલે મારાથી વાત નથી કરતી પણ એટલું કેટલું કામ કે ઓનલાઈન હોય તોય મને જવાબ ના આપે, 

મે ક્યારેય કહ્યું નથી કે મારાથી વાત કરો પણ ક્યારેક તો મિત્રતા ખાતર તો યાદ આવે કે ના ?

પણ આ શું કહ્યું મે ?  મિત્રતા

ગાંડી થઈ ગઈ છે કે શું ?

એ બધું બરાબર પણ હું તારી મિત્ર તો નથી એ નક્કી 

ભલેને પછી તું મારી જિંદગી જ હોય, 

તારો એક ઈશારો થાય ને આ અક્કડ કોમલ પણ દોડી ને કામ કરી દે, 

પણ સોરી હવે એ શક્ય નહી થાય,

કેમકે જરૂર પડે ત્યારે યાદ કરે એવા તો અઢળક લોકો છે મારી મહેફિલમાં, 

હા તારું કામ તો થઈ જશે જે તે કહ્યુંં હશે પણ સાંભળ એ કોમલ કરશે તારી મિત્ર નહી કરે, 

દોસ્તી ને ખાતર તો હવે તારા માટે હું કંઈ જ નહી કરું, 

કેમકે મને તારી પાસેથી કંઈ જ નહોતું જોઈતું મેં બસ થોડીક ક્ષણો માંગી હતી મારી વાતો સંભળાવવા પણ તને એમાં રસ નહતો તો બસ હવે એ બકબક ક્યારેય સાંભળવા પણ નહી મળે, 

કેમકે મને તારી વાત નું કે ગુસ્સાનું ક્યારેય ખોટું ના લાગતું પણ તે તો ગુસ્સો કરવાનું પણ છોડી દીધું, 

હવે મને ફરક નહી પડે તારા નામથી, અવાજથી, ગુસ્સાથી,  

કેમકે હવે હું તને ભૂલી ગઈ છું.


Rate this content
Log in

Similar gujarati story from Drama