rekha shukla

Drama Action Children

3  

rekha shukla

Drama Action Children

કબસ્કાઉટમાં

કબસ્કાઉટમાં

8 mins
220


સરસ બાળપણના દિવસો કબસ્કાઉટમાં...!!

યાદ છે ત્યાં સુધી કબસ્કાઉટ માં હતો ત્યારે હું આઠ નવ વર્ષનો હોઈશ. હા, એનો યુનિફોર્મ પહેરીને પહેલા દિવસે તો ઘરમાં જ ટ્રાયલ શો થયો. ઘડી વાળીને મૂકી દીધો. સમરનું વેકેશન ને ઉપરથી આ કબસ્કાઉટમાં મારા સાથીદારો સાથે ૧૪ દિવસની શિબિરની મજા. અમારા ટૂકડી ના આગેવાન અશ્વિનસર પણ એટલા જ ઉત્સાહિત ને આનંદિત હતા. બધા ને એકસરખા ઊભાં રાખવામાં આવ્યા. સર નો હુંગમતીલો તેથી બાજુમાં જ ઊભો રાખ્યો. સૌથી ક્યુટ ને બકુડો હું પણ મહેનતુ ને બધાથી વધુ મદદમાં હું આવતો. ગામની બહાર સ્કૂલ બાંધવાની હતી જગ્યા વિશાળ હતી. ગોળ કુંડાળામાં બધાના ટેન્ટ બંધાતા. અમે બધા ભેગા થઈ એક ખૂણામાં સિમેન્ટ-ધૂળ ને સૂકા ઘાસનું ભૂસુ ભેળવી ઈંટો બનાવી સૂકવા મૂકતા, સૂકાઈ જાય એટલે પાયાની ડિઝાઈનની ફરતે મૂકવા જતા. ખબર નહોતી કે કોણઆ સ્કૂલ માં જાશે અમારા માંથી પણ હોંશે હોંશે પોતે બનાવેલી ઇંટો ગોઠવવાનો આનંદ મને પૂછો તો અદકેરો હતો. દોડી દોડી ને બીજાની પણ મૂકી આવતો, મદદ કર્યાનો વધારે આનંદ !! કોઈ ધીમે ધીમે કામ કરતો કે અટવાઈ ગયેલો જોઈ તેને મદદ કરતા સમજાવતો જો આમથાય પછી આમ કરજે...પછી સૂકાઈ જશે. ટેન્ટના કુંડાળામાં મોટુ મેદાન એમાં વચમાં બોનફાયર થાય રાતના. બધા નાના-મોટા લાકડા ભેગા કરી તાપણાંમાં વાતો ગીતો ને રમતો રમાય. બધા ટેણીયાઓ ભેરૂની જેમ આનંદ કિલ્લોલ મોડી રાત સુધી કરીએ. સવારે ઢીંચણવેત પાણીમાં બધા લાકડાંના હોડકાં ત્રણેક ભેગા ઉંચકી નદીએ લઈ જઈ કનુઇંગ કરીએ... બોટીંગ કો કે હોડી હંકારી ભૂસકાં મારી નાહી ધોઇ હોડકાં માથે ઉંચકી પાછા ફરીએ. અશ્વિનસર ને મગનકાકાએ બનાવેલો બ્રેક્ફાસ્ટ ઝાપટીએ. બ્રેકફાસ્ટમાં અમને બ્રેડ બટર દૂધને થેપલાં લંચમાં બટેકાનું શાકને વધારેલી ખિચડી ... મજાનું વર્ણન સાચું કહું તો અનુભવો તો સમજાય.

 આ બધુ ધર છોડીને ઘર જેટલો ખોરાક, વ્યવહાર લગભગ બે ત્રણ વર્ષ ચાલ્યો. પછી બાપુજી સાથે દરિયા કિનારે ફરતા અમે ભાઈ બહેનો સિલ્વર સેન્ડમાં બેસી કેટલીય વાતો કરતા ધૂળમાં આડા પડી મોટા ચમકીલા તારલાંઓ જોતા. એકદમ ચોખ્ખા વાદળી પાણીમાં શંખલા વીણવાની મજા ને મોજા સાથે ઉછળતા મોટે મોટેથી હસતા રમતા નીકળીએ ને પવન પણ હુંફાળો જે વાય બે પાંચ મિનિટે કપડાં વાળ ક્યારે સૂકાઈ જાય તે ખબર પણ ન પડે. ચડ્ડીમાં સાચવેલા ૧૦ શિલિંગની ચિપ્સ એના ઉપર લીંબુ,મીઠું મરચું ભભરાવીને મજા માણતા ભરમાંથી પાછા આવતા. રસ્તામાં કાચીકેરી ના ખેતર આવતા. ઓબ્વીયસ્લી બધાને ભાવતી તેથી પત્થર મારી પાડી લેતા. ક્યારેક ગુસ્સે થયેલો માળી લાકડી લઈ પાછળ પણ પડતો. હા,હા,હા, હસતા અમે ભાગી જતા, મગનકાકા વર્ષો સુધી સક્રિય રહ્યા પણ અશ્વિનસર મને યાદ છે ત્યાં સુધી હાઈસ્કૂલ પતાવી તે પહેલાજ દેવલોક પામેલા. પણ હવે જ્યારે નવરો પડ્યો ત્યારે અરિસે જોયું કેવા સરસ બાળપણના દિવસો હતા તે.

નિવૃત્ત થયા પછી સક્રિયતા ને ક્ષમતા વધે તો તો ખૂબ ખૂબ સારું અને આળસ ને બિમારી વધે તો ખાટલો પકડાઈ જાય. યુવાનીમાં જગત બદલવાની ઈરછા થઈ હોય પણ જો નિવૃત્તિના સમયે પરિપક્વ થયેલી સમજ ને કુશળતા કામ કરાવવાની હશે તો યુવા વર્ગ ના સહકારથી જરૂર જગતમાં કંઈકતો થશે જ. પ્રદ્યુમનભાઈ ને બાળપણમાં ના મળ્યું તેથી નહી પણ આ સમયનો સદઉપયોગ જો કરાય તો ? કંઇક નવું શિખાય તો ? વિચાર આવતાવેંત જ તેમણે કમ્યુનિટિ કોલેજમાં આર્ટ ક્લાસિસ ચાલુ કરી દીધા. શ્રૄતિએ પોતાનો એક બુટિક સ્ટોર ખોલ્યો...કે જેમાં જૈમિનની મદદથી કસ્ટમ મેઈડ આઉટફીટ્સ તૈયાર થાય છે, ને ઉપરથી માંગ્યા ભાવનાં પૈસા પણ મળી જાય છે. આ બંને ના લગ્ન પણ એરેંજ મેરેજ જ હતા, એક બીજા ને માંડ માંડ જોયા ને તાત્કાલિક લગ્ન લેવાયા. હા એ વાત સાચી કે બમણી સ્પેસ રાખવા છતાં બંને ખૂબ નજીક હતા...!! આઈમીન બંને ઉપર આંગળી ના ચિંધાય તેવા એમના વિચારો ને આચરણ ના લીધે બંને તોખુશ હતા જ ને ઘરમાં પણ બધા હેપ્પી હતા. દાદી-નાની મામા-ફોઈ માંથી કોઈને કોઈ રીટાયર્ડ થવાની ઉંમર પેહલા ઉપર સિધાવી ગયેલા. બંન્ને ના પથદર્શકો કંઈક ચિન્હો જણાવી ગયા. હા, આમ જ દુનિયા માંથી જીવન સંધ્યા ટાણે થોડુંક શાણપણ આવે જ છે.

જુવાનીયાઓ હેલ્થ કોન્શિયસ બન્યા છે...ને સ્ત્રીઓ એ અગ્રેસર રહી નેતૄત્વ જાળવી કરી દેખાડ્યું છે. પ્રવૃત્તિમાં રચ્યા પચ્યા નિવૃત્તિ મળેએથી વિશેષ શું છે..!!કૄષ્ણકાંતે દસ દસ વરસ કમ્યુનિટિમાં સર્વીસ કરી ને હા ફૂડ પેન્ટ્રીમાં આગલી હરોળ માં પ્રાધાન્ય પામ્યું છે. નબળા મનને હૃદયના શ્રધ્ધાના સુમન ઓટલે..તે આર્થિકતા માં સધ્ધરતા પ્રાપ્ત થતા જ આગેકૂચ કરી છે. શોભના એ હજુ છોત્તેર વરસે પણપોતાનું શરીર સાચવી રાખ્યું છે...!! દરેક ના પ્રાયોરિટીઝ ભલે રહી ડિફરંટ પણ પ્રવૃત્તિ માં ખુશ છે. ઇશ્વર કરાવે આપણી પાસે તેનાકામો...રાજીપો રાખી ખુશી ખુશી કરીએ. આરામ કમાને નિકલા હુ આરામ છોડ કર .. તુ મેરા સાથ બસ મુજે દે દે. કહીં કિસી આંગન મેંરોશની, હંસી, ખુશી ઔર સુકૂન આપસ મેં ગપ્પે લડાતી હોતી... ! બસ હમણા વાંચન છૂટી ગયુ છે અને પોસાય એવું એ નથી રહ્યુ.....ઘરની લાઈબ્રેરી એકવાર તારી ભાભી એ કોથળો ભર્યો ...ઓહ મારા જીવ થી એ જ્યાદા વ્હાલા હતા તે પુસ્તકોએજ સમયે સ્કૂલ નીલાઈબ્રેરી મા મોકલી આપ્યા.....હવે નવા જનમ મા નવા વસાવીસ અને વાંચીશ....કઈ કઈ રીતે શું નુ શું છૂટી જાય છે જીવનમાં ક્યારેકયાદ કરો તો લાગે ખુદ થી ખુદ છૂટી જાય ને ખુદ ને પણ ના ખ્યાલ રહે ને કઈ રીતે મન મનાવી લેવાનુ કે ગુજારે જે શિરે તારે જગતનો નાથ તેસહેજે ને ગણ્યું જે પ્યારું પ્યારાએ અતિ પ્યારું ગણી લેજે...અરે પણ કઈ રીતે..?? આવી આસું લૂછવાની તક ને હાથમાં પાલવનો છેડો રહીજાય..ને આખેઆખા વ્યક્તિ જ ગાયબ થઈ જાય...ભર જવાની માં કેન્સરમાં કિમો પતાવીને ઉભેલી છોકરી ને કોઈએ જઈને કીધું નહીં હોય કે યુ આર બ્યુટીફૂલ !! હેય પ્રિટી વુમન ! હા નન્દિની પણ મારી એક હુનહાર વિદ્યાર્થીની જ હતી...કેન્સર મુક્ત હતી હવે... હું શિક્ષક છું મારા દરેકે દરેક વિદ્યાર્થી ને નામ થી જાણું છું ...આ જે ફરી વાર રિધ્ધિને માતા-પિતાની સહી કરી લાવવા કીધું છે..ને સહી ને પૈસા લીધાવિના પાછી ફરી છે...સમજાતું નથી આ છોકરીને, બધાની ફી ને પ્રવાસ ના પૈસા આવી ગયા...અરે રિધ્ધિ આજે પણ ! પપ્પાબહાર ગામહોય તો મમ્મી ની સહી ચાલશે..."અરે પણ મને મમ્મી નથી સાહેબ..".શું હું મારા વિદ્યાર્થીને રીયલી જાણું છું ! સ્કૂલે થી ઘરે જવાનું મોડું નાથાય તો આજે રિક્ષા લઈ લઉ છું બોલાવું તે પેહલા એક રિક્ષાવાળો સામે થી બોલે છે ચાલો સાહેબ ! ને હું અડધે પહોચું તે પેહલાબોલ્યો...તમે મને ના ઓળખ્યો ને?? હું ધ્રુવમાણેક !! આપનો ચહિતો ...ભૂલી ગયા મને? અરે પણ ધ્રુવ આમ રિક્ષા કેમ ચલાવે છે તું..? શુંકરું સાહેબ કોલેજ માંડમાંડ પતાવી પણ તે પેહલા મા બિમારીમાં ને પિતાજી એક્સીડન્ટમાં દેવલોક પામ્યાં. ને લાગવગ વગર કે લાંચ વગર જોબ ક્યાં મળે છે...આ તો મારી બહેન ને હું, ટ્યુશન કરી કરી ને બચાવેલ તેમાંથી આ રિક્ષા લઈ લીધી છે...મહિનો પૂરો પડી જાય છેઉછીના વિના...લ્યો આપનું ઘર પણ આવી ગયુ ..."મને ના શરમાવશો સાહેબ ફરી ક્યારેક આવજો મારી રિક્ષામાં ...! "એક પણ પૈસોલીધા વગર ચાલ્યો ગયો ને હું અવાચક જોતો રહ્યો ..આખા વર્ગમાં તાળીઓના ગુંજ થી વધાવતા વિદ્યાર્થીઓ મારા ક્યાં ક્યાં ને કઇ દશામાં હશે......યુનિફોર્મ માં આવતા સધળાં ભૂલકાં ક્યાં ખોવાઈ ગયા !!

વર્ગખંડમાં બેઠો છું ખાલી ઓરડો મને ચૂપચાપ કહે છે...આજે મન ભરીને મળી લેવું છે??? આજે મને અંકુર પણ યાદ આવ્યો. તે ખૂબ હોશિયાર હતો. સાયન્સ માં ઠક્કર સાહેબ કેહતા કે આ છોકરો તો એવા એવા સવાલો પૂછે છે કે તેના જવાબ મારે ખોળી નેઆપવા પડે છે તે જરૂર સાયન્ટિશ્ટ બનશે. દરેક ના સંજોગો ને કેટલું આગળ વધવાની ધગશ છે તે પર જ બધું નિર્ભર છે..કેમ કે ઇરછા કે મન વગરમાળવે ના જવાય. ને આવું કંઇક લખાયું કે ભડભડ ઇરછા બળે ને દાગ એના જીવનભર દુઃખે. ને મળ્યા પછી રેતમાં મળ્યા મને રતન જાણે,, લો કરો તમતમારે ચમત્કાર ની વાત!! અંકુર... આમ અચાનક મળે હૈયે અંકુર થઈ ભળે મંદ પવન ની પળે અડકી અડકીને છળે ઢેંફા માંનીરજકણે સુગંધ થઈ ને બળે પ્રશ્નો પૂછી પૂછી ને કરવાની રહે છે ગર્ભ થી ભૂગર્ભ ની યાત્રા. આજે અંકુર 'નાસા' માં કામ કરે છે અને ખુશ છેતેવા સમાચાર મળ્યા ને આનંદ થયો ચાલો જીન્દગી તો એક યાત્રા છેકોણ ક્યારે ને કયા કારણે ક્યાં મળે છે ને છૂટા પડીએ છીએઉપરવાળો જ જાણે છે. બારીની બારે ડાળીએ ડાળીએ ઝુમ્મર થઈને ઉગ્યા ટીંપા વરસાદના ને હું ખોવાઈ ગયો પ્રકૃતિના સૌંદર્યમાં. વાહ, તુંમહાન ને અંદર બહાર તું જ !! હું સ્તબ્ધ નજરે ફૂલો ને તાંકી રહ્યો હતો. ધીમે ધીમે વાદળાંઓ વિખરાતાં જોઇ રહ્યો ને ત્યાં તો ઉઘાડનીકળ્યો ને આવ્યો સૂરજ આભમાં ...નમસ્કાર કરતા આ વર્ષે ભૂલકાંઓ ક્લાસ માં કેવા હશે તેના વિચારે ચડ્યો. આજે સ્કૂલનો પેહલોદિવસ બધા યુનિફોર્મ માં... આંખોમાં ઉત્સુકતા, ડર ને ખુશી લઈને પ્રવેશસે ને હું તેમનો શિક્ષક નહીં એક બાળક બની ને જોઈશ..બધુંમારા અતિત સાથે જ તો છે સંકળાયેલું તે વાગોળીશ.ઉદાહરણો આપતા થાકીશ નહીં ને પ્રેમથી સૌમાં ભળીશ. ત્યારે દરવાજામાંથી એકઢીંગલી પ્રવેશી...પાછળ પાછળ બીજી !

એમની આંખો ચમકતી હતી. નિર્દોષતા ને કુતુહુલતા બંનેમાં છલકાતી હતી. આવી ને આગલી બેંચ પર બેસતા જ મીઠુ હસી..હું જાણે કેમ પણ ખીલી ઉઠ્યો..!! નમસ્તે કરતા દિયા ને રિયા મને ટૂકુર ટૂકુરજોઈ રહ્યા. ને નવી સ્કૂલબેગમાંથી નવી નોટબુક કાઢી ને વાળ ખસેડીને બેઠી. ત્યાં માઈક પર પ્રિન્સિપલે જાહેરાત કરી કે સ્કૂલ બંધ થાય છે ને સૌ બાળકો પોતપોતાના ઘરે જાય. દરેક ના માતા-પિતા ને જલ્દી ફોન કરીને જણાવો....માસુમતા વિલાઈ ગઈ ને ગભરાહટ ઘેરી વળી. વિચારોની રખડપટ્ટી માં એકદમ બ્રેક આવી શું થયું સમજાય તે પહેલા તો ધડાકો સંભળાયો ને એક હું સફાળો બંને ને લઈને બારીથી આઘો ખૂણા માં સંતાયો. મૌન આંખો રડતી હતી ને પૂછતી હતી કેશું થઈ રહ્યું છે, કોઈ પેરેન્ટ ગ્રાઉન્ડમાં ગભરાયેલું ચીસો પાડતું હતું અને તેના બાળક ને કોઈએ પકડી રાખેલું ને તેણે મોઢા પર બુકાની બાંધેલ ને માથે હેટ પેહરેલી એની મોટીમોટી લીંબુની ફાડ જેવી આંખો લાલ ઘૂમ હતીને ગુસ્સામાં તેના બાળક ને નહીં લઈ જવા દે તો આખી દુનિયા ખત્મ કરી નાંખીશ તેમ રાડો પાડતો હતો. હજુ સુધી બાજી બગડી નથી પણ વધુ કંઈ થાય તે પેહલા બીજા એક ફાધરે તેના ઉપર આક્રમણ કરી તેને નીચે પાડ્યો..તેની બંદૂક તેનાથી દૂર પડી હતી હવે બીજા ત્રણ ચારજ્ણાએ સાથે હુમલો કરી તેને પકડી રાખ્યો નેબાળક બચ્યું ત્યારે હાશ કારો થયો...બે મિનિટમાં તો શું નું શું થયું ને હું ફાટી આંખે બારી બહારનું આ દ્રશ્ય જોઈ રહ્યો...વાહ, વાહ મનુષ્ય નું સર્જન ને તેની ખામીઓથી ભરેલી દુનિયા..!! પેરેન્ટ્સ ના પ્રોબ્લેમ માં બાળક નો મરો થતો જોઈ દિલ દ્રવી ઉઠ્યું કે ઘર ના પ્રોબ્લેમ ઘરે જ સોલ્વ થતા હોય તો...!! ને આમાં બીજા બધાનો શો વાંક ? ન કરે નારાયણ કંઈ અણબનાવ બની ગયો હોત તો...? મન ને દિલ નેકઠ્ઠણ કરી બંને ને તેમની બેંચ પર બેસાડી શાતા આપી..ગેરંટી આપી કે હું છું કંઈ નહીં થાય હોં ! હું સમાજ નો હિસ્સો બાળકનું કરું ઘડતર દેશનું મસ્તક કરું ઊંચું પણ આવા હથિયારો ની સામે કઈ રીતે નિહથ્થે કરું પ્રયાસ..! સ્કૂલ માં હવે સિક્યોરિટી વધશે ને આવા કોઈ બનાવ નહીં બને તે માટે પેરેન્ટ-ટિચર્સ મીટીંગ પણ ભરાઈ ને એમાં કર્નલ શર્મા આવેલા. બે શબ્દ નહીં પણ મોટું લેક્ચર આપતા બોલ્યા..તમારા બાળકોને મિત્રોની જરૂર નથી તમે તેના મા-બાપ બનીને રહો. વ્હોટ અ ફર્સ્ટ ડે ઓફ સ્કૂલ..હવે આવું ત્યારે ધ્વજવંદન કરીશું સાથે. ને બાળકોને બ્રેવ બનવાનું કહીને શર્મા રવાના થયા ત્યારે તાળીઓ ગૂંજી ઊઠી.


Rate this content
Log in

Similar gujarati story from Drama