Rahul Makwana

Tragedy Inspirational Thriller

4  

Rahul Makwana

Tragedy Inspirational Thriller

કબડ્ડી

કબડ્ડી

5 mins
117


સમય : સવારનાં 6 કલાક

સ્થળ : આકાશ પ્રજાપતિનું ઘર.

  આજે આકાશ ખૂબ જ ખુશખુશાલ લાગી રહ્યો હતો, તેનાં મનમાં એક અલગ જ પ્રકારનો અનેરો આનંદ છવાયેલ હતો, જીતનો નશો જાણે આકાશની રગેરગમાં ફેલાઈ ગયો હોય તેવું લાગી રહ્યું હતું, જે સ્વાભાવિક પણ હતું. કારણ કે આકાશ પોતાની કોલેજની કબડ્ડી ટીમનો કેપ્ટન હતો, અને ટીમનાં કેપ્ટન તરીકે તે ટીમને સેમી ફાઈનલ સુધી પહોંચાડવા સફળ રહ્યો હતો. પોતાની કબડ્ડી ટીમને ફાઇનલમાં જીત અપાવવી એ જ આકાશનું સપનું હતું.

  આથી આકાશ જલ્દી જલ્દી નાસ્તો કરીને કોલેજ કેમ્પસમાં આવેલ મેદાન કે જ્યાં કબડ્ડી ટુર્નામેન્ટનું આયોજન કરેલ હતું, ત્યાં પહોંચવા માટે ઘરેથી નીકળી છે અને થોડીવારમાં તે કોલેજે કેમ્પસમાં પહોંચી જાય છે, જ્યારે આ બાજુ અન્ય ખેલાડીઓ આકાશની રાહ જોઈ રહ્યાં હતાં, આથી આકાશ કબડ્ડીનાં મેદાન પર પહોંચીને તેની ટીમનાં ખેલાડીઓને થોડીક સલાહ ને સૂચનો આપે છે. અને કબડ્ડીની આ સેમી ફાઇનલ મેચ જીતવા માટેનો જુસ્સો અને ઉત્સાહ જગાવે છે.

  ધીમે ધીમે એ કબડ્ડીનાં મેદાનમાં આકાશની કોલેજનાં વિદ્યાર્થીઓ, તેનાં ક્લાસમેટ, અન્ય કોલેજનાં વિદ્યાર્થીઓ, આચાર્ય અને શિક્ષકગણ અને આમંત્રિત મહેમાનો મેદાન પર આવી પહોંચે છે. ત્યારબાદ તેઓ પોતપોતાનું સ્થાન ગ્રહણ કરે છે.

  અંતે એ સમય આવી જ ગયો, જેની આકાશ અને તેના મિત્રો ખૂબ જ આતુરતા સાથે રાહ જોઈ રહ્યાં હતાં, ત્યારબાદ કોચ બંને ટીમનાં કેપ્ટનને એકબીજા સાથે મળાવે છે, અને આકાશ અને સામેની ટીમનાં કેપ્ટન રોહન એકબીજા સાથે હાથ મેળવીને 'બેસ્ટ ઓફ લક' એવું અભિવાદન કરે છે. જે ખેલદિલીનાં એક ઉત્તમ ઉદાહરણ સમાન ગણી શકાય.

  ધીમે ધીમે બંને ટીમ વચ્ચે જાણે કોઈ દ્વંદ્વ યુદ્ધ ખેલાય રહ્યું હોય તેમ કબડ્ડીનાં એકપછી એક દાવ ખેલાવના શરૂ જાય છે, જેમાં ક્યારેક આકાશની ટીમ આગળ રહેતી તો ક્યારેક રોહનની ટીમ આગળ લીડ કરી રહી હતી, પરંતુ અંતે જીત એની જ ગણાય જેનાં પોઇન્ટ વધારે હોય, આ બાબતમાં આકાશની ટીમ બાજી મારી ગઈ અને આકાશની ટીમનો કબડ્ડીની સેમી ફાઈનલ મેચમાં ભવ્ય વિજય થયો.

  સેમિફાઇનલમાં મેચમાં આકાશની કબડ્ડી ટીમનો ભવ્ય વિજય થતાં, સમગ્ર કોલેજ કેમ્પસમાં ચારેકોર આનંદની લાગણીઓ છવાય ગઈ. તેમની આ જીતને તેમની કોલેજ, બધાં મિત્રો અને તેમનાં પરિવારે હર્ષોલ્લાસ સાથે વધાવી લીધી. 

***

10 દિવસ બાદ

   ધીમે ધીમે દિવસો વિતવા લાગ્યાં, અને અંતે એ દિવસ પણ આવી જ ગયો, જે દિવસનો આકાશ અને તેનાં મિત્રો ખૂબ જ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યાં હતાં,એ દિવસ હતો કબડ્ડીની ફાઇનલ મેચનો.

  કોલેજનું સ્પોર્ટ ગ્રાઉન્ડ આજે અલગ અલગ કોલેજનાં આચાર્યો, વિદ્યાર્થીઓ, શિક્ષકગણો વગેરેને લીધે ભરચક ભરાઈ ગયેલું હતું, હાલ સૌ કોઈનાં મનમાં એક જ પ્રશ્ન ઉદભવી રહ્યો હતો કે, 'કબડ્ડીની ફાઇનલ મેચમાં કોનો ભવ્ય વિજય થશે..?' - મનમાં આ પ્રશ્ન ઉદ્દભવવાને લીધે બધાં ખૂબ જ કુતૂહલતા સાથે પોતાની નજર કબડ્ડીનાં મેદાન પર ટકાવી રાખેલ હતી.

  ત્યારબાદ આકાશની અને સંકેતની ટીમ પોત - પોતાની કબડ્ડી ટીમ સાથે ફાઇનલ જીતવા માટે મેદાનમાં ઉતરે છે. જીત કોની થશે એ બાબત વિશે હાલ કંઈ કહેવું મુશ્કેલ હતું, કારણ કે બંને ટિમો ખૂબ જ મજબૂત અને ખમતીધર હતી, બંને ટીમનાં ખેલાડીઓ પણ સશક્ત હતાં.

  બંને ટિમો વચ્ચે કબડ્ડીનાં એક પછી એક રાઉન્ડ રમવા માંડ્યા, સ્કોર બોર્ડ પર જાણે બંને ટીમ પોતાનો પ્રદર્શન કરવામાં જરાપણ કચાશ રાખેલ હતો નહીં, બધાં જ ખેલાડીઓમાં ફાઇનલ મેચને લીધે એક અલગ જ ઉત્સાહ અને જુસ્સો હતો, અને અંતે ખૂબ જ રસાકસી ભરેલ આવી ફાઇનલ કબડ્ડી મેચમાં અંતે આકાશની મજબૂત, ખડતલ અને ખમતીધર ટીમનો વિજય થયો, અને તેમની ટીમને એક જિલ્લા કલેકટરનાં વરદ હસ્તે ચકચકતી ટ્રોફી અને સર્ટિફિકેટ આપવામાં આવ્યું, જે આકાશ માટે કોઈ સપનાથી કમ ન હતું.

  આકાશ ખુશ થતાં થતાં પોતાની કબડ્ડી ટીમનો રસાકસી ભરેલ ફાઇનલ મેચમાં વિજય થયેલ હતો, તેનાં એકમાત્ર સાક્ષી એવી ટ્રોફી અને સર્ટીફીકેટ લઈને ખુશ થતાં થતાં પોતાનાં ઘરે આવે છે, ઘરનાં બધાં જ પરિવારજનો આકાશની અને તેની સંપૂર્ણ કબડ્ડી ટીમની આ ભવ્ય વિજયને હર્ષોલ્લાસ સાથે વધાવી લે છે, પરંતુ હાલ જો કોઈ સૌથી વધુ ખુશ થઈ રહ્યું હોય તો તે ખુદ આકાશ હતો, જિલ્લા લેવલની કબડ્ડીની ફાઇનલ મેચમાં જીતવું એ તેનું સપનુ હતું, જે આજે વાસ્તવિકતામાં પરિણમે હતું. પરંતુ આકાશ હાલ એ બાબતથી તદ્દન અજાણ હતો કે, 'આવનાર ભવિષ્યમાં કબડ્ડી રમવું એ આકાશ માટે એક સપનું બની જશે..!'

***

સમય : સવારનાં 11 કલાક

સ્થળ : શ્રેય ઓર્થોપેડિક (હાડકાની હોસ્પિટલ)

"તમારા ! એક્ષ - રે અને એમ.આઈ.આર નાં રિપોર્ટ જોતા મને એવું લાગી રહ્યું છે કે, "યુ આર સફરીંગ ફ્રોમ A.V.N ઓફ બોથ ફિમર બોન..!" - ડૉ. રામાનુજ આકાશ અને તેનાં માતાપિતા સામે જોઇને વાસ્તવિક્તા જણાવતાં બોલે છે.

"સર..આ A.V.N એટલું શુ..? તેમાં શું થાય..? શું હું હાલી ચાલી તો શકીશને…?" - આકાશ ગભરાયેલા અવાજે એકસાથે ઘણાં બધાં પ્રશ્નો ડૉ. રામાનુજ સરને પૂછે છે.

" A.V.N - એટલે એવાસ્ક્યુલર નેક્રોસીસ, થાપાનું હાડકું જેમાં હાડકાંનાં ઉપરનાં ભાગને કોઈ કારણોસર ઓછો રક્તપ્રવાહ મળવાને લીધે એટલું હાડકું ક્ષીણ થઈ જાય છે, એટલે કે એકદમ નબળો પડી જાય છે…!" - ડૉ. રામાનુજ સાદી અને સરળ ભાષામાં સમજાવતા બોલે છે.

"તો સર..આ થવાં પાછળનું કોઈ ખાસ કારણ..?" - આકાશનાં પિતા અચરજભર્યા અવાજે ડૉ. રામાનુજને પૂછે છે.

"જોવો...આ થવાં પાછળનું મુખ્ય કારણ તો કોઈ અકસ્માત, પછળાટ, વધુ પડતાં સ્ટીરોઇડ, કે આલ્કોહોલનું સેવન વગેરે હોઈ શકે છે…!" - ડૉ. રામનુજ વધુ સ્પષ્ટતા કરતાં જણાવે છે.

"પણ...સર...અમારા આકાશનાં કેસમાં તો આવું કાઈ જ બન્યું નથી…!"- આકાશનાં મમ્મી હેરાની સાથે બોલે છે.

"મમ્મી ! ડૉ. રામાનુજ સરે જે કારણો દર્શાવ્યા તેમાંથી મને યાદ છે ત્યાં સુધી હું જ્યારે એક મહિના પહેલાં કબડ્ડીની ફાઇનલ મેચ રમી રહ્યો હતો, ત્યારે હું છેલ્લો ગોલ કરવાં માટે સામેની ટીમનાં વિસ્તારમાં પ્રવેશ્યો હતો, અને તે બધાં ખેલાડીઓ મને કસીને પકડેલ હતો, બરાબર એ જ સમયે મને મેદાનની વચ્ચો વચ્ચ કરેલ પેલી રેખા જ દેખાય હતી, જો હું એ રેખાને સ્પર્શી લઈશ તો ફાઇનલમાં જીત મારી અને મારા ટીમની થાય એવું હતું, અને જો એવું કરવામાં હું અસમર્થ રહીશ તો મારે આ ફાઇનલ મેચ હારવાની નોબત આવે તેવું હતું, જે મને કોઈપણ કિંમતે મંજૂર ન હતું, આથી મેં મારામાં જેટલું બળ, તાકાત કે જોર હતું તે એડી ચોટીનું બળ લગાડીને પેલી વિજય રેખાને સ્પર્શવા મહામહેનત અને મથામણ કરી, આ જ સમયે હું જમીન પર જોરદાર અથડાયો અને મારો હાથ પેલી વિજય રેખાને સ્પર્શી ગયો. આ સાથે સૌ કોઈ મારી અને મારી ટીમની વિજયને વધાવવા માટે હર્ષોલ્લાસ અને શોર કરવાં લાગ્યાં…મને એવું લાગે છે કે ઈજા મને એ જ સમયે થઈ હશે..!" - આકાશ સ્પષ્ટતા કરતાં તેનાં મમ્મીને જણાવે છે.

"તો ! આકાશ ! હવેથી તારે બિલકુલ હલન ચલન કરવાની નથી, આવતા મહિને આપણે આ માટે 'શોક થેરાપી' જેને અમારી મેડિકલ ભાષામાં 'લીથોટ્રીપસી થેરાપી' કહેવામાં આવે છે એ શરૂ કરીશું..!" - ડૉ. રામાનુજ પોતાનો અંતિમ નિર્ણય જણાવતાં બોલે છે.

"ઓકે ! સર..!" - આકાશનાં માતાપિતા ડૉ. રામનુજની વાત સાથે સહમત થતાં થતાં બોલે છે.

  જ્યારે આ બાજુ આકાશ પોતાનાં પલંગની બાજુમાં પડેલ ટ્રોફીને પોતાનાં હાથમાં લઈને મનોમન વિચારવા લાગે છે કે.

"મને નથી લાગતું કે હું ભવિષ્યમાં હવે કબડ્ડી તો ઠીક પરંતુ કોઈ અન્ય રમતો પણ રમી શકું...પરંતુ હાલ મારું જિલ્લા લેવલની કબડ્ડીની ફાઇનલ મેચ જીતવાનું સપનું તો પૂરું થઈ જ ગયું છે, અને આ ફાઇનલ મેચ જીત્યનાં આનંદ સામે આ ઈજોઓનો દુ:ખાવો તો કાંઈ જ નાં કહેવાય…!" 


Rate this content
Log in

Similar gujarati story from Tragedy