Kalpesh Patel

Horror Thriller

4.9  

Kalpesh Patel

Horror Thriller

કારસો – ભૂતના ચીંથરા ઉડાવતી કથા

કારસો – ભૂતના ચીંથરા ઉડાવતી કથા

10 mins
1.3K


રાતના લગભગ સાડા-અગિયાર વાગી ગયા હતા. શિયાળાની અંધારી રાત હતી. ડુંગર ઉપરની કેડી હવે બેહદ ડરામણી અને સૂમસામ હતી. ડોક્ટર હિરલે એક ઉમરલાયક ગર્ભવતિ મહિલાની જટિલ સુવાવડ પતાવી, તે મહિલા અને બાળકને બચાવ્યા પછી તે સાઈકલ લઈ ઘેર પાછા ફરવાની તૈયારીમાં હતી. ત્યાં જ ગામના અમુક વડીલોએ ડોક્ટર હિરલને કહ્યું, 'હિરલબેટા બહુ મોડું થઈ ગયું છે, આજની રાત, તું અહીંજ રોકાઈ જા. અને સવારે અજવાળું થાય ત્યારે નિરાંતે જજે..'

"અરે ! તમે ચિંતા ન કરો. તળેટી ક્યાં દૂર છે ? હું તો સાઈકલ પર અડધી કલાકમાં તો પહોંચી જ જઈશ."

હિરલ બેટા તું અડધી કલાકમાં ઘરે તો પહોંચી જઈશ, પણ કદાચ તને ખબર નથી લાગતી, અહીંથી દસ મિનિટના અંતરે આવતા નાળા પાસે એક ખંડેર જેવું મકાન આવે છે. એ ભૂતિયા મહેલના નામે ઓળખાય છે. એ મહેલની આસપાસમાં એક ડરામણું ભૂત ભટકે છે, અને બધાને કનડે છે. હિરલ બેટા ! તું અમારું કહેવું માની જા. ક્યાંક એવું ન બને કે એ પ્રેતાત્મા તારો રસ્તો રોકી લે. અને પછી...'

 "હું એવા પ્રેત-બ્રેત પર વિશ્વાસ નથી કરતી. આ બધો તમારો વહેમ છે. તમે બેફિકર રહો, હું કરાટેમાં બ્લેક બેલ્ટ ધરાઉ છું, મારૂ રક્ષણ જાતે કરી હું, હેમખેમ પહોંચી જઈશ. મારી જરાપણ ચિંતા કરશો નહીં."

 'ડોક્ટર સાહેબ ! તમે અમારી ગામની દીકરીનો જીવ બચાવ્યો છે. હવે અમે તમને એ ડરામણા ડુંગર પાસેના ભૂતિયા મહેલના રસ્તે થઈને એકલા તો હરગીઝ જવા નહીં દઈએ.

"હું તમારી આવી વાહિયાત ભૂતની વાર્તાઓમા વિશ્વાસની ટીકા નહીં કરું, પરંતુ, ગામના વડીલો, મારે આજે રાત્રે પરત ફરવું પડે તેમ છે".

ભલે બેટા પણ તારી સાથે આ ભીમાને મોકલીએ છીએ રાતે તમારે ત્યા ઓશરીમાં સુવા દેજે, સવારે પાછો તેની જાતે પછી અહી ગામ આવી જશે.

"વડીલો’ તમે ખોટી ચિંતા કરો છે. છતાંય જો ભીમાને મોકલાવો હોય અને તેને આવવું જ હોય તો મને કોઈ જ વાંધો નથી. ચાલો ! આજે તો હું પણ ભીમાને એે ભૂતિયા મહેલમાં ફેરવી અને હોરર સીન કેવા હોય છે તે જોવા માગું છું."

ત્યાર પછી ભીમાએ ડોક્ટરની સાઈકલ લીધી અને હિરલ તેના કેરિયર ઉપર પાછળ બેસી ગઈ. રાતના ભૂતિયા અંધારાને ચીરતી એ સૂમસામ કેડીની ખામોશી તોડતી ભીમો હિમ્મતથી સાઈકલ ચલાવી રહ્યો હતો.

'ડોક્ટર સાહેબ ! એ ભૂતિયો મહેલ હવે નજીકમાં છે. જુઓ એ નાળા અને ખંડેરની આસપાસમાં એ પ્રેતાત્મા રહે છે.'

"અરે ભીમા, તું ભાયડો છે !'ગભરાય નહીં, કશું જ નથી. તમે લોકોએ ડરામણી વાર્તાઓ સાંભળી - સાંભળી, ખોટા વહેમને ઘરમાં ઘાલ્યો છે. અમે ભણેલા લોકો આવા બધામાં નથી માનતા"

પણ... આશું ? ! હજી તો ભૂતિયો મહેલ ખંડેર આવ્યો નહતો... ત્યાં જ અચાનક સાઈકલના ડાયનેમાથી ચાલતી લાઈટ બંધ થઈ ગઈ. કાળી ડિબાંગ અમાસની રાતના અંધારામાં ઉબડ ખાબડ કેડી દેખાતી નહતી. અત્યારે એ લોકો એ ડરામણા ડુંગરના નાળાના પૂલ પાસે પહોંચ્યા હતા. ડોક્ટર હિરલે સાઈકલ ઊભી રખાવી ખને પોતાના કિટ બોક્સમાંથી એક ટોર્ચ કાઢી અને ભીમાને હાથમાં આપતાં કહ્યું, 'તું ટોર્ચ પકડીને આગળ રોશની ફેંકતો રહે, અને તું હવે પાછળ કેરિયર પર બેસ,હું સાઈકલ ચલાવીશ. લાગે છે કે, લાઈટનો બલ્બ ઊડી ગયો છે,' તો તું ટોર્ચનો પ્રકાશ કેડી ઉપર પડે તેમ પકડજે.

 ટોર્ચની રોશનીના સહારે સાઈકલ ડોક્ટર હિરલે થોડી દૂર સુધી ચાલાવી હશે, ત્યાં અચાનક જ સાઈકલની બંને બ્રેક જામ થઈ ગઈ, અને સાઈકલ કેડી ઉપર જકડાઈ બંધ પડી ગઈ. ડોક્ટર હિરલ અને ભીમએ નીચે ઉતરીને, સાઈકલ ચાલુ કરવાની બધીયે કોશિશ કરી નાખી પણ સાઈકલના પૈડાં ફરવાનું નામ જ નહોતા લેતા. ભીમો કોઈ ડરામણો ચહેરો જોયો હોય તેમ, પરસેવાથી ન્હાઈ ઊઠયો હતો. અને થોડી થોડી ધ્રૂજારી પણ અનુભવી રહ્યો હતો.

 ડોક્ટર હિરલે આસપાસના દૃશ્યનું નિરીક્ષણ કરવા માટે સાઈકલને નાળા પાસે એક તરફ ઊભી કરી દીધી. અને ભીમાને સાથે લઈ ચાલી.. ભીમાના તો હવે હાથપગ રીતસર ધ્રૂજવા લાગ્યા હતા એ સાવ ધીમા અવાજમાં બબડયો :

"ડોક્ટરસાહેબ ! મારું કહ્યું માની જાવ અને તમે તળેટીએ જવાનું માંડી વાળો. અને અહીંથી જ તમે મારી સાથે પાછા વળો. મને તો આ બધી કરતૂત એ 'હડળ'ની જ જણાય છે. તમે તમારી જિદ છોડી દો. નહીંતર આપણે બંને નાહકના કમોતે મરીશું !"

"અરે ભીમા આ’ હડળ’ વળી કોણ છે ? અને તે બધાને શું કામ હેરાન કરે ?".

"ડોક્ટર સાહેબ પૂજારી કહેતા હતા કે, ‘હડળ’ ડરામણો ચહેરો ધરાવતું ભૂત હોય છે, પરંતુ તે વેશ પલટો કરી સુંદરી બની સારા રૂપ ધરી અને લોકોને ફસાવે છે, આને શિકાર બનાવે છે. કહેવાય છે કે બાળકનો જન્મ થયા પછી દસ દિવસ પૂરા થાય તે પહેલાં જે ગર્ભવતી સ્ત્રી સુવાવડ સમયે મૃત્યુ પામે છે તે ’હડળ’ થાય છે. આવ ભૂત ખીચડા કે આંબલીના ઝાડ પર રહે છે. અહીં આ ભૂતિયા મહેલમાં આંબલીના ઝાડનું જંગલ છે. આ ભૂત અવનવા રંગના રંગના વસ્ત્રો ધારણ કરે છે અને તે જે મળે તેને પકડે છે. પણ બેન તે ભૂત આમ લોકોને કેમ રંજાડે છે તે મે પૂજારીને પૂછ્યું નથી અને તેમણે મને કહ્યું પણ નથી એટલે, તેની મને ખબર નથી, માટે મને હવે વધારે પૂછશો નહીં."

હિરલે હસતાં- હસતાં કીધું, "ભીમા ! મને તું ફક્ત એ ભૂતિયા મહેલના આંબલીના ઝાડનું જંગલ બતાવી દે... હું આજે એ ‘ભૂત’ને મળીશ, અને મારે જોઈતો જવાબ મેળવ્યા વિના મારે ઘેર પાછી નહીં જાઉં".

'ડોક્ટર સાહેબ ! તમે સમજતાં કેમ નથી. એ મહેલમાં જે કોઈ ગયું છે એ ક્યારેય પાછું ફરીને નથી આવ્યું અને જે પાછો ફર્યો છે, ગાંડા બની મરેલાથી બદતર જીવન જીવવું પડે છે. મારા જ ગામના બે ત્રણ જણા છે, જે આ ભૂતિયા મહેલમાં જવાની ખાલી શેખી મારી તો તે પછી એ બંને હજુ સુધી ભૂતના અત્યાચારો ભોગવી રહ્યા છે.'

 'સારુ, ભીમા ! તું એક કામ કર. મારી આ સાઈકલ પાસે ઊભો રહી મારી આ દવાની પેટી સાચવજે અને..મારી રાહ જો અથવા તારે તો પાછા જવું હોય તો પાછો જઈ શકે છે ! પણ મહેરબાની કરીને તું હવે મને ભૂતિયા મહેલની આંબલીના જંગલે જવાની મનાઈ ન કરતો. આજે તો બસ હું, તમારા ગામના લોકોના વહેમનો નિકાલ કરીને મારે ઘેર જઈશ.'

 હજી તો એ બંને અંધારામાં વાતચીત કરી જ રહ્યા હતા. ત્યાં જ સડકની બીજી તરફ ઝાડના ઝુંડની વચ્ચે એક ઝાંખો પ્રકાશ ચમકતો દેખાયો... 'એ, સામે જુઓ, સાહેબ ! એ ‘હડળ’ પ્રેત એ જગ્યાએ રહે છે...આપણી ચાલતી સાઈકલ જકડાઈ બંધ થઈ જવી.... પછી એ વેરાન ડુંગરમાં દૂર દૂર સુધી માણસોની કોઈ વસ્તી નથી. એવી જગ્યાએ એકાએક આ રીતે પ્રકાશ દેખાયો.... શું હજુ પણ તમને વિશ્વાસ નથી બેસતો... કે આ બધું એ જ ભૂતની મરજીથી થઈ રહ્યું છે.'

 ":ઠીક છે... કદાચ તું, તારી રીતે સાચું કહી રહ્યો છે. પણ હું ભૂતપ્રેતમાં ક્યારેય માનતી નથી અને માનીશ..પણ નહીં.... તું તારે પાછો, ગામ જા. હું જોઉં છું એ ભૂતના વેશમાં કોણ છે તમારું ‘હડળ’ ? જેને આખાય વિસ્તારનું જીવન હરામ કરી નાખ્યું છે ?"

 હિરલ એ જ દિશામાં આગળ વધવા લાગી. જ્યાં એ ચમકતું બિંદુ ટમટમી રહ્યું હતું.ડુંગર ઉપરના પવનના સુસવાટા અને કેડી પર પડેલાં સૂકા- પાંદડા પર ડોક્ટર હિરલના પગ પડવાથી ઊઠતો કર્કશ અવાજ વાતાવરણને વધારે ભયજનક બનાવતું હતું.. કાઠા કાળજાની હિરલના પગ ઉપરથી એક નાની ઉંદરડી અચાનક પસાર થતાં બેડગલાં પછી ગઈ એક હળવી ચીસ પાડી ઊઠી. પણ, તે નાની ઉંદરડીની ચપળતાએ તેની પાછળ પડેલી બિલાડીની વચ્ચે હવે તે હોવાથી બિલાડી પછાપગે વળી ગઈ અને તે ઉંદરડી બચી ગઈ, એટલે પછી ટોર્ચની લાઈટનો શેરડો સામે મહેલની કેડી તરફ ફેરવ્યો. ત્યાં નાળાના છીછરા પાણીમાં એક સફેદ બગલો એક પગે ઊભો હતો, હિરલના પગથી કૂચડાતા સૂકા પાંદડાંનો અવાજ સાંભળી તેને તેની સર્પ જેવી લાંબી ડોક હિરલ તરફ ફેરવી, તેજ સમયે હિરલની ટોર્ચનો પ્રકાશ તેની આંખ ઉપર પડતાં મોટા તણખા જેવા ઊંટેલા પ્રકાશ પૂંજથી હિરલની આંખ અંજાઈ ચૂકી હતી..

ઠંડી વધતી જતી હતી, અને આમ ઉપરા ઉપરી બનેલી અણધારેલી બીનાથી તેના હૃદયના ધબકારા હવે વધી ગયેલા હતા. કાતિલ બનેલા સુસવાટા મારતો ઠંડો પવન વાતાવરણને ધારદાર બનાવી ડોક્ટરના કઠણ કાળજાની સોંસરવો વહેતો હતો. ક્યાક દૂર શિયાળની લાળી વચ્ચે ઠેર ઠેર ઉડતા ચામાચીડીયાની વીંઝતી પાંખોના ફડફડાટ  વાતાવરણને ઘમઘોરી ભયાનક બનાવી મૂક્યું હતું.

હિરલ વિચારતી હતી કે ભીમાએ ક્યારેક કોઈ પીપળાને છાંયે અથવા તો મંદિરના ઓટલે પૂજારીથી વહેતી હોરર સ્ટોરી સાંભળી મનમાં વસાવેલ ડર, અહીના વાતાવરણને જોતાં અસ્થાને નહતો, સાથોસાથ. આવી ઘમઘોરી રાતમાં વીરતા બતાવી પોતે જન સમુદાયની કલ્પનાને તરાસવા તે ધીમી ગતિએ ભૂતિયા મહેલ તરફ ભૂતનો ભેટો કરવા આગળ વધતી હતી. હવે બસ નાળા ઉપરનો લાકડાનો પુલ વટાવે એટલે હવેલીનું કમ્પાઉન્ડ આવવાનું હતું. હિરલ ધીમા પણ મક્કમ ડગલાં ભરી નાળાના પુલ ઉપર પહોચી, નીચે નાળામાં જોયું તો, લીલવાળું બંધિયાર પાણી હતું પુલની રેલિંગ પકડી હજુ પાંચ- છ ડગ માંડયા, ત્યાં ‘હિરલ’ની કેડેથી વોટર બેગની પટ્ટી છૂટી જતાં, વોટરબેગ નાળામાં પડી પણ આ.. શું? બોટલ નાળાના લીલવાળા પાણીમાં પડી તો ડૂબી નહીં અને કોઈ પત્થર ઉપર વસ્તુ પડે તેમ બે ત્રણ ઉછાળા પછી તે બોટલ સાઈડમાં રગડી પડી. હિરલને આ જોઈ નવાઈ લાગી. અને તે કઈ વધુ વિચર્યા વગર નળાનો પુલ વટાવી હવેલીના કમ્પાઉન્ડમાં પહોચી. હજુ અહીં પગ મૂકે ત્યાં, ચારે બાજુએથી વિચિત્ર આવજો આવતા હતા., તેને અવગણી આખરે હિરલ હવેલીને દરવાજે પહોચે છે.

હિરલ તે દરવાજાને હજુ ધક્કો મારી ખોલવા જાય છે ત્યાં, તે દરવાજો આપોઆપ ખૂલી જાય છે.હિરલ ને હવે થોડો થોડો ખ્યાલ આવે છે કે, અહીં ઈલેક્ટ્રોનિક સેન્સરની કરામતો છે તેથી હિરલનો ડર સમી ગયો હતો. દીવાનખંડ વટાવી તે આગળ વધતી હતી ત્યાં કે અત્યંત ધરડી બાઈને ખટલે પડેલી જોઈ. હિરલ તેની પાસે ગઈ. તે બાઈના આખા શરીરે માખીઓ બણબણની હતી અને ખુબજ ખરાબ વાસ મારતી હતી. હિરલ નાકે રૂમાલ દબાવી, તેની પાસે જતી હતી ત્યાં ઉપરના રૂમનો દરવાજો ખૂલતો હોય તેવું લગતા તે ઝડપથી એક ખૂણામાં ખાલી ખોખાનો ભંગાર પડેલો તેમાં છુપાઈ ગઈ. થોડી વારે ઉપરથી એક આંખ વાળો ઊંચો માણસ તે ઘરડી બાઈ પાસે આવ્યો, અને ખિસ્સામાંથી એક બ્લૂ રંગની ગોળી કાઢી તે ઘરડી બાઈને બતાવી. બ્લૂ રંગની ગોળી જોતાં ઘરડી બાઈમાં ચેતન આવ્યું તે ઊભી થઈ તે માણસના પગે પડી ગોળી માટે આજીજી કરતી કગરતી હતી. ભંગારના ખોખા વચ્ચે બેઠેલી હિરલને હવે વાતની ઘેડ બેસતી હતી, આ બાઈને કોઈ અજાણ્યા માણસો એ ડ્રગના રવાડે ચડાવેલી હોય તેમ લાગતું હતું. પેલા માણસે હજુ પણ ગોળી ઘરડી બાઈને આપી નહતી, તે બાઈને પૂછતો હતો, એય ગંગા બોલ કોણ આવ્યું છે અહીં, સવાર સાંજ મફતના રોટલા તોડે છે અને ઉપરથી રોજની બે ગોળીઓનો નશો કરેછે,અને કામનાં નામે મીંડું.

"ના સાહેબ ના, અહી કોઈ આવ્યુંજ નથી, મને તડપવો મા, મારી એક એક નસો તૂટી રહી છે, હું તમે કહેશો તેમ કરીશ", પેલા માણસે આખરે ગોળી આપતા બોલ્યો, "ધ્યાન રાખજે, શેઠ તારાથી નારાજ છે અને ગમે ત્યારે તારી ગોળી બંધ થઈ શકે તેમ છે".પેલા એક આંખ વારા માણસે ખિસામાથી ફોન ઉઠાવ્યો, અને સામે છેડે વાત ક૨તા બોલ્યો.. હલો પોઈંટ નંબર ૪૨૪, શું રિપોર્ટ છે ? રાતની નીરવ શાંતિમાં ફોનનો નાનામાં-નાનો અવાજ પણ સ્પસ્ટ સંભળાતો હતો, યસ, કોઈ વટેમાર્ગુ હતું અને આપણી સિસ્ટમે બરાબર કામ કરી તેની સાયકલના વિલના સ્પોકમાં તીર છોડી વિલ જામ કરી દીધું છે, અને કોઈ હવેલી તરફ ગયુ હોય તેવા ચાંસ નથી. 

 "અરે બરાબર ચેક કરો. પોઈન્ટ નંબર ૫૨૫થી સિગ્નલ હતું કે કોઈએ નાળુ પસાર કરેલું છે."

"સાહેબ અહીં ઊંદેડાનો ત્રાસ છે, કોઈ બિલાડી તેની પાછળ જરૂર પસાર થઈ હશે.,આપણુ પેટ્રોલિંગ અને ડર ફેલાવનાર પી આર, બરાબર કામ કરે છે અને હવેલીનો ડર બરકરાર છે. તમે સાહેબ આરામથી ઢોલિયા ઉપર સૂવો, ચોકી બરબર છે."

" હરામખોરો મારા આરામની ફિકર છોડી, ફરજ બજાવજો, કલાક પછી ડિલિવરી માટે ગાડીઓ નીકળવાની છે. જોજો કોઈ જુવે નહીં".

હિરલને હવે બરાબર અહીનાં કારસાની ખબર પડી ગઈ. કોઈ પ્રતિબંધિત વસ્તુનો વેપાર ચાલતો હોય તેમ લાગ્યું, અને પેલા એક આંખ વાળા માણસ અહીથી હટે તેની રાહ જોતી હતી. આખરે તે છીંકોટા નાખતો અને પેલી બાઈ બે લાત મારી હડસેલી પાછો ઉપર જતો રહ્યો.

થોડી વાર હીરલ ત્યાં પડી રહી. અને પછી બહાર આવી, તે ઘરડી બાઈને ટેકો આપી ખટલે સૂવાડી, તે ઘરડી બાઈ હિરલના હેતથી ગદગદીત થઈ હિરલને તેની કથની કીધી, આ હવેલીને મારા દાદાએ નેવું વર્ષ પહેલાં બનાવડાવી હતી, પણ મારા બાપુના મિત્રએ એવો તો અજીબ “કારસો” રચ્યો કે તેણે ખુદ મારા બાપુને ગોળીઓના નશાને રવાડે ચડાવી મરેલા હોઈ, મારા બાપુનું વહેલું મૃત્યુ થઈ ગયું હતું. તે પછી તે મિત્રએ મારી માં સાથે લગ્ન કરી લીધા હતા, તેણે મારી માતાને પણ મારી નાખી હતી અને હવેલી ઉપર કબ્જો ઝમાવી લીધો હતો. તે પછી તે શેતાન મને ખાવા પણ ન આપે અને રોજ મરઝૂડ કરી, મને દવાના નામે મને પણ ગોળીઓના રવાડે ચડવી દીધી હતી. મારાથી તે ગોળીના બદલામાં ધાર્યું કામ કરાવે છે, આ હવેલીના પેટાળમાં વિશાળ ગેબી સુરંગ છે, તે નરાધમ તે સુરંગમાં નશાની ગોળીઓ બનાવી આખા દેશમાં લાખો લોકોના જીવન બરબાદ કરે છે. અહી કોઈ ભૂત –ચૂડેલ નથી, તે બધા રેકોર્ડ કરેલા અવાજો છે, અને આજુ-બાજુ ગામના મંદિરના પૂજારીઓને પગાર આપી લોકોને બીવરાવી રાખ્યા હોવાથી તે શેતાનનો વેપાર બેધડક ચાલતો રહે છે. ગોળીનો નશો ચડતા તે બાઈ સૂઈ ગઈ. હિરલ લાપતા પગલે ઉપર જાય છે તો અહી કંટ્રોલ રૂમ હતો દીવાલે લાગેલા જુદા જુદા સ્ક્રીન ઉપર લોકો કામ કરતાં દેખાતા હતા. હિરલે થોડા ફોટા પડી નીચે આવી, જે રસ્તે આવી હતી તે રસ્તે પછી વળી, અને નાળા પાસે આવે છે ત્યાં મોટી ઘડઘડાટી થઈ. હિરલે એક નવાઈની વાત જોઈ, નાળાની નીચે કોઈ લીલ વાળું પાણી નહતું, પરંતુ પાણીનો આભાસ કરાવે તેવા રંગથી રંગેલું લોખંડનું કવર હતું, હિરલની હવે ખબર પડી કે તેની વોટર બેગ પાણી ઉપર કેમ રગડતી હતી. થોડી ક્ષણો માં તે કવર ખૂલ્યું અને તેમા રહેલી લિફ્ટથી એક પછી એક ટ્રક નાળા ઉપર આવતી ગઈ ચાર ટ્રકો નાળા ઉપર આવ્યા પછી કવર પાછું બંધ થઈ ગયું અને ટ્રકોએ રસ્તો પકડી ખીણ તરહ રવાના થઈ જોઈ. હિરલ નાળાની હિલચાલની બરાબર વિડીયો ઉતારી થોડી વાર ત્યાં થોભી.જ્યારે હિરલ રોડ ઉપર પરત આવી,ત્યારે ભીમો તો હતો જ નહીં. ખાલી સાઈકલ આડી પડેલી હતી. હિરલે સાઈકલના પૈડાંમાંથી તારના તીર કાઢી સાયકલ લઈ, તેના ઘેર રવાના થઈ ત્યારે હવે તે ખુદ એક જીવતું “હડળ” બની હવેલી ઉપર ટૂંકમાં ત્રાટકવાની હતી.

બીજે દિવસે , ડોકટર હિરલે મેડિકલ કોલેજના ડિનને લઈ જિલ્લા મથકે પોલીસ થાણે જઈ વિડીઓના ફૂટેજ સુપરત કર્યા. પાંચમા દિવસે હવેલી ઉપર પોલીસ કંપની ત્રાટકી ત્યારે મોટું ઈન્ટરનેશનલ ડ્રગ કનેક્શન ક્રેક થતા આખા દેશમાં દેકારો બોલ્યો અને, હવેલીના ભૂતોનો “કારસો” ખુલ્લો પડી હવે તેના  ચીંથરા ઉડાવવાના બાકી હતા. તે અંગે સ્થાનિક તેમજ રાષ્ટ્રીય અખબારનાં પત્રકારો કામે લાગી ગયા હતાં.

“મન”ની છાવણીમાં સૂતેલા અક્ષરોને કકડભૂસ થતાં બચાવવા,કાનો માતરના સથવારે શબ્દો બનાવી અહી, વિરામ લેતા “અનંત” ને તેની ભૂલ જોઈ ટીકા કરે તેવા સ્નેહીની જંખના છે.


Rate this content
Log in

Similar gujarati story from Horror