કારમો કાળ
કારમો કાળ
૧૫/૦૩/૨૦૨૦ ન ભૂલાય એવી તારીખ કે જે દિવસે આપણે પહેલી ભૂટાન દેશની ન્યૂઝ સાંભળી કોરોના વાયરસની, અને બસ, એક સમાચાર થકી બદલાયેલ જીવનદશાની થયેલ શરૂઆતથી હાલ સુધી અનુભવાયેલી વાતોનો ઉલ્લેખ કરવા જઈ રહી છું.
જે અસહનીય, કષ્ટદાયક અને ફક્ત, ફક્ત અને ફક્ત પીડા દાયક વીતેલાં સમયની બલિહારી છે. જ્યાં ચિંતા અને ડર એ પ્રેમ પૂર્વક "શાંતિ" ની જગ્યા લઈ લીધી હતી.
જ્યાં માનસિકતા દિવસે ને દિવસે દરેક વ્યક્તિની વણસી રહી હતી. ડર પોતાનાઓને ગુમાવવાનો, એક્બીજા થી ડરતી આપણી સહજ માનસિકતા! બસ મન અને હૃદય પર હાવી થયેલો કોરોના નો પ્રબળ ભય. જેને તમે પોતાનાં મન માંથી ગમેતેટલા પ્રયત્ન પછી પણ નથી કાઢી શકતાં, નકારી નથી શકતાં. આખો દિવસ, રાત્રી જ્યાં ને ત્યાં વાતો માં, સમાચાર માં, ન્યૂઝ ચેનલ પર.. બસ, ફક્ત અને ફક્ત કોરોના અને કોરોના..(ક્યાં કેટલી મૃત્યું, તો ક્યાંક પોતાનાં ગુમાવેલા વ્યકિતઓ ની કથની, તો ક્યાંક ડોક્ટર્સ ની નિષ્કાળજી બતાવતું તંત્ર, તો ક્યાંક કોરોના ને ઢાલ બનાવી રમાતું રાજકારણ, તો ક્યાંક સંબંધો માં વધતી તિરાડો,તો ક્યાંક આખે આખા પરિવાર ઉજડ્યાનું કેર, તો ક્યાંક આખું જનજીવન થયું ઠપ્પ, તો ક્યાંક માનસિક રોગોની થઈ વૃદ્ધિ, તો ક્યાંક લાખો બાળકોનું ભણતર થયું બેહાલ, તો ક્યાંક ન થવા યોગ્ય થયું મોટું મંદિરો નું બંધ થવું, તો ક્યાંક એકબીજાથી માણસ થયો દૂર, જાણે છૂઆછુત ની બીમારી ની હોય બીક, તો ક્યાંક કોરોના નો ઘણાં લોકોએ ઉઠાયો ફાયદો, તો ક્યાંક સંસ્થાઓ દોડી મદદે, તો ક્યાંક સમાજ સેવકોનો વર્ગ આવ્યો આગળ, તો ક્યાંક પરિવાર ને પ્લાનિંગ વગર મળ્યો એકમેક માટે નો સમય, તો ક્યાંક એક્બીજા ના સતત સંદર્ભ ને લીધે વધ્યા કકરાટ, તો ક્યાંક અફવાઓ નાં વમળો માં સર્જાતું આરોગ્ય વિભાગ, તો ક્યાંક સાચેજ કોરોના એ આણી લોકોમાં સ્વાસ્થ્ય ને લઈને જાગૃતતા આ સત્યતાં એ લોકોની મનઃસ્થિતિ પર હાવી થયેલી કોરોના ની અસરને લીધે લોકોનાં સ્વભાવ, વિચારો, અને વર્તન માં જોયેલો સખત ફેરફાર...
હું જો નાની નાની ક્ષણો ની વાત કરીશ ને તો કદાચ સમય, અને વિષય બન્ને ઓછાં પડશે. કારણ, કેટકેટલું વીત્યું છે આપણા પર, કેટલાંય અનુભવોમાંથી પસાર થયા છે આપણે, કેટલુંય નિહાળ્યું છે આ આંખો એ,જે ભૂલવું અને મન, મગજ માંથી કાઢવું અશક્ય છે, જે ઝીરવું એટલુંજ કઠિન છે, અસહનીય હતું, એ સમયગાળા દરમિયાન જ્યારે આપણાં ઘરમાંથી તો કોઈને કાઈ નહી થાય ને?? કાઈ થઈ ગયું તો?? આગળનું આપણાં બાળકોનું સિંચન કેવી રીતે કરવું?? કેટલાંય મૃત્યું થયા હશે આ કોરોના કોણે કોણે ભરખી ગયો હશે??? જે સંખ્યા નો આંકડો પણ, અહી દર્શાવાય એવો નથી... કારણ ૨૦૨૦ થી હાલ અત્યાર સુધી ૧૮/૦૫/૨૦૨૨ સુધી પણ આંકડા ચાલુજ છે..
ક્યાંક પોતાનાં સ્વાર્થ માટે જાહેર જનતા ને જણાવાય છે, તો કયારેક છૂપાવીને પોતાનો ગંદો નાચ રમાય છે...
દર ૧૦૦ વર્ષો પછી એક મહામારી અચૂક આવે છે, શ્રી દેવાયત પંડિત નાં શાસ્ત્રાર્થ માં આ વાત જણાવાઈ છે, અને આ કોરોના કાળ માં નાસ્તિકો પણ આસ્તિક બન્યાં છે. અને પરિસ્થિતિ એ દરેકે દરેક ને બધુજ સાંભળવા પર પોતાની ક્ષમતા કેળવવાની રાહ આપી.
એક પછી એક વેરિયન્ટ આવતાં ગયાં, ધીરે ધીરે લોકો માસ્ક અને સેનેટાઈઝર થી દૂર થતાં ગયાં.... કદાચ થોડી ઘણી જનજીવન માં રાહત મળતી ગઈ લોકો નોર્મલ જીવન જીવવાની કોશિશ કરતાં થયાં, ધીરે ધીરે સ્કૂલો, કોલેજો, ઓફિસ બધુંજ પહેલાંની જેમ શરૂ થતું ગયું. ધીરે ધીરે લોકો નોર્મલ જીવન જીવવાની શરૂઆત કરતાં ગયાં. લોકડાઉન ની પરિસ્થિતિ એ લોકોને કંગાળ કરી દીધા હતાં, કામકાજ વગર ઘરમાં રહી લોકો માં ખર્ચાનો ભાર વધું હતો.
હું મારી પોતાની વાત કરીશ કે મને બે વર્ષ દરમિયાન બે વખત કોરોનાની ચપેટ વળગી, પાછી જતી રહી હતી. કારણ જ્યારે પોતાને એક રુમ મા એકલાં અને પરવશ જોઈએ છીએ
ત્યારે ન આવતાં વિચારી, ડર અને જાણે કેટલુંય આંખ સામે ફરતું દેખાતું હોય છે. અને જ્યારે ૪ વર્ષ નું નાનું મારું સંતાન મારી પાસે ન આવી શકે અને હું મારા સંતાન ને મારી પાસે ન લઈ શકી એ સ્થિતિ મારું કાળજું કોરી ખાય એવી હતી.
