Nicky Tarsariya

Drama Romance Thriller

3  

Nicky Tarsariya

Drama Romance Thriller

જયારે દિલ તુટયુ તારા પ્રેમમાં

જયારે દિલ તુટયુ તારા પ્રેમમાં

5 mins
721


"મારા કંઈ કહેવાથી શું બદલવાનુ છે ?હું હા કહુ , કે ના કહુ. છેલ્લો ફેસલો તો તમારો જ રહેશે ને...! "

"ના બેટા, તું કહી તે માન્ય ગણાશે. એકવાર ખુલ્લા દિલથી તું કોઈને વાત તો કરી જો, મને નહીં તો તારા મમ્મી, ભાઈ-ભાભી કોઈપણને કહી દે તારે કેવુ ઘર જોઈએ કેવો વર જોઈએ હું તારા માટે તેવુ ઘર ગોતી લાવીશ."

"ખરેખર પપ્પા તમે મને સમજતા હોય તો મારા માટે છોકરા જોવાનુ બંધ કરી દો. મારે પહેલા કંઈ કરવુ છે ,પોતના પગ પર ઊભા રહેતા શીખવું છે. હું હજી કોઈ બંઘનમા બંધાવા લાયક નથી''

"પણ એક દિવસ તો બંધાવુ જ પડશે ને આ બંધનમા. પછી આપડે જોઈએ તેવુ ના મળે બેટા, આ જ ઉંમર બરાબર કહેવાય. પિયુષ રવિન્દની વાત કરતો હતો. જો તું હા પાડે તો...? "

"પણ પપ્પા....!"

"પુરી વાત સાંભળ્યા વગર જ તારુ પણ બણ શરુ થઈ ગયુ ને ! રવિન્દ છ મહિના પછી લંડન જવાનો છે. તેને ફરી અહી આવતા બીજા ત્રણ વર્ષ નિકળી જશે. ત્યા સુધીમા તો તું તારુ કરિયર બનાવી લે. હું તેને આજે મળ્યો મને સારો લાગ્યો. મને લાગે છે પિયુષની પસંદ પરફેક્ટ છે."

"જોવ છું પપ્પા હજી મે કોઈના વિશે વિચાર્યું નથી. મારે વિચારવાનો ટાઈમ જોઈએ."

"હા, બેટા વિચારી લે.તારે જેટલો સમય જોઈએ તેટલો લઇ

લે.પણ ..,થોડુ જલ્દી વિચારજે હો. કહી તે સમય નિકળી ના જાય. "હકારમાં માથુ હલાવતી રિતલ સોફા પરથી ઊભી થઈ પોતાની રુમ બાજુ ગઈ.

રાતના એક જેવુ તો થઇ ગયુ હતું. મમ્મીની તબિયત ખરાબ હતી તો તે કયારના સુઈ ગ્યા હતા. ને ભાઈ-ભાભી બાહાર બાલકનીમા હીચકા ખાતા વાતો કરતા હતા. ક્યાંય સુધી રીતલ બંને ને જોતી રહી. જીવન જીવવા એકમેકના સાથી બનવુ જરુરી હોય છે તે આ બંનેને જોતા સમજાતુ હતુ રિતલને. બંને ની મીઠી મીઠી વાતો તો સંભળાતી ન હતી પણ તે ખુશ લાગ્તા હતા. રીતલ તેના રુમમા ગઈ આજની નિંદર તો રવિન્દ લઈ ગયો હતો. વારંવાર તે ચહેરો દેખાતો હતો. તે પોતાના જ મન સાથે વાતો કરતી હતી.

આવુ કેવી રીતે શક્ય હોય શકે. કોઈ વ્યક્તિ પહેલી જ નજરમાં વિચારવા મજબુર કરી દે..!ના રિતુ, મહોબ્બત લોકોને કમજોર બનાવે છે. આ શકય નથી કોઈ પહેલીવારમા ગમી જાય. તે તેના મનને સમજાવતી હતી પણ દીલ વારંવાર તે જ ચહેરાને જોતું હતુ. આજે પહેલીવાર તેને કોઈ છોકરાનો ચહેરો ગમ્યો હોય. બાકી સબંધના નામથી ભાગતી રીતુ કોઈના વિશે આટલુ કેમ વિચારે ? આખી રાત તે જાગતી રહી, કાલે તો મનને મનાવી દીધુ હતું કે પપ્પા કોઈ સારો ફેંસલો લેશે પણ આજે જ્યારે છેલ્લો ફેંસલો તેનો હતો તો તેને કંઈ સમજાતુ ન હતુ. 'ના રીતુ તુ કોઈના પ્રેમમા પડે એ શક્ય નથી..! પ્રેમ લોકોને કમજોર બનાવે છે ' ફરી તે વિચારો ને છેલ્લે એક જ જવાબ કે જે થશે તે થવા દેવુ. પપ્પા જે ફેસલો લે તે મંજુર ..,પણ ,પહેલા તો તેને હું ગમી જ નહીં....! ફરી એકવાર તેના અવાજમા ખામોશી ભળી.તે ચુપ થઇ ગઇ. દિલ અવાજ પર અવાજ દેતુ રહ્યું , ને રીતલ તે અવાજને સાભળતી રહી. ખબર નહી દીલ શું કહતું હતુ પણ મન આ બંધનમા બંધાવા નો'તુ માગતુ. આખરે થાકી ને તેને એક ફેંસલો લીધો.

*************************************************

રીતલ ને જોયા પછી રવિન્દનુ દિલ પણ તેના વિચારો પર કુરબાન હતુ. પિન્ક કલરનુ ટોપ ને બેલ્ક કલરનુ જીન્સ રીતલની સુંદરતામા વઘારો કરતું હતું. મુવી થિયેટરમાં જોયા પછી ફરી રવિન્દ તેને જ ગોતતો હતો ; ને ફરી જયારે તેની મુલાકાત થઈ ત્યારે તે કંઈ ના બોલી શકયો. જો તેના પપ્પાનો ફોન ના આવ્યો હોત તો......! બે દિવસથી એક જ ચહેરો તેની નજર સામે ફરતો હતો. મંદ મંદ હસ્તી રિતલની આખો હજી તેના ચેહરાથી દુર ખસતી ન હતી.

"ભાભી,તેનું નામ રીતલ જ છે ને?"રવિન્દ એકનો એક સવાલ કેટલી વાર પુછી ગ્યો હતો તેનુ પણ તેને ભાન ન હતુ.

"ખાલી નામ જ પુછતા રહેશો કે આગળ પણ જાણવાની કોશિશ કરશો !" કંઈ ન કહેતા ત્યારે રવિન્દ ચૂપચાપ રીકલભાભી ની વાત સાભળતો રહ્યો

"રવિન્દ ભાઇ, મને નથી લાગતું રિતલ આ સંબધ માટે હા કહે અને કહે તો પણ ,તે તેના પરિવારની ખુશી માટે જ કરશે. પછી તો વઘારે ખબર નહીં તેને તમે ગમી ગયા હોવ તો...! " ત્યારે રવિન્દના મનમાં સવાલ ઊભા થઇ ગયા હતા કે તે શું કામ તે બંધનથી ભાગતી હશે ?તે ભાભી ને કંઈ સવાલ કરે તે પહેલા જ મનન ત્યા આવી ગ્યો ,એટલે વધારે વાત ના બની .

"રવિન્દ કેવી લાગી છોકરી ? " મનનનું આમ અચાનક પુછવુ રવિન્દ અને રીકલ બંને માટે આશ્ચર્યની વાત હતી. તે બંને એકબીજાની સામે જોતા રહ્યાં.

"મે કાંઇ ખોટું પુછી લીધુ કે તમે બને આમ એકબીજા સામે જોવો છો ..! "

"ના ! પણ, કયારે તમે આવો સવાલ કર્યો જ નથી એટલે.. થોડુક અજીબ લાગ્યુ."

"ઓ.... ! મારા ભાઈની પસંદ ના પંસદનો થોડો ખ્યાલ તો હોવો જ જોઈએ ને મને. હવે કાલ પિયુષ મને પુછે તો મારે એમ કેહવુ - મને નથી ખબર ."

"આમ તો રવિન્દ ભાઇ ને રીતલ ગમી ગઈ પણ.... "

"પણ, શું ???"

"મુલાકાત બરાબર ન થઇ શકી, એટલે થોડા પરેશાન લાગે છે."

"બસ આટલી જ વાતમાં ના ખુશ થઈ ગ્યો. ચલ મારી સાથે રીતલ જેવી હજાર છોકરીઓ સાથે તારી મુલાકાત કરાવુ."

"ભાઈ મારે રીતલને મળવુ છે બીજી છોકરીને નહીં, હા તમારે મળ્વુ હોય તો હું આવુ..? "

"એક મિનિટ , મનન, પહેલા એ કહો કે તમે રોજ કોને મળો છો ? ને અત્યારે કોને મળવા જવુ છે ..!" રિકલનો ગુસ્સો ઉપર આશમાન સુધી પહોંચી ગયો હતો. જે જોઈ રવિન્દ અને મનન વઘારે તેને ચિડવતા હતા. મનન અને રીકલ વચ્ચે લડાઈ શરુ થતા રવિન્દ ત્યાથી ઊભો થઈ જતો રહ્યો. કયા સુધી તો તેનુ ચાલતુ રહ્યુ.

આજે બીજો દિવસ પણ પુરો થઈ ગ્યો હતો .પણ રિતલના તરફથી કોઈ જવાબ ન હતો હજી. પહેલી મુલાકાત અધુરી રહી તે વાતથી રવિન્દ ને થોડુક દૂ:ખ લાગતુ હતુ. પણ ફરી મળશુ કે નહીં તે વાતથી તે વધારે પરેશાન હતો. જેવી રાત રિતલની હતી તેવી જ રાત રવિન્દની પણ જઈ રહી હતી. એકબીજાના વિચારમા બંને આખી રાત જાગતા રહ્યા.

આજે બંનેના મળતા વિચારો એક હતા. પણ બને એક થશે કે નહીં ? અને થશે તો તેની આગળની જીદગી કેવી હશે ? અને નહીં થાય તો...! આ પ્રેમ હશે કે ખાલી જવાનીનો ઉમગ ? ને રિતલે તેના મન સાથે શું ફેંસલો લીધો હશે. તે જાણવા વાંચતા રહો 'જયારે દિલ તુટયુ તારા પ્રેમમાં.'

ક્રમશ :


Rate this content
Log in

Similar gujarati story from Drama