Sachin Soni

Drama Inspirational Others

4.3  

Sachin Soni

Drama Inspirational Others

જવાબદારીનો બોજ

જવાબદારીનો બોજ

7 mins
153


વહેલી સવારે પાંચ વાગ્યે જાગી ફ્રેશ થઈ નંદા પૂજા ઘરમાં પ્રવેશી ખરી પણ આજે ભગવાન સામે ન તો દિપક પ્રગટાવ્યો કે ન તો ધૂપસળી કરી, બસ એ મંદિરની સામે બેસી બાલ ગોપાલને પારણીયે ઝુલાવતી અને પોતાના બાલ ગોપાલ સામે આંખેથી આંસુ સારતી,પોતાનું હૈયું હળવું કરવાં બાલ ગોપાલને ફરિયાદ કરતી.

   નંદા "બોલી ક્યાં જન્મમાં મેં પાપ કર્યા હશે કે આ જનમ મારે આજે આ દિવસ જોવાનો વારો આવ્યો. સુખ દુઃખ તો જીવનમાં આવે અને જાય પણ એનો મને અફસોસ પણ નથી.

પણ મારી વહુ સાગરિકા કઈ ગોઝારી ઘડીમાં મારા દીકરા સાગરને માવડીયો કહ્યો હશે જેના કારણે બે વર્ષ સાથે વિતાવેલું લગ્નજીવન પર સાગરે પૂર્ણ વિરામ મૂકી દેવાનું વિચાર્યું. સાગરિકા અને સાગર પોતાના લગ્નજીવન પર પૂર્ણ વિરામ મૂકી ભવિષ્યમાં આગળ વધી જશે પણ હાલમાં સાગરિકા પાસે રહેલી મારી છ માસની પૌત્રી ભવ્યા આજે અદાલતનો ચુકાદો આવશે જો સાગરિકા પાસે રહેશે તો પિતા વિનાની થશે, અને સાગર પાસે રહશે તો મા વિહોણી રહેશે."

     એજ વિચારોમાં ખોવાયેલી નંદા એક કલાક ભગવાન પાસે રડતી બબડતી ઊભી થઈ પહેલાં તો રસોડામાં જઈ નાસ્તાની તૈયારી કરી, ત્રણેય મળી નાસ્તો કર્યો અને ગાડી લઈ શહેર જવા રવાના થયાં, એક કલાકમાં અદાલતે પહોંચી ગયાં,

સાગર અને સાગરિકાએ ન તો એકબીજા સામે ઉંચી આંખ પણ ન કરી અને જજ સાહેબે ભવ્યાની કસ્ટડી સાગરને સોંપી, બંને એ પેપર સાઇન કર્યા અને છૂટાછેડા મંજૂર થઈ ગયા.

   સાગરિકાએ રડતી ભવ્યાને સાસુ નંદાના હાથમાં આપી, ન તો કંઈ બોલી કે દીકરીને વ્હાલ કર્યું. ભવ્યા સાગરિકાને બોજ લાગતી એટલે આવું વર્તન કર્યું હશે એવું સમજી નંદા પણ કશું બોલી નહીં અને ભવ્યાને રડતી જોઈ નંદાના હૈયે ફરી માતૃત્વ ફૂટી નીકળ્યું અને ભવ્યાને છાતી એ ચાંપી લીધી અને સાગર સાથે ઘરે જવા નીકળી ગઈ, રસ્તામાં નંદા મનમાં વિચારોનું ઘમાસાણ ચાલી રહ્યું હતું, હું મા વિનાની દીકરીને કેવી રીતે ઉછેરીને મોટી કરીશ, હવે મારી પણ ઉંમર થોડી છે કે હું બાળ ઉછેર કરી શકું આવા અનેક સવાલો સાથે નંદા એના પરિવાર સાથે એક મા વિનાની ખોળે રમતી દીકરીની મા બનવાની જવાબદારી સાથે પહોંચી.

   ગાડીમાંથી ઉતરતાની સાથે નંદાને સાગરનાં વર્તનમાં ઘણો ફેર લાગ્યો એમને એક વખત પણ ભવ્યા સામું જોયું પણ નહીં અને ઘરે પહોંચી સાગરે એમની મમ્મીને કહ્યું "મમ્મી તારાથી આ છોકરી સચવાય તો સાચવજે નહિતર તું કહેતો આ સાગરિકાની છોકરીને હું અનાથ આશ્રમમાં મૂકી આવું."

   "આજે બોલ્યો એ ભલે બોલ્યો સાગર તું આવો નિષ્ઠુર ક્યારે થઈ ગયો ? આ એકલી સાગરિકાની દીકરી નથી આ ભવ્યા તારો પણ અંશ છે એટલું યાદ રાખજે, ભવ્યાને હું મોટી કરીશ હું એમને સાચવીશ, મારી ત્રણ દીકરીઓ પરણી ભલે સાસરે ચાલી ગઈ , તો હું ભવ્યાને મારી પેટનીજણી ચોથી દીકરી માની હું એનું પાલનપોષણ કરીશ તું આજથી ભવ્યાની જવાબદારી માંથી છૂટો, હું જ એની દાદી,હું એની નાની ,અને હું એની મા. આ ત્રણ મા આ ભવ્યનો ઉછેર કરશે આવું ગુસ્સામાં નંદા બોલી."

    "હા તો ભલે મમ્મી તને શોખ છે જવાબદારી ઉપાડવાનો તો ઉપાડ હું પણ જોવ છું ક્યાં સુધી તું આ બોજને તારા ખભા પર ઉપાડી શકીશ. હજું પણ સમય છે સમજી જા તું જીવી એટલું તો હવે જીવવાની નથી. આ જવાબદારીનો બોજ તું ઉપાડી શકીશ..? સાગરે એની મમ્મીને કહ્યું"

   " હા મારા ખોળિયામાં પ્રાણ છે ત્યાં સુધી તો હું ભવ્યાને ક્યાંય નહીં મોકલું અને તું કહે છે જીવી એટલું જીવવાની ? તો હું મારા બાલ ગોપાલ પાસે રોજ પ્રાર્થના કરીશ કે મારું શરીર હમેશ સ્વસ્થ રાખે જ્યાં સુધી મારી ભવ્યા સાસરે ન જાય ત્યાં સુધી હું નિરોગી રહું, સાગર તું પિતા હોવાની જવાબદારીથી નિવૃત છે , તું ભવ્યાને દીકરી ભલે ન માને પણ આજથી એના દાદા દાદી જ એનાં માતા પિતા, રડતી આંખે નંદા બોલી."

    " તો સારું મમ્મી તારી જેવી ઈચ્છા પણ મારા તરફથી તું અને પપ્પા કોઈ આશા રાખતાં નહીં. અને હું કોઈપણ જાતનું તમારા પર ધ્યાન આપવાનો નથી, મારી ઈચ્છા હશે તો હું અહીં તમારી સાથે રહીશ નહિતર શહેર મારી નોકરી છે ત્યાં જઈ હું વસવાટ કરી લઈશ, અને આમ પણ હું રોજના અપડાઉનથી કંટાળી ગયો છું એવું સાગરે એની મમ્મીને કહ્યું."

   "સારું દીકરા તને ફાવે ત્યાં સુધી રહેજે, અમારી ચિંતા તું જરાપણ નહીં કરતો હું અને તારા પપ્પા બધું સંભાળી લેશું, હજું તારા પપ્પાના જીવે છે અને આજીવિકા માટે તારા પપ્પાની કરિયાણાંની દુકાન છે એનાથી કામ નહીં થાય તો હું એમને મદદ કરીશ. અને ભવ્યા પણ કાયમ થોડી છે એવડી જ રહેવાની હમણાં મોટી થઈ જશે, મેં અને તારા પપ્પાએ ચાર સંતાનો મોટા કર્યા છે ગુસ્સામાં નંદા બોલી."

   અને એક અઠવાડિયા પછી સાગર માલસામાન લઈ શહેર જતો રહ્યો, છ મહિના પછી સાગરે એની સાથે કામ કરતી જયના સાથે કોર્ટ મેરેજ કરી લીધા, અને આ બાજુ ગામડે રહેતી નંદા ભવ્યાના ઉછેરમાં વ્યસ્ત થઈ ગઈ,ધીમેધીમે સમય પણ વહેવા લાગ્યો ભવ્યા પાંચ વર્ષની થઈ ગઈ સ્કૂલમાં ભણવાં બેસાડી દીધી ત્યાર પછી પછી નંદા પણ પતિ કુમારની સાથે પોતાની દુકાને બેસતી અને કામમાં મદદ કરતી થઈ ગઈ.

 અને આ પાંચ વર્ષ દરમ્યાન સાગરે પાછું વળી કદી જોયું નહીં કે પોતાના માતા પિતાની કે દીકરી ભવ્યાની ખબર ન લીધી એનો પસ્તાવો હવે સાગરનાં મનમાં ખૂબ રહેતો. એટલે પાંચ વર્ષે "સાગરે મમ્મીને ફોન કર્યો અને કહ્યું મમ્મી આવતી કાલે હું ત્યાં આવું છું તને એક જરૂરી વાત જણાવી છે આટલું કહી ફોન કટ કરી નાખ્યો."

   અને બીજે દિવસે અગિયાર વાગ્યે સાગર એનાં ઘરે આવી પહોંચ્યો આવતાની સાથે મમ્મી પપ્પાના ચરણસ્પર્શ કર્યા અને નંદાના ગળે વળગી એક બાળક રડે એ રીતે રડવા લાગ્યો.

"પણ સાગર થયું છે શું કેમ આટલો બધો રડે છે દીકરા કંઈ વાત કરતો મને ખબર પડે નંદાએ પૂછ્યું."

   "મમ્મી તું અને પપ્પા મને માફ કરો મારાથી મોટી ભૂલ થઈ ગઈ છે, મેં તમને બંનેને પૂછ્યા વગર જયના નામની છોકરી સાથે લગ્ન કર્યા હતા, એ લગ્ન પણ એક વર્ષમાં તૂટી ગયાં અને જયના પણ મને છોડી ચાલી ગઈ. મમ્મી જયનાનાં ગયાં પછી હું ત્રણ વર્ષ એકલો રહ્યો છું, હવે હું થાકી ગયો પત્નીનું સુખ મારા નસીબમાં જ નથી, અને મેં છ માસની બાળકીની રડતી છોડી કદાચ એની સજા મને મળી ગઈ. માટે તમારી સાથે મારે રહેવું છે અને મારી દીકરીને પિતાનો પ્રેમ આપી ઉછેરી મોટી કરવી છે ,એ માટે હું આજથી ફરી અપડાઉન કરીશ પણ રહીશ તો તમારી સાથે જ. ક્યાં છે મારી દીકરી ભવ્યા..? સાગરે મમ્મી નંદાને પૂછ્યું."

   " છોરું કછોરું થાય પણ માવતર કદી કમાવતર ન થાય દીકરા, તે તારી ભૂલ સ્વીકારી લીધી મારા અને તારા પપ્પા માટે ઘણું છે, સાગર જીવન છે એવું બધું તો ચાલ્યાં કરે ક્યારેક સુખ તો કદી દુઃખ, કદી તડકો તો કદી છાંયો આવ્યાં જ કરે પણ તું સમયસર સમજી ગયો ફરી તું અહીં તારી દીકરી માટે આવી ગયો બસ... તો તારાથી ડાહ્યો દીકરો અને સમજુ પિતા કોણ હોય..! ભવ્યા સાડા બાર વાગ્યે હમણાં સ્કૂલેથી આવતી જ હશે ,નંદાએ સાગરને કહ્યું."

    થોડીવારમાં ભવ્યા આવી સીધી નંદાના ગળે વળગી "બોલી દાનીમાં હું આવી ગઈ" "અરે...!મારી દીકરી તું આવી ગઈ, બેટા જો હિંડોળે તારા દાદા સાથે કોણ બેઠું છે જો નંદાએ ભવ્યાને કહ્યું."

   "દાનીમાં એ તો મારા પપ્પા છે કેમ ઓળખી ભવ્યા બોલી અને દોડતી ભવ્યા એના પપ્પા પાસે ગઈ," સાગરે ભવ્યાને પોતાના ખોળામાં બેસાડી ઘણું વ્હાલ કર્યું અને બોલ્યો મમ્મી મારી ભવ્યા આટલી મોટી થઈ ગઈ સ્કૂલે પણ જવા લાગી ?

અને મમ્મી તને દાનીમાં કેમ કહે છે...?"

  "અરે...! સાગર એ જ્યારે બોલતાં શીખી ત્યારે જ પહેલો શબ્દ એ દાનીમા બોલી છે, બસ ત્યારથી એ મને દાનીમા જ કહે છે નંદાએ સાગરને જવાબ આપતાં કહ્યું."

  "મમ્મી તને યાદ છે તે જ કહ્યું હતું હું એની દાદી,નાની અને એની મા બની ઉછેરીશ તો ભવ્યાનુ દાનીમાં કહેવું એકદમ યોગ્ય છે કદાચ તારા બાલ ગોપાલે દાનીમાં શીખવાડ્યું હશે સાગરે નંદાને કહ્યું."

    ધીમેધીમે સમય પણ પાણીની માફક પસાર થવા લાગ્યો !

એ સમય દરમ્યાન સાગરને નંદા એ બહુ સમજાવી પટાવી એની જ્ઞાતિની વિધવા શારદા નામની યુવતી સાથે લગ્ન કરાવ્યાં અને અને શારદા પણ એનાં પ્રમાણે ખૂબ જ શાંત અને સરળ સ્વભાવની હતી, આવતાની સાથે એમને ભવ્યાને મા નો પ્રેમ આપી સાસુ નંદાના ખભા પરથી થોડો જવાબદારીનો બોજ ઓછો કર્યો અને સાગરનાં જીવન ફરી ખુશીઓથી આબાદ થઈ ગયું.બે વર્ષમાં શારદાએ એક દીકરાને જન્મ આપી સાગરનો પરિવાર પૂરો કર્યો.

    અને ભવ્યા એ પણ કોલેજ સુધીની ભણતર ભણી લીધી અને ભવ્યા માટે સારા ઘરનાં ઠેકાણા પણ આવવાં લાગ્યાં, જોત જોતામાં અંતે ભવ્યા એ આશિષ નામના છોકરા માટે હા ભણી અને સગપણની ચૂંદડી ભવ્યાને ઓઢાડવામાં આવી, આ રીતે ભવ્યાનું વેવિશાળ થઈ જતાં ભવ્યાની દાનીમાં એ હાશ કારો અનુભવ્યો આજે દાદી દીકરી હિંડોળે એકી સાથે બેસી વાતો એ વળગી.

   "દાનીમા આજે હું તમને કંઈ કહેવા માગું છું તમે હા કહો તો કહું ભવ્યાએ નંદાને કહ્યું."

"હા જે કહેવું હોય તે બોલ એમાં વળી દાનીમાને પૂછવાનું હોય? નંદા બોલી."

  "દાનીમા સાચું કહેજો આજે તમે બહુ ખુશ છો ને.? આજે વીસ વર્ષે તમારા ઘરડાં થઈ ગયેલા ખભા પરથી આ ભવ્યાનો જવાબદારીનો બોજ ઉતરી ગયો ને ? દાનીમા તમે ન હોત તો મારું શું થાત તમે મને ઉછેરી મોટી કરી, મમ્મી પપ્પાએ તો મારાથી મોં ફેરવી લીધું હતું ડૂસકાં ભરતી રડતી ભવ્યા બોલી."

   "ભવ્યા પહેલાં તું રડતી ચૂપ થઈ જા, આ તારી દાનીમા હજુ જીવે છે મરી નથી સમજી,કે તું આટલું રડે છે, તું મારી જવાબદારી છે એ વાત તારી સાચી પણ બોજ કહ્યું એ મને જરા પણ ન ગમ્યું.ગાંડી દીકરી કોઈપણ માવતર માટે બોજ કદી હોતી નથી, દિકરીતો ઘરની લક્ષ્મી કહેવાય,દીકરી બે ઘરનોનો દીપક કહેવાય આજે બોલીએ બોલી તું મારા માટે કદી બોજ હતી નહીં આટલું બોલી નંદાએ ભવ્યાનું માથું પોતાના ખોળામાં લઈ નાની બાળકીને પંપાળતી હોય એમ ભવ્યાને ફરી લાડ લડાવા લાગી.


Rate this content
Log in

Similar gujarati story from Drama