STORYMIRROR

Sachin Soni

Drama Tragedy Others

3  

Sachin Soni

Drama Tragedy Others

ઘરચોળું

ઘરચોળું

1 min
156

કફન શબ્દ આંખની સામે આવતા આજે ફરીવાર, મારી સામે નાનપણનું એ દ્રશ્ય મારા દિલ અને દિમાગમાં ફરી આવી ગયું.

અને ફરી પાછું એ તારું લાલચટક ઘરચોળું સ્મરણમાં આવી પહોંચ્યું.

આમ તો મા મેં તારી સાથે અલ્પ સમય વિતાવ્યો છે, પણ નાનપણની એ ધૂંધળી યાદો હજુ પણ મારા સ્મરણમાં ક્યાંક એક ખૂણામાં જીવંત પડી છે.

મોટી બહેનના લગ્ન પ્રસંગ વખતે તું એ ઘરચોળામાં સજ્જ અને બહું ખુશ દેખાતી હતી,તારા એ ઘરચોળાના કોઈ વખાણ કરતા તો તું બહું ખુશ થઈ જતી હતી,

કારણ કે ઘરચોળું તને બહું ગમતું હતું, અને એ ઘરચોળા સાથે તે ઘણા બધા ફોટો પણ પડાવેલા.

બહેનના લગ્ન ધામધૂમથી કર્યા પછી મા તને છ મહિના પછી એ કાળમૂખો હૃદય રોગનો હુમલો આવ્યો અને તે અમારી વચ્ચેથી વસમી વિદાય લીધી, અને તે દિવસે પણ મા તને એ તારા ગમતા ઘરચોળાને તારું કફન બનાવી તને ઓઢાળવામાં આવ્યું.

અને ત્યારે મારા બાળ સહજ મનમાં એક સવાલ થયો,

કે મા તને વહાલસોયા દીકરા કરતા તને એ ઘરચોળું વ્હાલું હતું,

કારણ કે તું મને છોડી કફન બનેલા ઘરચોળાને સાથે લઈ ગઈ.


Rate this content
Log in

Similar gujarati story from Drama