Sachin Soni

Drama Inspirational Others

4.7  

Sachin Soni

Drama Inspirational Others

જીવનભરની દોસ્તી

જીવનભરની દોસ્તી

6 mins
136


છોકરીઓના કલબલાટથી હમેંશ ધમધમતું ગંગામાતા કન્યા છાત્રાલયમાં આજે મહિનાનો છેલ્લો રવિવાર હોવાથી વાતાવરણમાં એટલી શાંતિ હતી કે, છાત્રાલયમાં અડીખમ ઊભેલા વડલાનાં પાન પવન સાથે જાણે મસ્તીએ ચડ્યાં હોય એમ છાત્રાલયના એક ખૂણેથી બીજા ખૂણે ખખડતાં અવાજ કરતાં તો ક્યારેક ગૃહમાતાની ઓફિસમાં જઈ એનાં રજીસ્ટર પર જઈ બેસતાં. સાથે સવારનાં નવ વાગ્યાનાં સુંદર વાતાવરણમાં ત્રણ માળનાં છાત્રાલયમાં માત્ર પહેલાં માળે એકસો ત્રણ નંબરના રૂમ માત્ર ખુલ્લો હતો, અને બંને છોકરીઓ સાવ નિરાશ થઈ પોતપોતાના પલંગ પર બેઠી પોતાના ઘરેથી કોઈ મળવાં હમણાં જ આવશે એવી રાહમાં બેઠી હતી.

   એટલામાં દરવાજા પર ટપોર આપતાં ગૃહમાતા બોલ્યાં

"પારુલ તારા ઘરેથી હમણાં ફોન આવ્યો હતો કે તારા પપ્પાની તબિયત બરાબર ન હોવાને કારણે આજે કોઈ નહીં આવી શકે અને વૃંદા તારો ભાઈ અગિયાર વાગ્યાં સુધીમાં આવી જશે."

" સારું ગૃહમાતા મને ખબર હતી મારા મમ્મી ગયા મહિને આવી ત્યારે જ કહેતી હતી કે આવતાં મહિને અમે કદાચ મળવાં ન આવી શકીએ,ઉદાસ મને પારુલે ગૃહમાતાને કહ્યું.

ગૃહમાતા આટલું કહીં ત્યાંથી નીચે ચાલ્યાં ગયાં. "નિરાશ પલંગ પર બેઠેલી પારુલ ઘીમાં અવાજે બોલી વૃંદા તારો ભાઈ આવશે એટલે તું પણ એમની સાથે જવાની હશે ને..?"

     વૃંદા : "આજે મારે ભાઈ સાથે બહાર ક્યાંય નથી જવું, કઈ મંગાવું હશે તો ભાઈને કહીશ એ લઈ આવશે, પારુલ તારે પણ કંઈ મગાવવું હોય તો કહેજે હું ભાઈને કહીશ તો એ લેતો આવશે.

" પારુલ બોલી ના...રે મારે તો કશું જ નથી મંગાવવું આમ પણ હવે આ છેલ્લો મહિનો છે, વીસ તારીખે પરીક્ષા પણ પૂરી થઈ જશે પછી તો ઘરે જ જવાનું છે."

  " હા યાર.. હવે તો થોડા જ દિવસ આપણે સાથે છીએ, પછી તું તારા ઘરે અને હું મારા ઘરે આ હોસ્ટેલ લાઈફ જીવનભર યાદ રહેશે, અને પારુલ તારી યાદ બહુ આવશે કેમ કે તું તું મારી પાકી ફ્રેન્ડ ખરીને અને તું આગળ ભણવાની છો કે નહીં વૃંદાએ પૂછ્યું.?"

   પારુલ : "આગળ ભણવાની તો ઈચ્છા બહુ છે પણ મારા દાદી બહુ બીમાર રહે છે અને ખાટલે પડ્યાં પડ્યાં મારા લગ્નની જલ્દી કરવાની વાત ભૂલતાં જ નથી. હવે તો મારા મમ્મી પપ્પા પણ દાદીની વાત સાથે સહમત થઈ ગયાં છે. 

માટે હું તો નહીં ભણી શકું પણ વૃંદા તું ભણવાની છો કે નહીં ?."

    " મારી આગળ ભણવાની ઈચ્છા છ મહિના પહેલાં હૃદયરોગના કારણે મૃત્યુ પામેલી મારી મમ્મી સાથે મૃત્યુ પામી છે આવું રડતી આંખે વૃંદાએ પારુલને જણાવ્યું."

"તો તારા મમ્મીની ઈચ્છાનું શું એ તો તને શિક્ષિકા તરીકે જોવા માંગતા હતાં પારુલે ફરી પૂછ્યું..?"

    વૃંદા : " એ સપનું પણ મેં મારી મમ્મી સાથે જ મોકલી દીધું, જો હું ભણવામાં વ્યસ્ત રહું તો ઘરની જવાબદારી કોણ સંભાળે ? મારે તો હવે મારુ ઘર ભલુ અને એક ઈચ્છા મનમાં છે કે જલ્દી મારા ભાઈ માટે કોઈ તારા જેવી સારી છોકરી મારા ભાઈને મળી તો હું ગંગા નહાવું. પારુલ તું હા કહે તો એક વાત કહું..?"

     "હા બોલને એમાં પૂછવાનું હોય પારુલે કહ્યું."

"પારુલ મારી એવી ઈચ્છા છે તું જ મારા ઘરની અને મારા ભાઈ યુકે ની જીવનભરની દોસ્ત બની જાય તો ?"

"હું કઈ સમજી નહીં..! અને આ યુકે કોણ ? આશ્ચર્ય પૂર્વક પારુલે વૃંદાને પૂછ્યું."

    વૃંદા : "અરે...! યુકે મતલબ ઉદય કાંતિલાલ મારો ભાઈ, મારો ભાઈ યુકે ના નામથી ઓળખાય છે."

"આ વાત સાંભળી પારુલ બોલી યુકે ની વાત તો બરાબર પણ તે કહ્યું જીવનભરની દોસ્ત બની જા એ વાત હજુ હું સમજી નથી."

"ટૂંકમાં કહું કે વિસ્તારમાં સમજાવું વૃંદાએ હસતાં હસતાં પારુલને કહ્યું."

"સમય ઓછો છે આપણી પાસે તારો ભાઈ પણ હમણાં આવી જશે માટે તું ટૂંકમાં જ કહી દે અને મને સમજાઈ એ રીતે કહેજે પારુલ બોલી."

   " વૃંદાએ પારુલનો હાથ પોતાનાં હાથમાં લઈ બોલી તું સાંભળ હું તને શું કહેવા માંગુ છું, તું મારી ત્રણ વર્ષથી ફ્રેન્ડ તો છે, પણ મારી ઈચ્છા છે તું મારા ભાઈની જીવનસંગીની બનીજા, મારો ભાઈ જનકપુરની પ્રાથમિક શાળામાં એક વર્ષથી શિક્ષક તરીકે ફરજ બજાવે છે, ખૂબ સરળ સ્વભાવનો છે આજે એક નજર તું એમને જોઈ લેજે."

   "પારુલ : તારી બધી વાત સાચી પણ હું અને તું આ સગપણ કરવામાં બહુ નાની કહેવાય આ વાત તો ઘરનાં વડીલો કરી શકે."

"એ તું મારા પર છોડી દે બસ તું મારા ભાઈ સાથે મળી લે પછી તું હા કહીશ તો હું બધું સંભાળી લઈશ પારુલે કહ્યું."

  "એટલામાં દરવાજા પર ઉદય આવી પહોંચ્યો અને બોલ્યો કેમ છો વૃંદા ? પરીક્ષાની તૈયારી કેવી ચાલે છે ?"

"પારુલ :ભાઈ હું મજામાં છું અહીં આવ મારા પલંગે બેસ ભાઈ"

"ઉદય આવી પલંગ પર બેઠો અને બોલ્યો વૃંદા તારે કઈ લેવાનું હોય તો ચાલ મારી સાથે."

"વૃંદા : મારે તારે સાથે નથી આવવું પણ તને હું લખી આપું એ તું લઈ આવજે,અને ભાઈ આ મારી ફ્રેન્ડ પારુલ છે"

   "પારુલે ઉદયને હેલો કહ્યું તો ઉદયે બે હાથ જોડી નમસ્તે કહ્યા." પણ પારુલે સામે ઉંચી આંખ કરીને જોયું પણ નહીં અને વૃંદાએ આપેલી ચિઠ્ઠી લઈ વૃંદા માટે વસ્તુ લેવા માટે પલંગ પરથી ઉઠ્યો કે તરત જ "વૃંદા બોલી ભાઈ તારો ફોન અહીં રાખતો જજે મારે પપ્પા સાથે વાત કરવી છે."

ઉદય પોતાનો ફોન વૃંદાના હાથમાં આપી ત્યાંથી ચાલી નીકળ્યો.

    ઉદય જેવો ત્યાંથી ગયો કે તરત જ "વૃંદાએ પારુલને પૂછ્યું. વૃંદા મારો ભાઈ તને પસંદ આવ્યો કે નહીં પ્લીઝ મને તું જલ્દી જણાવ."

પારુલ ઝુકેલી આંખે જેવી હા ભણી કે તરત જ "વૃંદા એ સુરત રહેતા એમના જીજુને કોલ કરી બધી વાત જણાવી અને સાથે કહ્યું કે પ્લીઝ જીજુ આ વાત આપણી વચ્ચે રહેવી જોઈએ મેં ભાઈને પણ કશું જણાવ્યું નથી. અને તમે ગમે તેમ કરી પારુલના પપ્પા સાથે ભાઈની સગપણની વાત ચલાવજો વીસ તારીખ પછી મારે રજા પડે છે એટલે એ પછી આપણે જોવાનું પછી ગોઠવીશું."

   વૃંદાની ચિંતા હવે થોડી દૂર થઈ ગઈ હતી માટે પેપર પણ ખૂબ સારા ગયાં, અને હોસ્ટેલમાંથી બંને બહેનપણીઓ જલ્દી મળવાના વાયદા સાથે છૂટી પડી અને પોતપોતાના ઘરે પહોંચી ગઈ.

   બે દિવસ પછી વૃંદાના જીજુનો વૃંદાના પપ્પા પર કોલ આવ્યો કે પપ્પા હું ને તમારી દીકરી સ્મિતા સુરતથી આજે નીકળવાના છીએ આપણે આવતી કાલે બપોર પછી ઉદય માટે વિંજલપુર છોકરી જોવા જવાનું છે, છોકરી ભણેલી છે મેં બધી વાતચીત કરી લીધી છે અમારા સગામાં છે એ લોકો એટલે કઈ ચિંતા નથી.

   વૃંદાના પપ્પાએ વૃંદા અને ઉદયને વાત કરી વૃંદા તો મનોમન બહુ ખુશ હતી,દીદી અને જીજુ જલ્દી આવે એની રાહમાં સવાર જલ્દી થતું ન'હતું ,અને સવારે નવ વાગ્યે વૃંદાના બહેન બનેવી આવી પહોંચ્યા,અને બંને બહેનો સાથે મળી બપોરનું જમવાનું બનાવી જમી પરવાળીને તૈયાર થઈ સીધા વિંજલપુર જવા બપોરે ત્રણ વાગ્યે ગાડીમાં નીકળી ગયાં.

  વિંજલપુર પહોંચી વૃંદા અને પારુલ મળી ત્યારે વર્ષો પછી મળી હોય એ રીતે " વૃંદા અરે...! પારુલ તું.." અને પારુલ પણ અરે...! વૃંદા તું " બંનેને કશું ખબર ન હોય એ રીતે વર્તી

પછી પારુલે એની મમ્મી સાથે વૃંદાની મુલાકાત કરાવતા કહ્યું "મમ્મી આ વૃંદા છે અમે સાથે છાત્રાલયમાં હતી હું જેની તને વાત કરતી એ જ મારી સખી વૃંદા છે."

   પારુલે ઉદય સાથે વાતચીત કરી અને સગપણના મીઠા પાણી પીવાયા સગપણ પાકું પણ થઈ ગયું, પારુલના પપ્પા એ વૃંદાના પપ્પા સાથે લગ્ન માટે વાત કરી કે આપણે લગ્ન વહેલી તકે કરવાના રહેશે કારણ કે મારા બા બહુ બીમાર રહે છે અને એની ઈચ્છા છે કે પારુલના લગ્ન જોતી જાઉં, આમ પારુલ અને ઉદયના ઘડિયા લગ્ન લેવાયાં બહુ ધામધૂમથી લગ્ન કરી પારુલ એના સાસરે વૃંદાની સહેલી મટી ભાભી બની આંગણે આવી પહોંચી.

     પારુલના પગલાં પડતાં જ ફરી એક વખત ઉદયનું ઘર ખુશીઓથી મહેકી ઉઠ્યું, સમય પણ પાણીની માફક વહેવા લાગ્યો, પારુલ બે વર્ષમાં દીકરાની માતા બની ગઈ અને સાથે વૃંદાની મમ્મીનું સપનું પૂરું કરવા વૃંદાને બી એડ કરવા પરાણે શહેર મોકલી દીધી, આમ ધીમેધીમે સમય પસાર થઈ ગયો વૃંદા પણ ભણીગણીને ઉદયની માફક પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે નોકરી મળી ગઈ. 

   નોકરી મળ્યાં પછી વૃંદા માટે ઉદયે અને પારુલે છોકરો શોધવાનું નક્કી કર્યું, અંતે વિનય નામના છોકરા સાથે પારુલનો હસ્તમેળાપ કરાવી વૃંદાની વિદાય સમય આવી પહોંચ્યો બંને બહેનપણીઓ ગળે મળી ખૂબ રડી અને વૃંદાએ પારુલના બંને હાથ પકડી રડતી રડતી બોલી " તું મારી ફ્રેન્ડ મટી ભાભી બની અને ભાભી મટી તું ક્યારે મારી મા બની ગઈ મને ખબર ન પડી ભાભી તે જે રીતે મારા ઘરને મારા યુકે ભાઈને સંભાળી લીધા અને મારી મમ્મીનું સપનું તે આવી પૂરું કર્યું એ માટે હું તારી જિંદગી ભરની આભારી રહીશ. તે એક સહેલી, પત્ની એક ભાભી અને એક માની ભૂમિકા ભજવી અને એક સાચી જીવનભરની દોસ્તી પણ તે નિભાવી.


Rate this content
Log in

Similar gujarati story from Drama