Sachin Soni

Inspirational

3.7  

Sachin Soni

Inspirational

આત્મસન્માન.

આત્મસન્માન.

4 mins
199


"અરે..! ક્યાં ગઈ ગુલાબડી સાંભળે છે કે નહીં મોટે મોટેથી બુમો પાડતી પતરાની ખખડી ગયેલી ડેલી ખખડાવતી સુમન એની ધૂનમાં બૂમ બરાડા પાડતી, એ કાનેથી ઓછું સાંભળતી હતી" ગુલાબ અંદરથી એ આવી કાકીનો સાદ તો કરતી હતી પણ સુમનને કાને પડે એ પહેલાં તો ગુલાબ ડેલીએ આવી પહોંચી."

"અરે..! સુમનકાકી આજે સવાર સવારમાં, અંદર આવો"

"સુમન; અંદર નથી આવવું મારે હું જગન શેઠને ત્યાં દાડીયે જાવું છે પણ આજે ચંદા બીમાર હોવાથી નથી આવી તો એક બાઈ ઘટે છે માટે વિચાર આવ્યો કે જો ગુલાબ હા કહે તો સાથે લેતી જાઉં. જો તારે બીજે ન જવાનું હોય તો તું મારી સાથે આવ, જગન શેઠ આખા દિવસની પાંચસો રૂપિયા મજૂરી આપે છે અને ઉપરથી બપોરે જમવાનું ."

"સુમનકાકીની વાત સાંભળી ગુલાબ તરતજ બોલી સુમનકાકી લાગે છે તમને ભગવાનેજ મોકલ્યાં,હમણાં આઠ દિવસથી ઘરે બેઠી છું, હમણાં કંઈ કામ મળતું નથી અને પૈસાની પણ બહું ખેંચ પણ છે, કાકી તમે અહીં થોડી વાર મારી સાસુ પાસે ખાટલે બેસો ત્યાં હું કપડાં બદલાવી હમણાં જ આવું છું."

"ગુલાબ પોતાની નાનકડી રૂમમાં જઈ દાડીયે જવાનો મેલોઘેલો કોફી કલરનો ચણીયો, કાળો કમખો અને માથે કાળું કાપડું ઓઢી બહાર આવી, સાસુને ભલામણ કરી કે બા દાડીયે જાવ છું, તમે પોયરાનું ધ્યાન રાખજો બપોર પછી પાંચ વાગ્યે હું આવી જઈશ." આટલું કહી ગુલાબ અને સુમનકાકી ત્યાંથી ચાલી નીકળ્યાં.


રસ્તામાં બન્ને વાતો કરતી કરતી ચાલીને જતી હતી એટલામાં જ્યાં જગન શેઠની જે બિલ્ડીંગનું ચણતર કામ ચાલતું હતું ત્યાં પહોંચી ગઈ અને મેદાનમાં પડેલાં લોખંડના છાલા અને એક એક ઈંઢોણી લઈ મેદાનમાં પડેલી પાંચ ઈંટો છાલમાં રાખી માથે ઈંઢોણી પર મૂકી બીજા મજૂરો સાથે બન્ને કામી લાગી ગઈ. મેદાનમાંથી ઈંટો લઈ બિલ્ડીંગના બીજા માળે પગથિયાં ચડી પહોંચાડવાની હતી. ઉપરથી સૂર્યનારાયણ પણ સખત તાપ ઓકી રહ્યાં હતાં. બપોરનાં સાડા બાર વાગ્યાં જમવાનો સમય થઈ ગયો ત્યારે મજૂરો હાશકારો અનુભવ્યો કારણ કે જમ્યા પછી બે વાગ્યાં સુધી રજા મળે અને ફરી બે વાગ્યે કામે લાગી જવાનું.

સુમનકાકી અને ગુલાબ જમીને મેદાનમાં એક ઉભેલા ઝાડના છાયે બેસી વાતો કરતી હતી. એટલામાં ત્યાં જગન શેઠનો માણસ રાજન આવ્યો અને સુમનકાકીને પૂછ્યું, "કાકી આ બાઈ નવી લાગે છે ? ક્યારેય જોઈ નથી કોણ છે તમારી સાથે આવી છે ?"

સુમનકાકીએ વળતો જવાબ આપતાં બોલ્યાં "હા સાહેબ મારી સાથે આવી છે, આજે ચંદા બીમાર હતી એટલે એની જગ્યાએ આ ગુલાબને લાવી છું, સાહેબ બિચારી વિધવા છે. કામ કરનારું પણ કોઈ નથી. ઘરે સાસુ અને પાંચ વર્ષનો પોયરો છે દુખિયારી છે ઘરનું વેતરું આ ગુલાબ માથે છે."

રાજન સુમનકાકીની વાત સાંભળી બોલ્યો, "સારું કર્યું કાકી સાથે લાવ્યાં, ચાલો હવે વાતો બહું થઈ બે વાગી ગયાં છે ફરી કામે લાગી જાઉં અને કાકી અહીંથી જાવ ત્યારે બિલ્ડીંગ પાછળની જગ્યા પર છાપરાંવાળી રૂમ છે, હું ત્યાં બેઠો છું." આટલું બોલી રાજને ગુલાબ સામે આંખેથી ઈશારો કર્યો. રાજન ગુલાબને કઈ કહેવા માંગતો પણ ગુલાબે રાજન સામે ગુસ્સાથી આંખો ફાડી ગુલાબની મોટીમોટી લાલ આંખો જોઈ રાજન ત્યાંથી ચાલતો થયો."

ફરી બધા કામે લાગી ગયાં. પણ ગુલાબ થાકીને લોથપોથ થઈ ગઈ હતી, એટલે ગુલાબે સુમનકાકીને કહ્યું "કાકી હવે મારાથી પગથિયાં નહીં ચડાય મારા પગમાં સખત દુખાવો થાય છે."

ગુલાબની વાત સાંભળી સુમનકાકી 'બોલ્યાં ગુલાબ સામે ઘડિયાળમાં જો સાડા ચાર વાગી ગયાં છે હવે અડધો કલાક બાકી જો તું આમ કરીશ તો શેઠ મને ખિજાશે પૈસા પણ કાપી લેશે. અને જો તારાથી કામ ન થતું હોય તો બપોરે જે શેઠનો માણસ મળ્યો હતો એની સાથે તું વાત કર જો બિલન્ડિંગની પાછળ હશે જા."

બિલ્ડીંગ પાછળની રુમમાં એકલાં જતાં ગુલાબનાં પગ તો ઉપડતાં ન'હતા પણ શું કરે લાચાર હતી. મજૂરીના પૈસા પણ લેવાનાં હતાં એટલે હિંમત એકઠી કરી એ રુમમાં પ્રવેશી તો ખરી, પણ સાહેબ ખુરશી પર બેઠા હતા અને માથું ટેબલ પર રાખી ઘસઘસાટ ઊંઘમાં હતા. ગુલાબે સાહેબમાં ટેબલ પર ટપોરો માર્યો પણ સાહેબની ઊંઘ ખુલી નહીં. એટલે ગુલાબે ફરી આંગળીથી ટેબલ પર ટપોરો મારી બોલી "સાહેબ ઓ સાહેબ"

 રાજન ઊંઘમાંથી ઝબકીને મનમાં વિચાર કરતો મનોમન "બોલ્યો ગુલાબ મારો ઈશારો સમજી ગઈ લાગે છે, મારી જાળમાં ફસાઈ ગઈ એ નક્કી, પછી બોલ્યો "બોલને ગુલાબ કંઈ કામ હતું."

"સાહેબ મારી તબિયત બરાબર નથી મારા પગ બહુ દુખે છે મારાથી કામ નથી થતું. મેં સુમનકાકીએ કહ્યું પણ સુમનકાકીએ તમારી રજા લેવાનું કહ્યું માટે અહીં આવી છું"

"કંઈ વાંધો નહીં ગુલાબ તું જઈ શકે છે. કોઈ અને કાલે સમયસર ફરી કામે આવી જજે." આટલું બોલી આસપાસ કોઈ નથી નજર ફેરવી પહેલાં જોઈ લીધું. રાજન ખુરશીમાંથી ઉભો થયો અને ટેબલનાં ખાનામાંથી પૈસા કાઢી ગુલાબ પાસે આવ્યો. "લે આ પૈસા." ગુલાબે પૈસા લેવા માટે જેવો હાથ લંબાવ્યો રાજને પૈસા હાથમાં આપ્યાં અને ગુલાબનો હાથ પકડી કહ્યું "તું ખરેખર તું ગુલાબ જેવી જ એકદમ સુંવાળી છે, તને જોતા જ તું મારી નજરમાં વસી ગઈ છે." આટલું કહી રાજને ગુલાબની કમર પર બીજો હાથ રાખી એની બાહોમાં કસીને પકડી લીધી.

ગુલાબ પોતાની જાતને બચાવવાં રાજનની ચંગુલમાંથી છૂટવાં પોતાની હાથની કોણી જોરથી રાજનના પેટમાં મારી પોતે છૂટી ગઈ અને સમાજમાં ઉપરથી ઉજળો અંદરથી મેલો ધરાવતો રાજનના ગાલે તમતમતો તમાચો મારી અને બોલી "સાહેબ પાંચ વર્ષથી એકલી છું પણ આત્મસન્માનથી રહીં છું, પોતાની જાતને ઘસીને પૈસા કમાઈ લઉં છું, પણ તારા જેવા પુરુષ પાસે પૈસા માટે તાબે થાવ એવી જરા પણ નથી. એક ટંકનું ભોજન ન મળે તો પાણી પીને સુઈ જાઉં પણ આ શરીર પર પરાયા પુરુષનો સ્પર્શ મને જરાપણ પરવડે નહીં. આજ પછી કોઈ પણ સ્ત્રીને સ્પર્શ કરતાં પહેલાં સો વાર વિચારી લે જે આટલું કહી ગુલાબ ત્યાંથી ચાલી નીકળી."


Rate this content
Log in

Similar gujarati story from Inspirational