Sachin Soni

Drama Inspirational Others

4.5  

Sachin Soni

Drama Inspirational Others

બાળપણની દોસ્તી

બાળપણની દોસ્તી

7 mins
124


અરે...! પ્લીઝ યાર તું બારી બંધ કરને આ સૂર્યના કિરણો મારી ઊંઘમાં ખલેલ પહોંચાડી રહ્યાં છે, મને હજું ઊંઘ આવે છે સંજય પ્લીઝ માની જાને મારી વાત, તું બારી બંધ કરને આમ ઊંઘમાં બબડતી દીપાલી ક્યાં જાણતી હતી કે બારી ખોલીએ સંજય નહીં પણ એની મમ્મી શોભના હતી, દીપાલી તો બસ સવાર સવારમાં સંજયના નામની માળા જપતી હતી, અને દીપાલીની મમ્મી "શોભના અંતે થાકી બોલી દીપાલી હું સંજય નહીં તારી મમ્મી છું બેટા ઊઠ હવે ઘડિયાળમાં જો અગિયાર વાગી ગયાં બેટા."

     "દીપાલી : મમ્મી અગિયાર વાગી ગયાં અને તું પણ ખરી છે હવે છેક મને જગાડે છે..?"

"શોભના : હા મને થયું ભલે સૂતી દીકરી પિયર આરામ ન કરે તો ક્યાં કરે, ચાલ તું ફટાફટ ફ્રેશ થઈજા જો તારા માટે ગરમાં ગરમ ચા અને બટેકાપૌવા બનાવીને લાવી છું."

"દીપાલી : ઓકે મમ્મી બસ પાંચ મિનિટમાં આવી."

દીપાલી ફ્રેશ થઈ બેડ પર નાસ્તો કરવા બેસી ગઈ અને શોભના એની બાજુમાં બેઠી એની દીકરી સાથે વાત કરવાની શરૂઆત કરી.

   "શોભના : દીપાલી તું જલ્દી નાસ્તો કરીલે તારા માટે એક સરપ્રાઈઝ છે, તું નાની હતી ત્યારે તો હું તારી ડ્રેસ ડિઝાઇનર હતી જ પણ તું પરણી સાસરે ગઈ પછી તારી પસંદ તારી ડિઝાઇનર બદલી ગઈ છે છતાં પણ મેં તારા માટે એક અનોખો ડ્રેસ તૈયાર કર્યો છે જે તને ગમશે જ મને તો એટલી ખબર છે બસ...."

    "દીપાલી : મમ્મી તું મારા માટે ડ્રેસ તૈયાર કરે અને મને ન ગમે એવું કદી બન્યું છે, તે ક્યારે ડ્રેસ તૈયાર કર્યો હું ઘરમાં જ છું છતાં મને કેમ નથી ખબર મમ્મી..? કે તું મારા માટે ડ્રેસ તૈયાર કરે છે. ચાલ જલ્દી આપ એ ડ્રેસ મને."

   "શોભના : પહેલાં નાસ્તો કરી લે બીજી બધી વાત પછી, ડ્રેસ પણ પછી આપીશ, જો તું મારા સવાલનો જવાબ આપીશ તો જ તને એ ડ્રેસ મળશે."

   "દીપાલી : સારું તો માતે પૂછો સવાલ."

"શોભના : દીપાલી તે અને સંજયે શું માંડ્યું છે બેટા ? તમારે કરવું છે શું ? તું એક મહિનાથી આવી છે કેટલી વાર તમને બંનેને પૂછ્યું છતાં નથી તું જવાબ આપતી કે નથી સંજય જવાબ આપતો, શું ચાલી રહ્યું છે તમારી વચ્ચે...? આમ તો તું સવાર સવારમાં સજયનું નામ લેતા થાકતી નથી."

   "દીપાલી : મમ્મી પ્લીઝ મારે એ સંજયનું નામ નથી સાંભળવું, અને હું હવે એમના ઘરે નથી જવાની મેં પપ્પાને બધી વાત કરી દીધી છે."

"શોભના : સારું તો મારું શું કામ છે અહીં હું જાઉં છું, તમે બાપ દીકરીએ સમજી લીધું છે તો હું નાહકની તારી ચિંતા શું કામ કરું."

   "દીપાલી : મમ્મી ક્યાંય નથી જવું અહીં મારી પાસે બેસ તું અને મારો ડ્રેસ આપ મને."

"શોભના : હા ડ્રેસ તો હું તને આપવાની છું, પણ મને પહેલા મારા સવાલનો જવાબ આપે તો."

"દીપાલી : મમ્મી તો સાંભળ મેં એક વર્ષમાં બે થી ત્રણ વખત જ કહ્યું હતું કે સંજય તું રોજનું ત્રણ કલાક ટ્રેનમાં ઉપડાઉન કરી બહુ થાકી જતો હશે તો આપણે તું જ્યાં નોકરી કરે છે એજ શહેરમાં આપણે એક નાનકડું ઘર વસાવી લઈએ તો તારે આ રોજનું ટ્રાવેલિંગ ન કરવું પડે. બસ આટલી જ વાત પર ઝગડો થયો મમ્મી."

   "શોભના : દીપાલી આટલી નાની અમથી વાત પર તું ઝગડો કરી એક મહિનાથી અહીં બેઠી છે, તું આટલી સમજદાર છો છતાં તારાથી આવી ભૂલ કેમ થઈ..? તારી અને સંજયની તો બાળપણની દોસ્તી છે, અને તમે એક બીજાએ પસંદ કરી આ દોસ્તીને લગ્નનું નામ આપ્યું, બેટા જો તે સંજય સાથે બાળપણની દોસ્તી જાડવી રાખી હોત તો આ સમય મારે ન જોવો પડત, તું સંજયની દોસ્ત મટી પત્ની થઈ એટલે જ આ ઝગડો થયો, અને દીપાલી આમ પણ સંજય તને આજીવન ક્યાં દૂર રાખવાનો હતો એ તને આજે નહીં તો કાલે એમની સાથે લઈ જવાનો હતો ને."

   "દીપાલી : મમ્મી તું મારી મમ્મી છે કે સંજયની બસ એમનો પક્ષ ખેંચે છે, મેં સંજયને ચોખ્ખું જણાવી દીધું છે કે જયાં સુધી તું જે શહેરમાં નોકરી કરે ત્યાં મને મારુ સપનાનું ઘર વસાવા નહીં આપે ત્યાં સુધી હું મારી મમ્મીને ઘરેથી નહીં જ આવું, નહિતર તું મને હમેશ માટે ભૂલી જજે... મમ્મી એ વાત છોડ પહેલાં મારો ડ્રેસ આપ."

    શોભનાએ થેલીમાંથી ડ્રેસ કાઢી દીપાલીના હાથમાં આપ્યો. "દીપાલી ડ્રેસ જોઈ બોલી મમ્મી આ ડ્રેસ ક્યાં છે આ તો સ્કૂલનો યુનિફોર્મ હોય એવું લાગે છે."

"શોભના : હા એ યુનિફોર્મ જ છે મેં તારા માટે ખાસ બનાવ્યો છે, અને તારે આજે એજ પહેરવો પડશે. આ સફેદ શર્ટ, એનાં પર બ્લુ ટાઇ અને આ સ્કર્ટ, સાથે સફેદ મોજા અને તારા માટે કાળા બુટ પણ લાવી છું, તને ગમ્યોને ડ્રેસ..?

   "દીપાલી : જરાય નહીં આ ડ્રેસ તો લગભગ હું સાતમું ભણતી ત્યારે તે માટે બનાવ્યો હતો ત્યારે એ થોડો નાનો હતો પણ આજે મારા માપ સાઈઝ પ્રમાણે બનાવ્યો છે. તે બનાવ્યો છે એટલે એકવાર જરૂર પહેરીશ પણ મમ્મી આ ડ્રેસ બનાવવા પાછળનું કોઈ કારણ જણાવે તો હું પહેરીશ નહિતર પહેરું..."

   "શોભના : હા તને જરૂર જણાવીશ પણ પહેલાં તું બાથરૂમમાં જઈ ડ્રેસ પહેરી આવ જલ્દી."

દીપાલી પાંચ મિનિટમાં એ યુનિફોર્મમાં સજ્જ થઈ શોભના સામે આવી શોભનાએ દીપાલીને ડ્રેશીંગના ટેબલ બેસાડી સૌપ્રથમ તો દીપાલીના બાંધેલા વાળ ખુલ્લાં કરી વાળમાં કોપરેલ તેલનું માલિશ કરી શોભનાએ દીપાલીને બે ચોટલાં ઓરાવી તેમાં લાલ રીબીન નાખી આગળ બન્ને ખભા પર દેખાય રીતે ચોટલાં રાખ્યાં.

    "શોભના : હવે તું સંજયની નાનપણની દોસ્ત દીપુ લાગે છે, દીપાલી મને ખબર છે તારા સાસરે તારા અને સંજયના બેડ રૂમમાં તારા લગ્નનો ફોટો સંજયએ રાખ્યો નથી એની જગ્યાએ તું અને સંજય જ્યારે સાતમું ભણતાં ત્યારે તમારી સ્કૂલમાંથી જે ફોટો આવ્યો હતો જેમાં તું આજે પહેરેલાં યુનિફોર્મ સજ્જ છો અને સંજય બ્લુ હાફ પેન્ટ અને સફેદ શર્ટ અને બ્લુ ટાઈમાં તમે એકબીજાની બાજુમાં ઉભા છો એ ફોટો સંજયે તમારા બેડરૂમમાં રાખ્યો છે, મેં સંજયને બે દિવસ પહેલા ફોન કરી અહીં આવવા માટે કહ્યું તો "સંજયે જવાબમાં મને કહ્યું મમ્મી મારે મારી પત્નીને મળવું નથી મારે મારી બાળપણની ભૂલભરેલી મારી પાગલ દીપુને મળવા આવું છે, જો દીપુમાં એ ફરી બાળપણની દોસ્તી મળે તો હું આવું.."

   "દીપાલી : અને તે હા ભણી દીધી, ભલે આવતો સંજય તું એને આવવા દે."

"શોભના : તું કઈ પણ બોલી છે તો તને તારી મમ્મીના સમ છે ચાલ હવે મારી સાથે હોલમાં સંજય બસ આવવો જોઈએ."

શોભના અને દીપાલી હોલમાં આવ્યાં અને દરવાજા પર બેલ વાગી."દીપાલી : મમ્મી તું દરવાજો ખોલ તારો જમાઈ આવ્યો હશે. આટલું કહી દીપાલી રસોડામાં અંદર જતી રહી."

   શોભનાએ દરવાજો ખોલ્યો સંજયે અંદર આવી શોભનાને પાય લાગી કેમ છો મમ્મી પૂછ્યું..?

"શોભના : આવો સંજય કુમાર હું મજામાં છું તમે કેમ છો ?"

"સંજય : પણ મમ્મી હું મજામાં નથી સંજયને કુમાર કહી તમે આ સંજયને જમાઈ બનાવી દીધો એટલે મજામાં નથી એમ જ કહેવું પડે."

   "શોભના : સંજય તમે સોફા પર બેસો, ત્યાં સુધીમાં હું પાણીનો ગ્લાસ લઈ આવું. "સંજય : મમ્મી તમે બેસો મારે પાણી નથી પીવું."

"શોભના : દીપાલી પાણી લાવજે બેટા જો કોણ આવ્યું છે રસોડામાંથી બહાર આવ."

થોડીવારમાં યુનિફોર્મમાં સજ્જ દીપાલી ટ્રેમાં એક ગ્લાસ પાણી લઈ હોલમાં આવી દીપાલીને યુનિફોર્મ જોઈ સંજય દીપાલી પર ખૂબ હસ્યો અને "બોલ્યો મમ્મી આ તો મારી પાગલ દોસ્ત બે ચોટલાંવાડી દીપુ છે ને...?"

   દીપાલી તો પણ કશું જ બોલી નહીં સંજયને પાણીનો ગ્લાસ હાથમાં આપી ફરી રસોડા તરફ જવા પ્રયાણ કરી રહી ત્યાં શોભનાએ દીપાલીને કહ્યું તું અહીં બેશ હું સંજય માટે ચા બનાવી લાઉ." આટલું કહી શોભના જેવી રસોડામાં ગઈ કે તરત જ "દીપાલી બોલી મારી મમ્મીએ મને જોકર જેવી તૈયાર કરી માટે તું હસ્યોને...? અને તું હસ્યો એનો મને કંઈ વાંધો પણ નથી પણ તું કયા હકથી મારા પર હસ્યો..? મેં તો તારી સાથે છેલ્લાં એક મહિનાથી અબોલા લીધા છે."

    "સંજય: તું હકની વાત કરે છે તો સાંભળ તું નાનપણમાં પણ જ્યારે આ યુનિફોર્મ પહેરતી ત્યારે પણ મને તારા પર હસવું આવતું, જ્યારે આજે યુવાન થઈ અને એને ફરી એ યુનિફોર્મમાં એટલે અત્યારે પણ તારા પર હસવું આવ્યું, અને ભવિષ્યમાં તું જ્યારે દાંત વગરની બુઢી થઈશ ત્યારે પણ હું તારા પર હસવાનો છું, કારણકે તું પત્ની પછી પહેલાં મારી નાનપણની મિત્ર છે, અને મિત્ર સાથે હસી મજાકનો વ્યવહાર તો હોવો જ જોઈએ."

   "દીપાલી : સંજય આજે પણ તું મને એટલી જ ચાહે છે..? અને તું આજે પણ કેટલો સરળ છે સંજુ."

"સંજય : હું તારો સરળ સંજુ જ છું, પણ તું કેમ દીપુમાંથી મારી પત્ની દીપાલી ક્યારે બની ગઈ એ મને ખબર ન રહી."

    "દીપાલી: સંજુ તું મને તારી સાથે લઈ જા, એ પણ હમેશ માટે, મારાથી એક ભૂલ થઈ ગઈ છે તું તારી અલ્લડ દીપુને માફ કરી દઈશને..?"

    સંજય કશું બોલ્યાં વગર સોફા પરથી ઊભો થઈ, દીપાલી સામે પોતાના બંને હાથ ફેલાવ્યાં અને દીપાલી દોડતી સંજયને ગળે વળગી ગઈ, અને ફરી પોતાની ભૂલની માફી માંગતી સંજયને સોરી કહેતી આંખે આંસુ સારતી સંજયના આલિંગનમાં પ્રેમિકાની માફક સંજયની બાહોમાં સમાઈ ગઈ.

   એટલામાં શોભના આવી પહોંચી અને હસતાં હસતાં બોલી "કેમ સંજય તને બાળપણની મિત્રતા તારી દીપુમાં મળી કે નહીં...?"

"સંજય : મમ્મી મને આજે હમેશ માટે મારી દીપુ મળી ગઈ, અને મમ્મી તમે તમારા હાથે આ યુનિફોર્મ પહેરીલી છોકરી સાથે એના સંજુનો ફોટો પાડી આપો...."


Rate this content
Log in

Similar gujarati story from Drama