Sachin Soni

Drama Inspirational Others

4.2  

Sachin Soni

Drama Inspirational Others

અંધારામાં ઉજાસ

અંધારામાં ઉજાસ

10 mins
668


"આખરે આજે તમને થયું છે શું..? કોલેજથી આવ્યા છો ત્યાંથી ચહેરા પર સાડા બાર વાગ્યા છે..? શું વાત છે..? 

કંઈ જણાવો તો ખબર પડે, આમ ઉદાસ રહીને ક્યાં સુધી પોતાની જાતને અંધારી રૂમમાં કેદ કરી રાખશો, આજે તો ચાર વાગ્યે પણ તમારો ટહુકો સાંભળવા નથી મળ્યો કે એ...માલતી ચાર વાગી ગયાં છે, હવે ચા પાકવાને કેટલી વાર? અંકુરના પપ્પા તમને કહું છું."

અનંતરાય : "શું કહું માલતી..? આપણાં દીકરા અંકુરે કંઈ કહેવા જેવું રહેવા દીધું હોય તો તને કહું ને. માલતી છેલ્લાં ત્રણ વર્ષથી જે વાતનો મનમાં ભય હતો એ વાત થઈ ખરી. અંકુરે મને આખી કોલેજમાં ક્યાંય ચાલવા જેવો નથી રહેવા દીધો, અંકુરે કોલેજમાં શિસ્ત બહુ કડક કહેવાતા, હંમેશ ઊંચી ગરદન રાખી ચાલનારા,એના પ્રિન્સિપાલ પિતાને કોલેજના અધ્યાપકો વચ્ચે એની ગરદન ઝુકાવી દીધી. મેં તને ઘણીવાર કહ્યું હતું આપણા અંકુરને મારી કોલેજમાં એડમિશન ન અપાવ, પણ તારી જીદ પાસે મારુ ન ચાલ્યું."

માલતી : " આમ વાતને ગોળગોળ ફેરવી વાત કરવાની તમારી આદત ગઈ નહીં, શું થયું ? કંઈ સ્પષ્ટ પણે જણાવો તો મને ખબર પડે."

અનંતરાય : "માલતી પાંત્રીસ વર્ષથી કોલેજમાં પ્રિન્સીપાલ તરીકે નોકરી કરું છું, પણ મારી સામે આજ સુધીમાં કોઈ વિદ્યાર્થી કે વિદ્યાર્થીનીઓ એ ઊંચા અવાજમાં મારી સામે વાત કરી નથી પણ અંકુરની એક કરતુતના કારણે કાલ સવારની છોકરી અંકુરના ક્લાસમાં ભણતી પરિતાએ સવારથી મારુ જીવવું હરામ કરી નાખ્યું છે. સ્ટાફ મને શોધતી આવી પહોંચી આવીને સીધી ગુસ્સામાં બોલી."

પરિતા : " સર તમારા દીકરાને આટલી બધી મંજૂરી કોણે આપી કે ક્લાસમાં મારી સાથે આવું ગેરવર્તન કરે, તમે એમનાં પિતા ભલે રહ્યાં પણ કોલેજ તો સરકારી છે."

અનંતરાય : "પણ બેટા થયું છે શું..? તું આટલી બધી ગુસ્સે કેમ છો ? પહેલાં તું શાંત થઈ આરામથી વાત કરે તો મને ખબર પડે."

પરિતા : "સર હું જેવી ક્લાસમાં પ્રવેશી જમીન પર ઢસડાતાં મારા દુપટ્ટાને પહેલી બેંચ પર બેઠેલા અંકુરે પોતાનો પગ લાંબો કરી ચપ્પલ નીચે દબાવી દીધો. અને મારો દુપટ્ટો મારી ડોકમાંથી સરી ગયો આખા ક્લાસમાં હું મજાકને પાત્ર બની. સર તમને મારી વાત ખોટી લાગે તો તમે સી .સી ટીવી ફૂટેજ જોઈ શકો છો, સર આપણી કોલેજમાં કોઈ દિવસ આવું બન્યું નથી આપણી કોલેજ શિસ્ત માટે જાણીતી છે, તમે પણ બહુ કડક સ્વભાવ માટે જાણીતા છો, અને તમારો દીકરો આવું કૃત્ય કરી જાય એ યોગ્ય ન કહેવાય. સર એને સજા તો મળવી જ જોઈએ, જો તમે એને આજે સજા નહીં આપો તો કોલેજમાં દુષણ વધતું જશે."

અનંતરાય : "બેટા પહેલાં તું શાંત થઈ જા અને મારી ઓફિસમાં આવ આપણે ત્યાં આરામથી વાત કરીએ."

આટલું કહી અનંતરાય અને પરિતા ઓફિસમાં તરફ પ્રયાણ કરતા ગયા. અનંતરાય ઓફિસમાં પહોંચી પોતાની ખુરશી પર બેઠા અને પરિતાને પોતાની સામે પડેલી ખુરશી પર બેસવાનું કહ્યું.અનંતરાયે સૌપ્રથમ તો સી.સી ટીવી ફૂટેજ જોઈ બોલ્યા, "પરિતા અંકુરે જાણી જોઈને તો નથી કર્યું એવું લાગે છે."

પરિતા : "સર તમારો દીકરો છે એટલે તમને તો એની ભૂલ દેખાય નહીં, પણ આ ભૂલ જો તમારી દીકરી સાથે મારા ભાઈએ કરી હોત તો..? તો તમે સજા આપત કે નહીં...?"

અનંતરાય : "બેટા તારી બધી વાત સાચી તું પણ જાણે છે કે હું પ્રિન્સિપાલ છું અને અંકુર મારો દીકરો છે, પરિતા તું કહે તો હું અંકુરને અહીં ઓફિસમાં બોલાવી તારી માફી માંગી લે એવું કરીએ તો તારો અંકુર પ્રત્યેનો ગુસ્સો પણ ઓસરી જશે અને તારું અપમાન કર્યું એ બદલ માફી પણ માંગી લેશે."

પરિતા : " સર તમે ન્યાય પ્રિય છો તો આજે કેમ આવું ? 

કેટલી આશા સાથે આવી હતી કે તમારા દીકરાએ કરેલ ગેરવર્તન સામે તમે કડક પગલાં લેશો, પણ તમે પ્રિન્સિપાલ સર મટી દીકરાના પિતા તરીકે વાત કરો છો, અંકુર આખા કલાસ વચ્ચે અને એ પણ તમારી જ હાજરી મારી માફી માંગે બસ....."

અનંતરાય : "પરિતા તું બીજો રસ્તો હોય તો જણાવ બેટા, પ્લીઝ તું સમજ મારો દીકરો પહેલેથી જ જિદ્દી સ્વભાવનો છે હું કહીશ તો પણ મારુ નહીં માને, નકામો મારો હાથ એના પર ઉપડી જાય તો આખી કોલેજમાં હોબાળો મચી જશે, એનાં કરતાં હું મારા બે હાથ જોડી તારી પાસે મારા દીકરાએ કરેલી ભૂલની માફી માંગુ છે."

પરિતા : " અરે...! સર તમે હાથ ન જોડો, જેણે ભૂલ કરી છે એ બિન્દાસ થઈ ફરે છે અને તમે નાહકના એક મધ્યમ પરિવારની રીક્ષા ચલાવનાર દીકરી પાસે માફી માંગો એ યોગ્ય ન કહેવાય. સર, તમારા દીકરાને મારે સજા તો આપવી જ છે, આજે એણે આખા કલાસ વચ્ચે મારી ઈજ્જત પર હાથ નાખ્યો છે, સજા આપવા માટે મારી પાસે બીજો રસ્તો છે એને આજીવન યાદ રહે એવી સજા હું આપવા માંગુ છું."

અનંતરાય : "આજીવન હું કંઈ અમજ્યો નહીં પરિતા."

પરિતા : " હા...સર હું એની સાથે લગ્ન કરીશ એટલે મારુ કરેલું અપમાન એમને આજીવન યાદ રહેશે અને એ પછી એ કોઈ છોકરી સાથે આ રીતે ગેરવર્તન કરતા સો વાર વિચારશે."

અનંતરાય : "લગ્ન...? અને એ પણ મારા દીકરા સાથે, પરિતા આટલી નાની અમથી વાતમાં તું તારું ભાવિ ભવિષ્ય બગાડી રહી છો, તું જાણતી નથી મારા દીકરાના ભવિષ્યમાં અંધકાર સિવાય કશું જ નથી, અને એના આવા ભવિષ્ય પાછળ પણ મારો અને મારી પત્ની માલતીનો હાથ છે, હું પ્રિન્સીપાલની નોકરીમાં વ્યસ્ત અને માલતી માધ્યમિક શિક્ષિકામાં વ્યસ્ત, એટલે નાનપણથી અંકુર માટે અમે રોઝી નામની આયા રાખેલી, રોઝી એ અંકુરને નાનેથી મોટો કર્યો અને મોટો થઈ અંકુર એના મિત્રો સાથે હંમેશ વ્યસ્ત એના જ સાથે અને હવે એના મિત્રો એનો પરિવાર , અને અમે પૈસા જોઈએ એટલા આપી દઈએ.એટલે એ એની રીતે એની જિંદગી જીવે અને અમે અમારાં કામમાં વ્યસ્ત. અંકુરને આગળ નોકરી કરવી છે કે પોતે બિઝનેસ કરશે એની પણ એને હજુ ખબર નથી, ભણવામાં પણ સાવ નબળો છે, હવે તું જ કહે કોણ અભાગીયો પિતા મારા જેવો હશે જે તારા જેવી સમજદાર દીકરીને લગ્ન માટે ના પાડી રહ્યો હશે તું આટલામાં સમજી જા બસ....."

પરિતા : "અંકુરનું જીવન જેવું હોય એવું હું એને સ્વીકારવા તૈયાર છું સર, એ જિદ્દી છે તો સામે હું પણ એટલી જિદ્દી જ છું, કદાચ ભગવાનને પણ આ સંબંધ મંજૂર હશે, હું એના લલાટે અને એ મારા લલાટે લખાયો હશે, સર કદાચ અંકુર મને જોઈ સુધરી જશે અથવા તો હું અંકુર જેવી થઈ જઈશ આગળ જેવી ઈશ્વરની ઈચ્છા..."

અનંતરાય : "પરિતા બેટા તું પણ ગજબની છે આટલી નાની ઉંમરમાં આટલું મજબૂત મનોબળ, ખરેખર તને મારા દીકરા માટે ભગવાને મોકલી હશે, મને થાય છે કે દીકરા અંકુર કરતા તો તું મારી દીકરી થઈ અવતરી હોત તો મારો બેડો પાર થઈ જાત, લે આ મારા ઘરનું કાર્ડ તું સવારે તારા માતા પિતા સાથે આવજે, અને અંકુરને લગ્નરૂપી બંધનમાં બાંધવા માટે હું અને માલતી તૈયાર કરીશું અંકુરને."

આટલી વાત સાંભળી માલતી હેબતાઈ ગઈ અને અનંતરાયને કહ્યું. "અંકુરના પપ્પા તમે એવી છોકરીની વાત સાંભળી લીધી અને લગ્ન માટે હા પણ કહી દીધી, એ છોકરી આપણા અંકુર સાથે નહીં પણ આપણા પૈસાદાર ઘર સાથે લગ્ન કરવા તૈયાર થઈ હશે, અને એ પણ સામેથી લગ્ન પ્રસ્તાવ મુક્યો હશે."

અનંતરાય : "ગુસ્સામાં માલતી બસ કર આમ જેમ મનમાં આવે એમ બોલમા, મેં અંકુર માટે વિચારીને જ એ છોકરીને હા કહી છે, એ લોકો સવારે દશ વાગ્યે આપણી ઘરે આવશે મા દીકરો કશું બોલ્યાં છો તો તમારું આવી બન્યું સમજજો."

"માલતી : અરે...! હું ક્યાં ઝાઝું બોલી છું તમે તો ગુસ્સે થઈ ગયા, ભલે આવે એ લોકો, છોકરી સારી હોય તો બીજું શું જોઈએ આપણે અને અંકુરને સમજાવવાની જવાબદારી મારી. ચાલો હવે જમી લો."

જમી કરી માલતી કામ પતાવી અંકુરની રાહમાં ઘડિયાળમાં જોઈ રહી હતી, આખરે સાડા બાર વાગ્યે અંકુર આવ્યો અંકુરને સવારે છોકરી વારા આવે છે વાત જણાવી તો "અંકુર માત્ર એટલુ બોલ્યો મમ્મી સવારે મારે મારા મિત્રો સાથે બહાર જવાનું છે અને તમારે મારા લગ્ન કરવા હોય તો કરો ગમે તો હા કહેજો મને કોઈ ફરક નહીં પડે અને મારે એ છોકરીને જોવી નથી કે એના વિશે કઈ જાણવું પણ નથી, તમને યોગ્ય લાગે તેમ કરજો હું સવારે રોકાઈશ એવી ખોટી આશ મનમાંથી કાઢી નાખજો, ચાલો શુભ રાત્રી કહી એના રૂમમાં જતો રહ્યો."

માલતીએ બેડરૂમમાં જઈ પતિને વાત કરી અને માલતીએ સવારે સાત વાગ્યાનું એલાર્મ મૂકી એ બંને ઊંઘી ગયાં. સવારે દશ વાગ્યે પરિતા એના મમ્મી પપ્પા સાથે આવી પહોંચી, માલતીને તો પરિતા એક નજર જોતાં જ મનમાં વશી ગઈ. 

પરિતા પણ આજે સાડીમાં ખૂબ દેખાતી હતી, મોટીમોટોળી આંખો દાડમની કળી જેવા દાંત, લાંબા કેશ, રૂપમાં તો જાણે સ્વર્ગની અપ્સરા ધરતી પર ઉતરી આવી હોય એવી દેખાતી હતી. માલતીએ અનંતરાયની સામે જોઈ પરિતા માટે આંખના ઈશારેથી હા ભણી દીધી હતી.

અનંતરાયે પરિતાના મમ્મી પપ્પા સાથે વાતચીત કરી સગપણ પાકું કર્યું અને મોઢા મીઠા કરાવી બ્રહ્મણને બોલાવી લગ્નનું મૂહરત જોવડાવ્યું તો, એક અઠવાડિયા પછી સારામાં સારું મૂહરત આવ્યું, અને રાધે કૃષ્ણના મંદિરે સાદાઈથી લગ્નનું આયોજન પણ ગોઠવી દીધું, આ બધી વાતથી અંકુર બિલકુલ અજાણ હતો એને ખબર પણ ન હતી કે જેની સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે એ પરિતા છે.

આમ લગ્નની તારીખ આવી પહોંચી અને ઘરેથી અંકુર અને એના મમ્મી પપ્પા લગ્ન સ્થળ એટલે કે મંદિરે પહોંચી ગયા, વરરાજો પોખાઈ ગયો અંકુર મંડપમાં પહોંચી ગયો ગોરમહારાજે કન્યા પધરાવો સાવધાનની છડી પોકારી પરિતાને માંડવે આવતી જોઈ અંકુરની આંખો ચાર થઈ ગઈ કશું બોલી શકે એવો રહ્યો નહીં, પણ મનોમન પોતાની જાતને કોષવા સિવાય કશું કરી શકે એમ પણ હતો નહીં, જયમાલા એકબીજાને પહેરાવી પરિતાનો હાથ ઝાલી ફેરા ફર્યા વિદાય થઈ અને ઘરે પહોંચી પરિતાના પોખણાં થયા, બધી વિધિ પતાવી કપડાં બદલી અંકુર સીધો બહાર જતો રહ્યો.

ઘરે કોઈ મહેમાન આવ્યાં હતાં નહીં એટલે સાંજ પડતાં પરિતાની સાસુએ પરિતાને અંકુરના શણગારેલાં રૂમમાં મૂકી બહારથી દરવાજો બંધ કરી જતા રહ્યાં, અને પરિતા બેડ પર અંકુરની રાહ જોતી હતી, આખરે રાત્રે અઢી વાગ્યે બહુ ગુસ્સામાં અંકુર આવ્યો અને પરિતાનો હાથ ઝાલી બેડ પરથી ઊભી કરી ધક્કો મારી સોફા પર પટકી દીધી, અને ફૂલોથી સજ્જ બેડ વેરવિખેર કરી નાખ્યો અને બોલ્યો " તું મારી પત્ની નથી સમજી જજે, મારા મમ્મી પપ્પાની પસંદ છો, મારી નજીક આવવાની કે મને તારો બનાવી લેવાની ભૂલ કદી નહીં કરતી. પડી રહેજે મારા ઘરમાં કામવાળી થઈ, તું મારા માટે એક અજનબી સિવાય કશું જ નથી આટલું કહી અંકુર ગુસ્સામાં બેડ પર સૂઈ ગયો."

પરિતા અંકુરના આવા વર્તનથી જરાપણ ડરી નહીં, અને પોતે કશું થયું નથી એ રીતે આરામથી સોફા પર સૂઈ ગઈ, સવાર પડ્યું પરિતા સાસુ સસરાના આશીર્વાદ લઈ, રસોઈ ઘરમાં જઈ કામે લાગી ગઈ, નાસ્તો બનાવી સાસુ સસરાને નાસ્તો કરાવ્યો, અને અનંતરાયના કહેવા મુજબ અગિયાર વાગ્યે તૈયાર થઈ સસરાજી સાથે ગાડીમાં બેસી કોલેજ ગઈ, કોલેજમાં પણ વાત વાયુ વેગે ફેલાઈ ગઈ પરિતાના લગ્ન પ્રિન્સીપાલના દીકરા અંકુર સાથે થઈ ગયા.

આમ ધીમેધીમે ત્રણ મહિના વીતી ગયાં, કોલેજની પરીક્ષાને બે મહિનાની વાર હતી એટલે પરિતા અગાઉથી તૈયારીમાં લાગી ગઈ હતી, રોજ રાત્રે વહેલાં જમી કરી કામકાજ પતાવી પરિતા અંકુરના રૂમમાં વાંચતી રહેતી, અંકુર ક્યારેક વહેલો તો ક્યારે મોડો આવતો, પણ પરિતાને કશો ફેર ન પડતો એ તો બસ એના વાંચનમાં મશગુલ રહેતી, અંકુર પણ પરિતા જ્યાં સુધી જાગતી ત્યાં સુધી એ જાગતો કારણ કે લાઇટ બંધ કરવાનું ઘણી વખત કહેતો, "પણ પરિતા એના જવાબમાં કહેતી અંકુર તને લાઇટથી પ્રોબ્લેમ હોય તો તું ગેસ્ટરૂમમાં સુઈ શકે છે." "અને અંકુર પણ સામે જિદ્દી સ્વભાવનો પરિતાને કહેતો રૂમ મારો છે સમજી." આમ એક બીજાના જિદ્દી સ્વભાવને કારણે અંકુર ક્યારેક તો સવાર સુધી જાગતો એના મોબાઈલમાં મશગુલ રહેતો."

અંકુર એનો રૂમ છોડતો નહીં, હવે તો એ પણ મોબાઇલથી કંટાળી ગયો, અને પરિતાને આટલી સખત મહેનત કરતાં જોઈ એના મનમાં વિચાર આવ્યો આ બહેનજી જેવી લાગતી છોકરીને આ વર્ષે ક્લાસમાં પ્રથમ નથી આવવાં દેવી અને એ ક્લાસમાં જો પ્રથમ આવી તો એ મારા મમ્મી પપ્પાની વધુ નજીક આવી જશે, આમ પણ આખી રાત મોબાઇલમાં મથી જાગુ છું એના કરતાં આ છોકરીનું અનુકરણ કરી હું પણ વાંચું તો હું પણ ટોપ કરી શકું.

હવે અંકુર પણ વાંચવાના બહાને એના મિત્રોની ટોળકી સાથે સમય વિતાવાને બદલે ઘરે અગિયાર વાગ્યે આવી જતો અને પરિતા સોફા પર વાંચતી અને અંકુર બેડ પર ,આમ ધીમેધીમે બંને વચ્ચે બોલચાલનો વ્યવહાર થઈ ગયો, અંકુરને ન સમજાય કોઈ સવાલ તો પરિતાને પૂછતો, પરિતા પણ હોંશે હોંશે જવાબ આપતી, અંકુરને પરિતા ગમવા લાગી એકબીજા સાથેનું અંતર પણ ઘટવા લાગ્યું, અને પરિતા અંકુર હવે ખુશ પણ હતાં.

કોલેજની પરીક્ષા શરૂ થઈ ગઈ હતી, અંકુર પરિતાને પોતાની સાથે બાઇકમાં પરીક્ષા આપવા સાથે લઈ જતો હતો, એ જોઈ અંકુરના મમ્મી પપ્પા પણ બહુ ખુશ હતાં,બંનેનાં પેપર પર સારા જતાં હતાં, પણ પરિતા અંકુરને આગળ લાવવા માટે પેપર અધૂરું જ લખતી પણ ઘરે કોઈને આ વિશે જણાવતી નહીં. એનો લક્ષ્ય તો અંકુરને આગળ વધારવાનો હતો.

બે મહિના પછી પરીક્ષાનું પરિણામ મોબાઇલ પર આવ્યું અને અંકુર બહુ ખુશ હતો એના મમ્મી પપ્પાને પરિણામ બતાવ્યું, પપ્પા જુઓ તમારા દીકરાએ ટોપ કર્યું છે આખા જિલ્લામાં પ્રથમ આવ્યો છે, અને પરિતાએ આટલી મહેનત કરી છતાં બહુ ઓછી ટકાવારી આવી છે જુઓ.

અંકુરના પપ્પા અને મમ્મી અંકુરને આ રીતે આટલો ખુશ થતા જોયો, અને આ રીતે બંને સાથે વાતચીત કરી એ જોઈ બંને બહુ ખુશ હતાં.

"અનંતરાયે : પરિતાને રસોઈઘરમાં બોલાવી કહ્યું પરિતા અંકુરે જિલ્લામાં પ્રથમ આવ્યો છે, અને તે જાણી જોઈ પેપર અંકુર માટે અધૂરા મૂક્યાં તું ન કહે તો પણ મને ખબર છે, 

પરિતા મેં તારું મજબૂત મનોબળ અને તારામાં રહેલી તારી ઝવેરાત જોઈને મારા દીકરા માટે હા ભણી હતી, અને પરિતા તું મારા દીકરાના ભવિષ્યમાં ફેલાયેલા અંધકારમાં ઉજાસ લાવી ખરી, ખરેખર સાચું કહું તો દરેક માતા પિતાને ઘરે તારા જેવી દીકરી હોવી જોઈએ, અને દીકરાના માતાપિતાને ઘરે એક તારા જેવી વહુ હોય બેમાંથી એક પણ ઘરમાં કદી ટકી ન શકે અને પહેલી કહેવત તે સાચી કરી બતાવી "દરેક સફળ પુરુષની પાછળ એક સ્ત્રીનો હાથ હોય છે. ખરેખર પરિતા તું મહાન છો, જે કામ અમે ન કરી શક્યા એ કામ તે કરી બતાવ્યું..!

પરિતા : "અરે...! પપ્પા હું સામાન્ય છું, મારા હિસાબે અંકુર ટોપ નથી આવ્યો, અંકુરે મહેનત કરી એટલે એના જીવનમાં ફેલાયેલો અંધકાર દૂર થયો અને જીવનમાં અજવાળું પથરાયું.


Rate this content
Log in

Similar gujarati story from Drama