Sachin Soni

Tragedy Inspirational Others

4.5  

Sachin Soni

Tragedy Inspirational Others

ગર્ભમાં દીકરીની વેદના

ગર્ભમાં દીકરીની વેદના

2 mins
187


જ્યારથી સમાચાર મળ્યાં કે તને સારા દિવસો જઈ રહ્યાં છે, ત્યારથી જ તું ઘણી ખુશ હતી, તે તો આવનાર બાળકનું નામ પણ વિચારી લીધું હતું, જો દીકરો આવે તો કૃપાલ અને દીકરી આવે તો કૃપાલી, તારે મન તો દીકરો કે દીકરી એક સમાન હતાં.

  હા એ તારા મનની બધી વાત તારી કૃપાલી જાણતી હતી, કારણ કે હું તારી કૂખમાં પાંગરી રહી હતી, તારો જ અંશ ઉપરથી તારી દીકરી એટલે મા ના મનની વાત એક દીકરીથી વિશેષ વધું કોણ જાણી શકે.

મમ્મી હું પણ તારી સાથે દિવસો પછી મહિનાઓ ગણતી, મારે પણ જલ્દી જન્મ લઈને તારા ખોળામાં આવવું હતું, તારી છાતી એ વળગી અમૃત સમાન દૂધ પીવું હતું, હું રડું તો તું મને ચૂપ કરવા માટે જે હાલરડાં ગાય એ સાંભળવાની ઘણી હોંશ હતી, જલ્દી જલ્દી મોટી થઈ તારા હાથે મારો ચોટલો ગૂંથાવો હતો, મારે પણ રૂની પુંભડી માંથી નાગલા બનાવી ગોરમાના ગીતો ગાઈ કુમારીકાના વ્રત કરવા હતાં, યુવાન થઈ તારી છબી બની મારા સાસરી એ તારું નામ રોશન કરવું હતું.

અરે..!!! મમ્મી તું જ કહીશ તારી કૃપાલી પણ પાગલ છે આટલા દૂર સુધીના તારી કોખમાં રહી સ્વપ્ન જોતી, ક્યારે આ સ્વપ્ન જોતા જોતા ત્રણ માસ વીતી ગયાં ખબર જ ન રહી.

ત્રણ માસ થતાં જ મમ્મી તને ડોકટર પાસે ચેકઅપ માટે લઈ જવાના બહાને તારું ગર્ભપરિક્ષણ કરાવવામાં આવ્યું, તારી કૂખમાં જે બાળક પાંગરી રહ્યું છે એ દીકરી છે એવી જાણ થતાં એજ સમયે ઘરના વડીલો દ્વારા નિર્ણય લેવામાં આવ્યો કે દીકરી છે એટલે ગર્ભપાત કરવો જરૂરી છે, એનું કારણ પણ કેવું નજીવું આપ્યું કે મારા પપ્પાને પાંચ બહેનો છે એટલે આ ઘરમાં છઠ્ઠી દીકરી માટે કોઈ સ્થાન હતું જ નહીં.

મમ્મી તે પણ ગર્ભપાત વિશે ઘણી નારાજગી બતાવી, ગુસ્સેથી લાલ પીળી પણ થઈ છતાં તારું કંઈ ચાલ્યું નહીં, કારણ કે તું પણ એક સ્ત્રી ખરીને તારું થોડું કંઈ ચાલવાનું હતું, અને હું પણ ક્યાં એ વાતથી અજાણ હતી.

પછી શું આપણો મા દીકરીનો સાથ અહીં સુધીનો હતો. જલ્લાદો દ્વારા તારો ગર્ભપાત કરી તારા ગર્ભમાં પાંગરતા કૂણાં છોડને તારાથી અલગ કરી દેવામાં આવ્યો, ત્યારે મમ્મી તારી હાલત જોઈ મારા મનમાં એક વિચાર આવ્યો કે મારે ઈશ્વરને જઈ કહેવું છે ફરી જો તું મને ધરતી પર મોકલવા ઈચ્છતો હોય મને આજ મારી મમ્મીનો ખોળો આપજે.

પણ દીકરી કરવાની ભૂલ ન કરતો, આ સ્વાર્થ ભરેલી દુનિયામાં દીકરો કરી મોકલજે.


Rate this content
Log in

Similar gujarati story from Tragedy