Nilang Rindani

Tragedy

4  

Nilang Rindani

Tragedy

જુગલબંદી

જુગલબંદી

13 mins
236


શહેરનો ટાઉન હોલ આજે હકડેઠઠ ભરાયો છે...બધી જ ટિકિટો વેચાય ગઈ છે, તેમ છતાં પણ ટાઉન હોલની બહાર પણ એટલી જ ભીડ જામી છે અને કેમ નહીં...આજે તો મૃદંગ અને વીણાની જુગલબંદી છે. રખે ને કોઈ ભૂલ કરતા પરંતુ આ કોઈ વાજિંત્ર ના પ્રકાર નથી પરંતુ મૃદંગ અને વીણા દેસાઈની કલાકાર બેલડીનો સંગીત અને નૃત્યનો ટાઉન હૉલમાં સ્ટેજ શો હતો. વીણા દેસાઈ એક નામી ભરતનાટ્યમની નૃત્યાંગના હતી અને મૃદંગ દેસાઈ શાસ્ત્રીય સંગીતનો કલાકાર હતો. મૃદંગ અને વીણા, બંને પતિ પત્ની પણ છે. દેશ દેશાવરમાં પણ તેમની નામના એક પ્રખ્યાત કલાકાર બેલડી તરીકે થતી હતી. દુનિયા ના દરેક મોટા દેશોમાં તેમણે તેમની કળાનું પ્રદર્શન કર્યું હતું. મૃદંગ ના શાસ્ત્રીય સંગીતના તાલે વીણા તેના નૃત્ય થકી એક ઈશ્વરીય અનુભવ કરાવતી હતી. અને બરાબર ૮ ના ટકોરે ટાઉન હૉલ ના મંચ નો પડદો ઉઠ્યો અને પછી સાક્ષાત નટરાજ જ મંચ ઉપર ઉતરી ને નૃત્ય કરતા હોય અને બીજી તરફ મૃદંગના કંઠે સાક્ષાતમાં સરસ્વતી બિરાજમાન થયાં હતાંં. તબલાં ની થાપ, સારંગી ના સૂર અને મૃદંગ ના કંઠમાંથી નીકળતા આલાપ અને તેના તાલે વીણા ના ઝાંઝરથી મઢેલ પગની પાનીઓ થરક્તી હતી, તેના હાથની આંગળીઓની વિવિધ મુદ્રામાં હલન ચલન અને તેની જ સાથે તાલ મેળવતી કાજળ થી શણગારેલી તેની મીનાક્ષી આકાર ની તેની આંખો...પ્રેક્ષકો પણ આ અદભૂત અને બેનમૂન સંગીત અને નૃત્ય ના સમન્વય ને મંત્રમુગ્ધ થઈ ને નિહાળી રહ્યા હતાં....સમય પણ જાણે કે થોભી ગયો હતો આ અદભૂત જુગલબંદી ને જોવા...મંચ ઉપર ની વિવિધ વીજળી અને ધ્વનિ ની વ્યવસ્થાની મદદ વડે એમ જ લાગતું હતું કે સ્વર્ગમાં અપ્સરા ખુદ દેવાધિદેવ ઈન્દ્રની સમક્ષ તેનું નૃત્ય કરી રહી છે. અને આમ ૨ કલાક ક્યાં વીતી ગયા તે ખબર જ ના પડી...તબલચી એ તેના તબલાં ઉપર છેલ્લી થાપમાંરી અને મૃદંગ ના કંઠમાંથી તે રાત્રિ નો આખરી સૂર નીકળી ને વિરામ પામ્યો અને તે સાથે જ વીણા ના પગ ના ઘૂંઘરું એ પણ મધુર ખનક ને વિરામ આપ્યો...પ્રેક્ષકો હજી પણ મંત્રમુગ્ધ અવસ્થામાં જ હતાં અને અચાનક બે ત્રણ પળ ની શાંતિ એ સર્વ ને જાણે કે સ્વર્ગમાંથી ધરતી ઉપર લાવી દીધા. તાળીઓ ના અવાજ થી આખો હૉલ ગુંજી રહ્યો હતો...સહુ કોઈ તેમની જગ્યાએથી ઊભાં થઈ ને આ કલાકાર બેલડી ને તાળીઓ થી વધાવી રહ્યા હતાં. મૃદંગ અને વીણા મંચ ઉપર આગળ આવી ને સહુ કોઈ નું અભિવાદન ઝીલી રહ્યા હતાં. સાથી કલાકારો ની ઓળખ આપી ને મંચ ઉપરનો પડદો ધીરે ધીરે પડી રહ્યો હતો....પ્રેક્ષકો પણ ધીરે ધીરે ટાઉન હૉલ ની બહાર નીકળવા લાગ્યા અને પછી ગણતરી ના સમયમાં જ હૉલ આખો ખાલી થઈ ગયો. મૃદંગ અને વીણા પણ ગ્રીનરૂમમાં આવી ને તેમના રોજિંદા પોશાકમાં આવી ગયા. હૉલ ના મુખ્ય દરવાજા આગળ તેમનો ડ્રાઈવર ગાડી લઈ ને ઉભો જ હતો. જેવા મૃદંગ અને વીણા બહાર આવ્યા એટલે પાછળ નો દરવાજો ડ્રાઈવરે ખોલી નાખ્યો અને પહેલાં વીણા અને પછી મૃદંગ તેની બાજુમાં ગોઠવાઈ ગયો. ડ્રાઈવર તેમને તેમના ઘર તરફ હંકારી ગયો. 

મૃદંગ અને વીણા...આમ તો તેમના કૉલેજ કાળ થી જ તેમની પોતપોતાની કળામાં પારંગત હતાં. કૉલેજ ના કોઈ પણ મેળાવડામાં એ બંને નો શો હોય જ અને ત્યાર થી જ મૃદંગ અને વીણાની જોડી ને કૉલેજ નો દરેક વિદ્યાર્થી "જુગલબંદી" તરીકે જ ઓળખતો. વખત જતાં તેમની વચ્ચે પ્રેમ ના અંકુર ફૂટ્યા અને બંને ના કુટુંબ ની સર્વ સંમતિથી મૃદંગ અને વીણા ના લગ્ન પણ થઈ ગયાં. પરંતુ તેમની આ કળા ની મુસાફરી એ લોકો એ આગળ વધારીએ જ રાખી. ફળસ્વરૂપે હવે તેઓ પોતાના શહેર થી સીમિત ના રહી ને શહેર, રાજ્ય અને તે પછી દેશ ના સીમાડા પણ ઓળંગવા લાગ્યા. ખૂબ જ નામના હતી તેમની. ખૂબ જ નાની ઉંમરમાં ઘણું બધું પ્રાપ્ત કર્યું હતું મૃદંગ અને વીણા એ, પરંતુ તેમના મગજમાં આ અદભૂત સફળતા નો જરા સરખો પણ નશો નહોતો. સફળતા ની આ ઊંચાઈએ પહોંચ્યા પછી પણ મૃદંગ અને વીણા અત્યંત સાદગી ભર્યું જીવન જીવતા હતાં. તેમના પગ હંમેશા જમીન ઉપર જ રહ્યા હતાં. કોઈ પણ જરૂરિયાતમંદ ને મદદ કરવા હંમેશા તત્પર રહેતા હતાં મૃદંગ અને વીણા. કઈ કેટલાય અનાથાશ્રમ, વૃધ્ધાશ્રમ અને પાંજરાપોળમાં તેઓ છુટ્ટે હાથે દાન કરતા હતાં. તેમના આ કળા ક્ષેત્રે યોગદાન આપવા બદલ ભારત સરકાર નો "પદ્મશ્રી" નો ઈલ્કાબ પણ મળ્યો હતો. આમ તેમની ખ્યાતિ ની સુવાસ ચોમેર પ્રસરેલી હતી. અમુક ચલચિત્રમાં પણ તેમણે તેમની કળાનો ઉપયોગ કરાયો હતો. 

પરંતુ કુદરત એક એવી કળાકાર છે કે તમે ધાર્યું કઈંક હોય અને કુદરત તમારી ગણતરી પળવારમાં ફેરવી નાખે અને મનુષ્ય લાચાર થઈ જાય તેની આ કળા ની સામે. કુદરત કોઈ ને કળવા નથી દેતી કે હવે પછી ની ક્ષણે શું થવાનું છે. મૃદંગ અને વીણા ને એક વાર એક બીજા શહેર ની એક જાણીતી સંસ્થા ના ચેરિટી શો માટે આમંત્રણ મળ્યું હતું. નક્કી કરેલા દિવસે તેઓ તેમના ડ્રાઈવર ને લઈ ને સવારે તેમની ગાડીમાં નીકળી ગયા. આ શહેર તેમના શહેર થી લગભગ ૨૫૦ કિમી દૂર હતું અને કાર્યક્રમ સાંજે ૫ વાગે હતો એટલે ઉતાવળ ના થાય તે ધ્યાનમાં લઈ ને વહેલી સવારે જ નીકળી ગયા હતાં. વીણા આંખ બંધ કરી ને તંદ્રાવસ્થામાં હતી. મૃદંગ બારી ની બહાર વૃક્ષો ને જોઈ રહ્યો હતો, અને..."અરે વીણા, સાંભળ...શું તું સૂઈ ગઈ છે ?" મૃદંગ એ વીણા ને ઢંઢોળી ને સવાલ કર્યો....વીણા એ અધખુલ્લી આંખે થી જવાબ આપ્યો..."થોડો આરામ કરવાની કોશિશ કરી રહી છું...હમણાં જ વખત છે, ત્યાં પહોંચ્યા પછી આયોજકો આપણને શાંતિ થી બેસવા પણ નહીં દે...તું પણ થોડો આરામ કરી લે"....મૃદંગ આરામ ના મૂડમાં નહોતો..."અરે પણ તું બહાર જો તો ખરી, કેવી સરસ ઋતુ છે, ચોમેર લીલોતરી જ લીલોતરી છે, આપણે આખી દુનિયા ફર્યા પરંતુ આપણા દેશ જેવો કોઈ નહીં....તારું શુંમાંનવું છે ?" મૃદંગ પીછો છોડે એવો નહોતો અને આ વાત થી વીણા પણ પૂરી રીતે વાકેફ હતી, એટલે તેણે પણ તુરત જ હાર સ્વીકારી લીધી અને હળવાશ ભર્યા સ્વરે થી..."બોલ હવે, મને ખબર જ હતી કે તું મને શાંતિ થી થોડીક વાર આરામ પણ નહીં કરવા દે, આટલા બધા વર્ષો થી તને ઓળખું છું"..આવું બોલી ને હળવેક થી મૃદંગ નું નાક વીણા એ અંગૂઠો અને એક આંગળી થી દબાવી લીધું...અને મૃદંગ એ વીણા નો હાથ તેના હાથમાં લઈ ને..."વીણા, ભગવાન ની કૃપા થી આપણી પાસે બધું જ છે, કોઈ વાત ની કમી નથી અને તદુપરાંત ભગવાનનો હું હંમેશા ઋણી રહીશ કે તેણે મને જીવનસાથી રૂપે તને આપી છે"...અને વીણા પણ આજે પાછી પડે એવી નહોતી..."અરેમાંરા ઢોલીડા, હું પણ એટલી જ નસીબદાર છું કે તું મનેમાંરા જીવનસાથી, એક મિત્ર તરીકે મળ્યો છે (વીણા કોઈક વાર મૃદંગ ને પ્રેમ થી "ઢોલીડા" તરીકે સંબોધતી હતી કારણ કે "મૃદંગ" નો પર્યાય "ઢોલ" થાય)....તારે માટે હું શું કરી શકું છું તેનો તને ખયાલ પણ નથી, ઢોલીડા"....વીણા હજી તેનું આ વાક્ય પૂરું કરે ના કરે ત્યાંજ એક જોરદાર કાન ફાડી નાખે તેવો ધડાકો થયો. ગાડી રસ્તા ની બાજુ ના એક મોટા ઝાડ સાથે અથડાય ગઈ. ડ્રાઈવર તો સીધો ગાડીની બહાર ફંગોળાઈ ગયો....વીણા ને પણ આગળ ની સીટ જોર થીમાંથામાં વાગી હતી. મૃદંગ ના ગળા અનેમાંથા ના ભાગે પણ ઝાડ ની ડાળીઓ જોર થી વાગી હતી. જોતજોતામાં તો લોકો ભેગા થઈ ગયા. કોઈકે ત્યાં ઉભા ઉભા ૧૦૮ એમ્બ્યુલન્સ ને ફોન કરી ને તાત્કાલિક બોલાવી લીધી. ગણતરી ની મિનિટોમાં તો એમ્બ્યુલન્સ આવી પણ ગઈ અને મૃદંગ અને વીણા ને લઈ ને નજીકની હોસ્પિટલમાં લઈ ગઈ. વિખ્યાત બેલડી હતી એટલે ડૉક્ટર ની આખી ટુકડી મૃદંગ અને વીણા ના ઈલાજમાં લાગી ગઈ હતી. બે ત્રણ દિવસ ના સધન ઈલાજ પછી, વીણા અને મૃદંગ ની તબિયત ધીરે ધીરે પાટા ઉપર ચડતી જતી હતી. તેમને આઈ.સી. યુ.માંથી પણ બહાર લાવી ને એક અલાયદા ઓરડામાં રાખ્યા હતાં. પરંતુ કુદરત નામની કળાકારનો મુખ્ય કાર્યક્રમ તો હજી બાકી હતો. ડૉક્ટર મૃદંગના ઓરડામાં તેની સહાયક નર્સ સાથે આવ્યા અને મૃદંગ ના હાથ ઉપર પોતાનો હાથ મૂકી ને..."ગુડ મોર્નિંગ મી. મૃદંગ.... હાઉ આર યુ ફિલિંગ નાઉ ?"...મૃદંગ એ મૃદુ હાસ્ય સાથે ધીરે થી પોતાનો હાથ ઊંચો કર્યો અને કંઈક બોલવા ની કોશિશ કરી...થોડી વધારે મહેનત કરી પણ ફક્ત હોઠ ફફડ્યા, સ્વર ના નીકળ્યો....મૃદંગ થોડો આકુળ વ્યાકુળ થઈ ગયો....હાથ ના ઈશારા વડે તેણે ડૉક્ટર ને કહેવાનો પ્રયાસ કર્યો કે તે બોલી નથી શકતો. ડૉક્ટર પણ ચિંતાજનક મુદ્રા સાથે તેમની સાથે આવેલી નર્સ પાસે વળ્યા અને કોઈક સૂચનાઓ આપી અને તરત જ તેમના મોબાઈલ ઉપર તેમણે એક ફોન કર્યો... ડૉ. ધોળકિયા, એક ગંભીર કેસ આવ્યો છે, આપની તાત્કાલિક જરૂર પડી છે, આપ બની શકે તો અબઘડી અમારી હોસ્પિટલ ઉપર આવી જાવ.... બાકી રૂબરૂમાં વાત કરીશું". અને થોડી જ વારમાં ડૉ. ધોળકિયા આવી પણ ગયા. ડૉ. ધોળકિયા શહેર ના એક નામાંકિત કાન, નાક અને ગળાના નિષ્ણાંત હતાં. મૃદંગની પ્રાથમિક તપાસ કરી અને તે હોસ્પિટલ ના ડૉક્ટર તરફ વળ્યા...ધીરે થી ચશ્મા ઉતારી ને..."ડૉક્ટર, આઈ એમ અફરેડ, પરંતુ એવું લાગી રહ્યું છે કે મૃદંગ ની સ્વર પેટી ને ખૂબ જ નુકસાન પહોંચ્યું છે અને કદાચ તે હવે ક્યારે પણ બોલી નહીં શકે."...."ડૉ. ધોળકિયા, શું બીજો કોઈ ઉપાય નથી ?"....ત્યાં ના ડૉક્ટર એ શક્ય એટલું જાણવા ની કોશિશ કરી....પરંતુ ડૉ. ધોળકિયા તેના નિદાન ઉપર અફર રહ્યા...."આઈ એમ સોરી, ડૉક્ટર, પરંતુ આનો કોઈ ઈલાજ નથી....કોઈ ચમત્કાર જ મૃદંગ નો અવાજ પાછો લાવી શકે, એવી કોઈ ઘટના તેની નજર સામે ઘટે અને જો ત્યારે જ તે બોલવાની કોશિશ કરે તો કદાચ કદાચ કંઈક ચમત્કાર થાય અને તેનો સ્વર પાછો આવી શકે, બાકી હાલ ની પરિસ્થિતિમાં તો કોઈ શક્યતા દેખાતી નથી"....આટલું કહી ને ડૉ. ધોળકિયા ત્યાંથી નીકળી ગયા. હવે કઠીન સમસ્યા હતી ત્યાંના ડૉક્ટર ની. વીણા ને અને મૃદંગ ને આની જાણ કેવી રીતે કરવી ? પરંતુ કરવી તો પડશે જ, તેમાં કોઈ બીજો વિકલ્પ પણ નહોતો. મૃદંગ થોડું ઘણું સમજી ચૂક્યો હતો કે હવે કદાચ તે કોઈ દિવસ બોલી નહીં શકે કે નહીં તો ગાઈ શકે.....તેને માટે એ સ્વીકારવું અતિશય અસહ્ય હતું કે જે સ્વર અને સૂર એ તેને ખૂબ જ પ્રતિષ્ઠા અને ખ્યાતિ અપાવી હતી તે હવે કાયમ માટે તેનો સાથ છોડી ને જતો રહ્યો હતો....આજે જે સૂર તેના ગળામાંંથી અવિરત વહેતા હતાં તેનું સ્થાન તેના અશ્રુઓ એ લઈ લીધું હતું....પરંતુ તે ખૂબ લાચાર હતો...વીણા ને પણ આ વાત ની જાણ ત્યાંના ડોક્ટરો એ કરી. વીણા આઘાત નીમાંરી કઈં બોલી ના શકી. શું કરવું અને શું નહીં ની નિ:સહાય સ્થિતિ નું નિર્માણ થઈ ચૂક્યું હતું. હોસ્પિટલ ની બહાર ઊભેલા અમુક પત્રકારો ને સંબોધવા માટે હોસ્પિટલ ના મુખ્ય ડૉક્ટર બહાર આવ્યા અને પત્રકારો ને જાણ કરી....વાત વાયુવેગે પ્રસરી ગઈ. દેશ ની મુખ્ય ન્યૂઝ ચેનલો ઉપર મૃદંગ ના સમાચાર ચમકી રહ્યા હતાં..."મૃદંગના ગીતોનો સાથ તેના સ્વરે છોડ્યો"....આવા "બ્રેકિંગ ન્યૂઝ" ટીવી ની સમાચાર ચેનલો ઉપર ચમકી રહ્યા હતાં. 

સમય વહેતો ચાલ્યો. બધું રાબેતા મુજબ ચાલી રહ્યું હતું. એક નહોતું ચાલી રહ્યું તો એ હતું મૃદંગ અને વીણા ની જુગલબંદી ના કાર્યક્રમો. વીણા મૃદંગ નું ખૂબ જ ધ્યાન રાખતી હતી. તેની નાની થી નાની વાત નો ખયાલ રાખતી હતી. વીણા એ પણ હવે નૃત્ય ના કાર્યક્રમો આપવાનું બંધ કરી દીધું હતું. તેનું મુખ્ય લક્ષ્ય હતું મૃદંગ ને કેમ પણ કરી ને સાજો કરવો...."ઢોલીડા, તું તો ખરો છે ? લગ્ન પછી પતિ નું બોલવાનું પત્ની બંધ જ કરી દેતી હોય છે, પરંતુ તે તો ખૂબ જ એને મનમાં લઈ લીધું.. તેં તો સાવ બોલવાનું જ બંધ કરી દીધું ? આવું ના ચાલે, ઢોલીડા....હવેમાંરે તારી સાથે ઝઘડવું હોય તો પણ કેવી રીતે ઝઘડું ? હું તો બોલીશ પણ તું જવાબ જ નહીં આપે તો ઝઘડવા ની મઝા જ નહીં આવે....કંઈક બોલ, ઢોલીડા, કઈંક બોલ"....અને મૃદંગ એ ફક્ત તેનો હાથ વીણા ના હાથમાં મુકી દીધો અને બાકી નું કાર્ય તેના આંસુઓ એ પૂરું કર્યું...વીણા ઊભી થઈ ને તેના ઓરડામાંથી બહાર આવી ને હથેળીમાં મોઢું છુપાવી ને ધ્રુસકે ને ધ્રુસકે રડી પડી...ચીસો પાડવાનું મન થયું પરંતુ તે ના કરી શકી. વીણા તેની બધી જ કોશિશો કરી રહી હતી કે કેમ પણ કરી ને તે મૃદંગ નો સ્વર પાછો લાવી શકે પરંતુ તબીબી વિજ્ઞાન પાસે આનો કોઈ ઈલાજ નહોતો. ઘણા આયોજકો એ વીણા નો સંપર્ક સાધવાનો પ્રયત્ન કર્યો પરંતુ વીણા એ નક્કી કરી લીધું હતું કે મૃદંગ નહીં તો વીણા પણ નહીં. સંગીત અને નૃત્ય ની આ સફર બંને એ સાથે જ શરૂ કરી હતી તો તેનો અંત પણ સાથે જ થવો જોઈએ. 

સમય વીતતો ચાલ્યો.....વર્ષ, બે વર્ષ, ત્રણ વર્ષ....સમય વહી રહ્યો હતો....વીણા ફક્ત તેના ઘરમાં રિયાઝ કરતી હતી અને તે સિવાય બીજું કંઈ જ નહીં. અને એક દિવસ સવાર ના પહોરમાં વીણા ના મગજમાં એક વિચાર એ પગ પેસારો કર્યો....તેની આંખો ચમકી ઉઠી...મનોમન કઈં વિચારી લીધું. ઘર ના નોકરો ને જરૂરી સૂચનો આપી ને તે ડ્રાઈવર સાથે નીકળી પડી. અને થોડાક જ સમય પછી વીણા તેના નૃત્ય ગુરુજી વેંકટેશ્વર સ્વામી ની સમક્ષ બેઠી હતી...."પણ દીકરી, એ કેવી રીતે શક્ય છે ?....તું તો એક નૃત્યાંગના છે અને તને તો ખબર છે કે કેટલું કઠીન છે" વેંકટેશ્વર સ્વામી અતિશય ચિંતિત સ્વરે વીણા ને સમજાવી રહ્યા હતાં..." ગુરુજી, મને એ વાત નું જ્ઞાન છે, પરંતુ મારી પાસે પણ આ એક આખરી ઉપાય છે જો કેમે કરી ને મૃદંગ નો અવાજ પરત આવે...ગુરુજી, હું મૃદંગ માટે કઈં પણ કરી શકું છું, મને આશીર્વાદ આપો"...વીણા વેંકટેશ્વર સ્વામી ના ચરણોમાંમાંથું ટેકવી ને બેસી રહી. ગુરુજી એ તેને હળવે થી ઉભી કરી...તેના મસ્તક ઉપર હાથ ફેરવ્યો અને..."દીકરી, તો તે નક્કી કરી લીધું છે, પરંતુ તેની તૈયારી કરવી પડશે અને તું ચિંતા ના કરીશ, હું તને તૈયારી કરાવીશ....તારા આ નિસ્વાર્થ યજ્ઞમાં હું પણમાંરું યોગદાન આપીશ". અને જેમ નક્કી થયું તેમ, વીણા દિવસ રાત નૃત્ય ની તૈયારીમાં લાગી ગઈ. આયોજકો ને પણ જાણ કરી દેવામાં આવી. શહેર નો ટાઉન હૉલ ભાડે રખાય ગયો હતો.... ઠેર ઠેર મોટા પોસ્ટરો લાગી ગયા હતાંં..."વીણા, ફરી એક વાર આપની સમક્ષ...". દિવસ નજીક આવતો જતો હતો. મૃદંગ ને સમજ નહોતી પડતી કે આજ કાલ વીણા શેમાં આટલી વ્યસ્ત છે...બીજી બાજુ...વેંકટેશ્વર સ્વામી ના ઘરે વીણા બેઠી છે..."ગુરુજી,માંરી તૈયારીઓ વિશે આપનો કોઈ પ્રતિભાવ આપો...શું હું બરાબર દિશામાં જઈ રહી છું ?"...અને આજે ગુરુજી ખરેખર ચિંતિત હતાં, તેમના સ્વરમાં ચિંતા ભળેલી હતી...."દીકરી, તે નિર્ણય તો બહુ મોટો લીધો છે અને મેં પણ તને વચન આપ્યું છે કે તને તૈયારીમાં મદદ કરીશ, પરંતુ હજી એક વાર વિચારી લે....આ "નવગ્રહ કૃતિ" નૃત્ય તું ધારે છે એટલું સહેલું નથી....આમા એટલા બધા શરીર ના વણાકો આવશે અને એકધારી ગતિ થી તે નૃત્ય....ઘણી નૃત્યાંગના ઓ એ આ નૃત્ય કરવાની કોશિશ કરી છે પણ કોઈ ને સફળતા નથી મળી....મને તારી ચિંતા થાય છે....આ "નવગ્રહ કૃતિ" નૃત્ય કોઈ પૂર્ણ કરી જ નથી શક્યું"...હાથ જોડી ને વીણા..."ગુરુજી, આપના આશીર્વાદ અને મારો નિર્ધાર કહો તો નિર્ધાર અને મૃદંગ માટે નો પ્રેમ કહો તો પ્રેમ...પરંતુ મને ખાતરી છે કે હું સફળ રહીશ અને મારો જે ધ્યેય છે તેમાં મને સફળતા મળશે"...આટલું કહી ને વીણા ત્યાંથી નીકળી ગઈ. 

અને એ દિવસ પણ આવી પૂગ્યો. હૉલ આખો ભરાઈ ગયો હતો. શહેર ના નામાંકિત લોકો પણ હાજર હતાં અને કેમ નહીં ? વીણા જેવી મહાન નર્તકી નો લાંબા સમય પછી કાર્યક્રમ હતો, પરંતુ લોકો ને એ પણ ખબર હતી જ કે આજે વીણા નો સાથ આપવા માટે મૃદંગ નો સ્વર નથી. નૃત્ય પહેલાં હાજર રહેલા તમામ પ્રેક્ષકો ને "નવગ્રહ કૃતિ" નૃત્ય વિશે જાણકારી આપવામાં આવી. મંચ ના એક છેડે મૃદંગ પણ બેઠો હતો...અને જેની ખૂબ જ આતુરતા થી રાહ જોવાઈ રહી હતી તે વીણા નું નૃત્ય સંગીત ના તાલે શરૂ થયું. વીણા ની અદભૂત અંગભંગીમાઓ ઉપર પ્રેક્ષકો આફ્રીન પોકારી જતા હતાં...વીણા ના દરેકે દરેક કળા ઉપર તાળીઓ ના ગડગડાટ થતા હતાં....સહેજે ૨ કલાક જેટલો સમય થયો અને વીણા એ "નવગ્રહ કૃતિ" નૃત્ય ને આખરી ઓપ આપતી એક થાપ મંચ ઉપર આપી ને નૃત્ય ને વિરામ આપ્યો....પ્રેક્ષકો તેમની જગ્યા ઉપર થી ઉભા થઈ ગયા હતાં....તાળીઓ ના ગડગડાટ થઈ રહ્યા હતાં અને ત્યાંજ...."અદભૂત....અપ્રતિમ, વીણા".....જે સ્વર સાંભળવા માટે વીણા તરસી રહી હતી તે જ સ્વર....હા...તે જ સ્વર....મૃદંગ નો સ્વર તેના કાને પડ્યો...અને પછી શું ? સ્થળ અને કાળ ની પરવાહ કર્યા વગર વીણા દોડતી દોડતી મૃદંગ જ્યાં બેઠો હતો ત્યાં પહોંચી અને મૃદંગ ને જોર થી ગળે વળગી પડી...આજે આંસુઓ ને રોકવા વાળુ કોઈ નહોતું...અને કોઈ હોત તો પણ આ અદભૂત ઘટના ને નિહાળતી વખતે તેની આંખમાંથી પણ આંસુ વહી રહ્યા હોત....અદભૂત દ્રશ્ય સર્જાયું હતું....તાળીઓ નો વરસાદ હજી પણ વરસી રહ્યો હતો...."ઢોલીડા...બહુ રાહ જોવડાવી તેં, પણ તું બોલ્યો ખરો...હવે આવું નહીં રીસાતો"....વીણા નો ભીંજાયેલો સ્વર મૃદંગ ના કાને પડ્યો અને...."વીણા...મારા સ્વર ને,માંરા સૂર ને તારા નૃત્ય ના થાપ ની આદત છે...કેટલું દૂર રહી શકે ?"...સ્વર્ગ ના ગંધર્વો, કિન્નરો અને દેવતાઓ પણ જાણે આ અદભૂત નઝારો જોઈ ને તેમની આંખોમાંથી શ્રાવણ ભાદરવો વહી રહ્યો.... હા....પવન ના ઝાપટાં સાથે વરસાદ વરસી રહ્યો હતો...વીણા એ "નવગ્રહ કૃતિ" નૃત્ય સફળતાપૂર્વક પૂર્ણ કર્યું હતું.

કાર્યક્રમ પૂરો થયો છે...મૃદંગ અને વીણા પણ ઘરે પહોંચ્યા છે...નૃત્ય કરીને થાક લાગ્યો હતો વીણાને. ઘરે આવીને તે મૃદંગની બાજુમાં સોફા ઉપર બેઠી હતી. નોકર પાણી ના ગ્લાસ લઈ ને આવી ગયો. વીણા એ પાણી નો ગ્લાસ મોઢે માંંડ્યો જ હતો કે......ગ્લાસ હાથમાંથી જમીન ઉપર પડી ગયો અને વીણા એ મૃદંગના ખભા ઉપર તેનું મસ્તક ઢાળી દીધું....."વીણા...વીણા....શું થયું ? કઈંક બોલ... અરે કોઈ જલ્દી ડૉક્ટર ને બોલાવો..જલ્દી...જલ્દી" મૃદંગ નો અવાજ ફાટી રહ્યો હતો...મિનિટોમાં તો ડૉક્ટર પણ આવી પહોંચ્યા...વીણા ની નાડ તપાસી....ડૉક્ટર સહેજ મૃદંગ તરફ વળ્યા...અને..."આઈ એમ સોરી, મૃદંગ....વી હેવ લોસ્ટ હર....ખૂબ જ ઘાતક હુમલો હતો હૃદય ઉપર...આપણને થોડો પણ સમય ના મળ્યો"...ડૉક્ટર ભારે પગલે ત્યાંથી રવાના થયા છે....મૃદંગ સ્તબ્ધ થઈ ગયો. આંખો ફાટી ગઈ હતી તેની, ચહેરા ઉપર પારાવાર પીડા હતી, પરંતુ વીણા ના ચહેરા ઉપર એક નિ:શબ્દ શાંતિ હતી...એક સંતોષ હતો જે હવે પોતે જ જાણતી હતી...મૃદંગ નો સ્વર પાછો લાવવામાં તે સફળ થઈ હતી.

બીજા દિવસ ની સવાર ના ન્યૂઝ ચેનલ ઉપર બ્રેકિંગ ન્યૂઝ હતાં..."વિખ્યાત નૃત્યાંગના વીણાનું દુઃખદ અવસાન"...મૃદંગ વીણા ના મૃતપાય દેહ પાસે કોઈ પણ હાવભાવ વગર બેઠો હતો..અને તેનો હાથ અનાયાસ જે ઉઠ્યો અને વીણા ના કપાળ ઉપર મૂક્યો..."વીણા, તેં સ્વર તો આપ્યો પણ થાપ છીનવી લીધી....થાપ વગર હવે સ્વર અને સૂર પણ બેસૂરા છે....આજ થી મારો સ્વર અને સૂર પણ તારી સાથે રહેશે...આવજે વીણા....આવજે...!


Rate this content
Log in

Similar gujarati story from Tragedy