જોડી અજોડ
જોડી અજોડ
" માહી ચુંબક ! માહી ચુંબક !"... કહીને મેહુલ ચીડવતો હતો. માહીએ ધબ દેતી વોટરબૅગ મેહુલની પીઠ પર મારી. શિક્ષકે જોયું અને માહીને ક્લાસની બહાર ઊભા રહેવાની સજા મળી.
" માહી, તું હવે મસ્તી કરીશ તો હું પપ્પા ને કહી દઈશ. તારા લીધે મને પણ પનીશમેન્ટ મળે છે. ક્લાસની બહાર ઊભા રહીને મારા પગ દુ:ખે છે." "એમ તો મહેક તું જે રીતે પોએટ્રી (કવિતા) ગાય છે ને મારું પણ માથું દુ:ખી જાય છે." "તમે બંને ફરી શરૂ થઈ ગયા ?" "મમ્મી તમે માહીને કંઈ સમજાવોને... "." મમ્મી તમે મહેકને તો કંઈ કહો... "." ઓહો ! ચલો તમે બંને હવે ચૂપ થઈ જાવ. જુઓ, તમને બંનેને ભાવે છે ને એટલે મેં ઢોસા બનાવ્યા છે. ખાવા છે ને મારી ઢીંગલીઓ ? " સાંભળીને માહી અને મહેક ખુશીથી દોડતી મમ્મીને વળગી પડી.
પંદર દિવસ પછી..." સીયા, કિંજલ બોલું છું. માહી અને મહેક કેમ છે ? ઓપરેશન બરાબર થઈ ગયું ને ? "." હા કિંજલ. ડોક્ટરે અડધું અડધુ
ં લીવર અને એક એક કિડની બંનેમાં રાખ્યા છે. કહે છે કે ત્રણ મહિનામાં લીવર વધવાનું ચાલુ થઈ જશે. ત્યાં સુધી ધ્યાન રાખવું પડશે.". " કુદરતે આકરી પરીક્ષા લીધી. હવે બધું શુભ અને સારું જ થશે. મેહુલને લઈને આવીશ પછી એ બહુ યાદ કરે છે માહી, મહેકને. " "થોડા દિવસ પછી આવજો. છોકરાઓ રમશે સાથે બેસીને . ચલ હવે ફોન મૂકું છું. માહીને જોઈ આવું અંદર. "
" મમ્મી, મહેક ક્યાં છે ? " " બીજા રૂમમાં. ડોક્ટરે કહ્યું છે કે હમણાં તમારે કોઈ મસ્તી નથી કરવાની. " " મમ્મી, એને પણ મારી જેમ પેટ પર પાટો માર્યો છે ? "." હા. જો હું વીડિયો કોલ કરું છું મહેકને."" મમ્મી, માહીને પેટમાં દુ:ખે તો તમે એની પાસે બેસો. ". " મમ્મી, હું અને મહેક હવે સાચેજ અલગ અલગ થઈ ગયા ? અમારી અંદરનું ચુંબક છૂટું પડી ગયું ? હવે અમે જોડાયેલા નહીં રહીએ ? "." હા બેટા, તમારા શરીરનું ચુંબક છૂટું થયું. પણ... તમારા પ્રેમનું ચુંબક તમને જોડેલા જ રાખશે ! "