ગોલ્ડ મેડલ
ગોલ્ડ મેડલ

1 min

11.9K
ઈશાન વેઈટ લિફ્ટીંગની ચેમ્પિયનશીપમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. ગાડીમાં ઘરે પાછા ફરતાં રસ્તામાં એણે જોયું કે સીગ્નલ પાસે એક માણસ પોતાની માતાને બરડા પર ઊંચકી ગાડી સાફ કરવાનું કામ કરી રહ્યો હતો. ઈશાને ગાડીમાંથી નીચે ઉતરીને પોતાને મળેલું ગોલ્ડ મેડલ અને જીતની રોકડ રકમ એ માણસને આપી દીધા. પાછો આવી ગાડીમાં બેસી ગયો અને ગાડી સીગ્નલ શરૂ થતાં નીકળી ગઇ. ગાડીમાં બેઠેલા એના પિતા, કિશોરભાઈ એ કહ્યું, "આજે સાચા અર્થમાં તું વેઇટ લિફ્ટીંગની ચેમ્પિયનશીપનો હકદાર બન્યો છે ! મને તારા પર ગૌરવ છે દિકરા !"