STORYMIRROR

Nayanaben Shah

Tragedy

4  

Nayanaben Shah

Tragedy

જંગલો પણ સિમેન્ટના

જંગલો પણ સિમેન્ટના

2 mins
312

સંપત અમેરિકાથી વર્ષો પછી ભારત આવેલો. એના મનમાં એક સ્વપ્ન હતું કે એ ગામમાં જશે ત્યારે થોડા થોડા અંતરે રસ્તાની બંને બાજુ ઊગાડેલા‌ વૃક્ષના છાંયડે બેસીને મિત્રો જોડે આરામ કરશે. તેથી તો એને શેતરંજી તથા નાસ્તો-પાણી પણ સાથે લઈ લીધા હતા.

મિત્રોને પહેલેથી કહી દીધેલું કે થોડા વહેલાં જઈશું કારણ બંને બાજુના વૃક્ષો ને કારણે અંધારૂ જલદી થઈ જશે. સંપત એના મોટાભાઈની કાર લઈ જવા નીકળ્યો. જો કે એને ગુગલ મેપ મૂકી દીધો હતો કારણ વર્ષો પછી રસ્તો કદાચ ના જડે એવી મનમાં બીક હતી.

સંપત જેમ જેમ આગળ વધતો ગયો તેમ તેમ એને આશ્ચર્ય થતું હતું. રસ્તો ચાર લેનનો બની ગયો હતો. આજુબાજુ કયાંય ઝાડપાન દેખાતા ન હતાં. રસ્તાની બાજુમાં આંબાના ઝાડ પરથી કેરી તોડવાની પણ મજા માણવી હતી. પરંતુ આજુબાજુ તો મોટામોટા ફ્લેટો બની ગયા હતાં. એનું મન માનતું ન હતું કે આ રસ્તો એના ગામ બાજુ જાય છે. પણ ગુગલમેપ રસ્તો ખોટો તો ના જ બતાવે તેથી જ એને મિત્રો ને પૂછ્યું કે ,"આટલા આધુનિક ફ્લેટો કઈ રીતે બની ગયા ? પાર્કીગમાં લેટેસ્ટ મોડલની મોટરો ઊભી હતી.

સંપત ઉદાસ બની ગયો. એના મિત્રો એ કહ્યું,"અહીં એક્સપ્રેસ હાઈવે બનાવવા માટે વૃક્ષો કાપવા પડ્યા અને જે ખેડૂતોના ખેતરો હતા એમને એમની ધારણા કરતાં પણ વધુ પૈસા આપી જમીન લઈ લીધી. આગળ જતાં જી.આઈ.ડી.સી.ના કારખાના પણ આવશે."

લીલાછમ જંગલોને બદલે સિમન્ટના જંગલો જોઈ એનાથી નિસાસો નંખાઈ ગયો. લોકો જંગલમાં ભૂલા પડે પણ એ તો સિમેન્ટના જંગલમાં, કારખાનાના ધુમાડામાં ખોવાઈ ગયો હતો.


Rate this content
Log in

Similar gujarati story from Tragedy