જિંદગીની તરસ
જિંદગીની તરસ


હું અને રીના ખાસ બહેનપણી. રીનાના લગ્નમાં જાનૈયાની સરભરા કરવાનું કામ મને સોંપેલું.
અનાવિલ જ્ઞાતિ માનપાનનાં પૂરા આગ્રહી. સરભરામાં કોઈ કચાશ ન રહેવી જોઈએ એ જોવાની બહુ મોટી જવાબદારી મારે નિભાવવાની હતી.
હું બધાને પાણી આપીને જતી હતી, ત્યાં જ એક સોહામણા યુવકે રસ્તો રોકી, "આમ મને તરસ્યા છોડી ક્યાં ચાલ્યા? "પૂછનાર યુવકને જોતાં સ્તબ્ધ થઈ ગઈ. બોલી જ ન શકી. તરત જ સ્વસ્થ થઈ જવાબ આપ્યો, "પાણી તો પીવડાવ્યું".
યુવકની હિંમત તો જુઓ, નજીક આવીને કહે, "જિંદગીની તરસ છીપાવવાની વાત કરું છું. " હું તો શરમાઈને ભાગી ગઈ.