જીવતર
જીવતર
આખું યે જીવન જેની વાટ જોવા માંગો વિતાવ્યું, એ વ્યક્તિ આજે એમ કહીને ફરી ગઈ કે આપણો મેળ નથી. દિશા વિક્ષુબ્ધ હતી. એને થયું કે એ રોકી લે માધવ ને. પૂછે કે મારી ભૂલ શી હતી ?
તારી રાહ જોતી રહી એ ! એને અનુરુપ બનવા તે સાક્ષર બની. આધુનિકતા અપનાવી. મૂડી વેચીને એને પરદેશ મોકલ્યો. સમાજ આખાની સામે થઈ એને એણે દરેક વાતમાં ટેકો કર્યો. એના ગયા કેડે માતા પિતાને સંભાળ્યા પૂરા ઘરનો વ્યવહાર એકલે હાથે સાચવ્યો. એના ઘરનો મોહ બની રહી અને અંતે એ એકલી જ ! માધવ મને તે ક્યાંયની રહેવા ના દીધી બબડી ડૂસકું મૂક્યું દિશા એ... જીવતર આખાયનું સરવૈયુ જિંદગીના સૌથી નીજી મહત્વના સંબંધમાં ભળેલી હારે તય કરી દીધું.
