Hemisha Shah

Romance

3.3  

Hemisha Shah

Romance

જીવનરંગ....ધૂળેટીને સંગ

જીવનરંગ....ધૂળેટીને સંગ

4 mins
207


રિશી ને રાજવી કોલેજ ના ફ્રેંડ્સ બંને ને ખુબ બનતું. બંનેમાં ઘનિષ્ટ મિત્રતા હતી. ખરેખર કહું તો રિશી રાજવીને ખુબ ચાહતો હતો. પણ બોલવાની હિંમત નોહતી થતી ક્યાંક મિત્રતા ઓછી થઇ જાય તો ? ક્યાંક રાજવી નારાજ થઇ જાય તો ? બસ છેક સુધી મનમાં રાખ્યું. કોલેજ પત્યા પછી રિશી માસ્ટર માટે શિકાગો ગયો. ને આ બાજુ રાજવીની જોબ લાગી. જોબ કરતા કરતા તેનું માંગુ રમણલાલ, જે રાજવીના બોસ શિશિરના પિતા હતા અને રાજવીના પિતા રસિકભાઈના જુના મિત્ર એમને નાખ્યું. રમણલાલને રાજવી પહેલેથી પસંદ હતી એ હંમેશા ઇચ્છતા કે એક પુત્રવધુ તરીકે તેમના ઘરને દીપાવે. રાજવી પણ એમના ફેમિલીને જાણતી. એટલે જ તો શિશિરે તરત જ જોબ માટે પોતાની કંપનીમાં આમંત્રણ આપ્યું હતું. શિશિર ને રાજવીને પણ ખુબ બનતું. રાજવી એ લગ્ન નક્કી થતાં શિકાગો રીષિને આમંત્રણ આપ્યું. વોટસઅપ પર કંકોત્રી મોકલી. નંબર પણ મહામહેનતે મળ્યો કોન્ટેક્ટ છૂટી ગયો હતો. એક વર્ષ પછી રાજવીનો મેસેજ અને તે પણ લગ્નની કંકોત્રી. રિશીએ રાજવીને કોલ કર્યો ખુબ વાતો કરી. આટલા એક વર્ષ પછી પાછા કોન્ટેક્ટમાં આવ્યા હતા. રાજવીનો કોલ મૂકી રિશી ખુબ રડ્યો. જે આટલા વર્ષોથી દબાયેલું હતું તે અશ્રુ રૂપે વહી રહ્યું હતું. લગ્નમાં તો ના ગયો કારણકે બિઝી હતો. એક સુંદર ઘડિયાળ રાજવીને મોકલી આપી. સમય વીતતો ગયો લગ્ન ને એક વર્ષ થઈ ગયું ને ફર્સ્ટ એનિવર્સરી ઉજવવા શિશિર ને રાજવી ગોઆ ગયા.

પાછા આવતા દુર્ઘટના બની કાર એક્સિડન્ટમાં શિશિરનું મૃત્યુ થયું. રાજવી હતપ્રત થઈ ગઈ. લગ્નના એક વર્ષમાં આવું થશે એ ક્યાં કોઈએ ધાર્યું હતું. તૂટી ગઈ રાજવી. રમણલાલ પણ પુત્રના મોતથી તૂટી ગયા હતા, પણ છતાંય હિંમત રાખી રાજવીને સહારો આપતા.

બંને ઘરમાં એકલા થઈ ગયા. રાજવી સુનમુન થઇ ગઈ હતી. ૧૫ દિવસ શોક પાળી રમણલાલે તેને ઓફિસ ચાલુ કરાવી તેથી ધ્યાન બીજે જાય. અને સારું જ થયું. એને સફેદ કપડામાં જોઈ સ્ટાફ બધા અંદર ને અંદર જીવ બાળતા પણ એની કેબીનમાં હસતા મુખે જ જતા. થોડા દિવસ પછી થોડી રાજવી સેટ થઈ અને રિશીને કોલ કર્યો. બધી વાત કરી. રાજવી વાત કરતા કરતા ઢીલી થઈ ગઈ. પેલી બાજુ રિશી પણ રાજવીના દુઃખમાં અશ્રુરૂપે સહભાગી બન્યો પણ પછી સ્વસ્થ થઈ ને રાજવીને હિંમત આપી. પછી દર વિકે રાજવીને કોલ કરી વાત કરતો. જેથી તેને સહારો મળે.

એક વર્ષ વીતી ગયું આમ ને આમ. હવે રાજવી સ્વસ્થ હતી ઘણે અંશે. રિશી જોડે હવે ઘણી વાતો થતી, એક મિત્ર તરીકે.

આ વખતે હોળી પર રજા લઈ રિશી ઇન્ડિયા આવાનો હતો. વાત કરી હતી રાજવી જોડે,રાજવી ખુશ થઈ ગઈ. એના કરતા તો વધારે રિશી ખુશ હતો. આ વખતે એણે નક્કી કર્યું હતું કે રાજવીને એના દિલની વાત કરે,આટલા વર્ષોથી દબાયેલી એકતરફી પ્રણયગાથા ને વાચા આપે.

આબાજુ રમણલાલે ઘરમાં ઉલ્લાસ ભર્યું વાતાવરણ રચેલું હતું. આ વખતે ધૂળેટીમાં રિશી આવાનો છે એ વાત જાણવા મળી.

 રમણલાલે કંઈક વિચારી એનો નંબર લીધો રાજવી પાસેથી,ને કોલ કર્યો. રિશી તો અવાચક જ થઈ ગયો. રમણલાલે રિશીને કહ્યું કે "જો એને રાજવી પસંદ હોય તો જીવનભર માટે એનો હાથ પકડે"

આતો એવું થયું કે "ભાવતું હતું ને વૈધે કહ્યું" રિશી રાજીના રેડ થઈ ગયો. બસ બંને ને હવે રાજવીની સંમતિની જરૂર હતી.

રમણલાલ બોલ્યા " દીકરા,મારે હવે કેટલું જીવવાનું? રાજવીને એકલી તો ના મૂકી શકું ને ! રાજવી તારી ઘણી વાતો કરે છે ઘરમાં, તો થયું કે લાવ તારી ઈચ્છા પુછી લઉં." "અંકલ હું રાજવીને આંખમાં આંસુ નહિ આવા દઉં" કહી રિશી એ પુરી સંમતિ આપી. હવે ખુશ થવાનો વારો રમણલાલનો હતો. રિશીનો આનંદ સમાતો ન હતો. તેણે પોતાના માતાપિતા માટે અને રાજવી માટે ખુબ શોપિંગ કર્યું, ને એક અનેરા ઉત્સાહ સાથે ઇન્ડિયાની ફ્લાઈટ પકડી.

    ઘરે આવી પોતાની ને રાજવીની બધી જ વાત કરી. રિશીના માબાપ માટે તો રીશીની ખુશી જ મહત્વની હતી.

આ બાજુ રમણલાલે રાજવીને નવજીવન શરુ કરવા આડકતરો વાત વાતમાં ઈશારો કર્યો. રાજવી પોતાના સસરાની વાતથી થોડી અસમંજસમાં હતી.

આ વખતે રાજવી અને રમણલાલ બંને હોળી-ધૂળેટીની ખુબ તૈયારી કરી હતી. મહેમાનોને આમંત્રયા હતા રાજવીને કહી દીધું કે એના મિત્રોને પણ બોલાવે. રાજવી એ રિશીને આમંત્રણ આપ્યું.

     ધૂળેટીના દિવસે સફેદ કપડામાં સજ્જ હતા બધા. મહેમાનની આગતાસ્વાગતામાં રાજવી ગુંથાઈ ગઈ. ત્યાંજ રિશી આવ્યો. રાજવી ખુશ થઈ ગઈ. તે રાજવીની નજીક આવ્યો ને લાલ ગુલાલથી રાજવીને રંગી નાખી ને બોલ્યો"આંખો બંધ કર" રિશી તેને સ્વીમીંગપુલ પાસે દોરી ગયો "ખોલ આંખો. ." પોતાનું પ્રતિબિંબ રાજવી જોતી જ રહી. ત્યાંજ રિશી રાજવીના કાન પાસે બોલ્યો "રાજવી એક વાત કહું આ રંગ તો ઉતરી જશે પણ હંમેશા માટે મારે પાક્કો પ્રેમરંગ ઢોળવો છે બોલ રંગાઈશ ? રાજવી થોડી મુંઝવણમાં હતી. ત્યાંજ બધાની વચ્ચે ઘૂંટણે બેસી રિશી એ ખીસામાંથી વીંટીનું બોક્સ કાઢ્યું ને રાજવી સામે ધરી દીધું. આ જોઈ રાજવી કઈ કહે એ પહેલા તો રમણલાલ ત્યાં આવી પહોંચ્યા ને બોલ્યા "દીકરી, આજે રિશી રૂપી રંગ નવજીવન આપવા આવ્યો છે ,બસ તું રંગાઈ જા. એક પિતા તરીકે આશીર્વાદ આપવાની મારી ઈચ્છા છે"આ સાંભળતા જ રાજવીની આંખમાં આંસુ આવી ગયા" " પપ્પા " કહી વળગી પડી રમણલાલને. રમણલાલે એને આશીર્વાદ આપ્યા ને બોલ્યાં " હવે રિશીના પગ દુખશે જલ્દી વીંટી પહેર ને એને ઊભો કર" રાજવી સહીત બધા હસી પડ્યા. રાજવીને રિશીએ વીંટી પહેરાવી. રાજવી રિશીને ભેટી પડી. ત્યાંજ રમણલાલ બોલ્યા"અમેતો છોકરીવાળા. . . કોઈ કસર બાકી ના જોઈએ"કહી ખિસ્સામાંથી વીંટીનું બોક્સ કાઢ્યું ને રાજવી સામે ધરી 

"રાજવી વીંટી પહેરાવ રિશીને"

રાજવી આશ્ચર્ય ચકિત થતા બોલી " બંનેની મીલીભગત લાગે છે કે શું ?"ત્યાંજ રિશી આંખ મીંચકારી ને રમણલાલના પગે લાગ્યો "થૅન્ક્યુ દીકરા, મારી જવાબદારી હવે પુરી"

રાજવી પોતાના નવજીવનની શરૂઆતને ધૂળેટીના રંગમાં રંગાયેલી જોઈ રહી.


Rate this content
Log in

Similar gujarati story from Romance