શાંત મનની એક સફર
શાંત મનની એક સફર


મોટેભાગે શાંતિ શબ્દ માણસને રાહતનો અનુભવ કરાવે છે, પણ આ શાંતિ માણસને ડરનો અનુભવ કરાવે તેવી હતી. એટલામાં જ આ શાંતિની છાતી ફાડી નાખે તેવી કોઈની ચીસ સંભળાઈ. થોડીવાર વાર પછી કોઈ રોડ પર પુરપાટ દોડ્યું જતું હોય તેવો એહસાસ થયો. એ દોડી જનારના પગલાનો અવાજ શમે તે પહેલા તો તેની પાછળ અનેક લોકો દોડી જતા હોય તેમ અનેક લોકોના પગલાઓનો અવાજ સંભળાયો. પાછળથી દોડી આવેલું એ ચારેક માણસોનું ટોળું ત્યાંજ સ્તંભી ગયું. અને એટલામાં આઘું પાછું થઇ કંઇક શોધવા લાગ્યું. પણ તેમાં સફળતા ન મળતા તે સીધા રસ્તે આગળ ચાલ્યું ગયું. ટોળાની પહેલા જે દોડી આવ્યું હતું, તે એટલામાં જ ક્યાંક છુપાયું હતું. પેલું ટોળું ચાલ્યું ગયું એટલે એ ટોળાના ભયથી મુક્ત બની તે બહાર આવ્યું. આમ તો તે માણસ જેવું જ અથવા તો કહોને કે માણસ જ હતું. પણ કંઇક જુદું હતું. તેનો શ્યામ રંગ પાકો હતો છતાં સોહામણો લાગતો હતો. તેના ટૂંકા અને વાંકળિયા વાળ થોડા અજીબ લાગતા હતા છતાં તેના રૂપનો શણગાર હતા. તેના દેહના આકારથી તે એક યુવતી હોય એવું લાગતુ હતું…હા એ યુવતી હતી. .મન થી ડરેલી અને બદમાશો ના ચંગુલમાંથી છુટેલી . . ૨૯ વર્ષીય યુવતી નામ લીના.
હમણાં જ બ્રેકઅપ થયું હતું અને તે પુરી રીતે તૂટી ગઈ હતી. ૪ વર્ષનો સંબંધ આમ અચાનક છૂટી જશે. તે વિચાર્યું નહોતું .ઘણા સપના જોયા હતા. નવજીવનના. પણ નસીબમાં કૈક બીજું જ નિર્માયું હતું. લીનામાં થોડું ધાર્મિક અને મોર્ડન જમાનાનું મિશ્રણ હતું. અને તે પણ આ જમાનામાં મળવું મુશ્કેલ. .!
ઘરમાં પણ પરિસ્થિતિ સારી તો નહોતીજ. હંમેશા માસાને લીધે કંકાસભર્યું વાતાવરણ રહેતું.એટલે એને ઘર છોડીને જવાનો નિર્ણય કર્યો હતો. માબાપ તો નાનપણથીજ નોહતા. ૧૦ વર્ષની હતી ત્યારથી માસા-માસી જોડે રહેતી હતી. પણ હવે અસહ્ય હતું. તેથી ઘરમાંથી નીકળી ગઈ હતી. ને રસ્તામાં બદમાશોની નજરનો ભોગ બની પણ છતાંય જાતને બચાવી ભાગી છૂટવામાં સફળ થઇ હતી. પણ ખુબ જ ડરેલી હતી. જીવનમાં આવું થશે એ વીચાર્યુ નહોતું.
બેગમાં ચાર્જર. ક્રેડિટ કાર્ડ રૂપિયા થોડા કપડાં ને મોબાઇલ હતો. ઝાડીમાંથી બહાર આવીને પછી રેલ્વે સ્ટેશન તરફ આગળ વધી. ચાલતા ચાલતા વીતેલા જીવન વિષે મનોમંથન કરવા લાગી. ૧૦ વર્ષની હતી ત્યારે માબાપનું ભૂકંપમાં મૃત્યુ થયું હતું જે એના માટે અસહ્ય હતું. માસા-માસીએ તેને ઉછેરી હતી. મને-કમને ત્યાં રહેતી હતી. પણ માસાનો સ્વભાવ સારો ન હતો. ખુદના બે સંતાનો ઉપરાંત. લીના ભારરૂપ હતી. તેનો અણગમો હતો. માસી અને બન્ને બહેનોનો સ્વભાવ સારો હતો પણ કઈ ચાલતું નહોતું એમનું.
ભણવાનું હતું એટલે સમય પસાર થઇ જતો હતો.પછી જોબ કરતી હતી. પૈસા ઘરે આવતા એટલે માસાને ગમતું. પણ છતાંય અણગમો ઓછો નહોતો થતો. કંકાસ વધતો જતો હતો. ને છેવટે આજના દિવસે એ બહાર નીકળી ગઈ. અત્યારે તે માસીને અને બન્ને બહેનોને ખુબ યાદ કરી રહી હતી. બંને બહેનો તેને મોટીબહેન ગણતાને હંમેશા પ્રેમ દર્શાવતા. ચાલતા ચાલતા રેલ્વે સ્ટેશન પહોંચી અત્યારે ૨ ટ્રેન ઉપાડવાની હતી. તેને ટિકિટ લીધી અને દિલ્હી જતી ટ્રેનમાં બેસી ગઈ. થાકી હોવાથી સુઈ ગઈ. સવારે આંખ ઉઘડી તો દિલ્હી આવી ચૂક્યું હતું.
અસમંજસમાં સ્ટેશનથી બહાર આવી. ભીડ ભર્યું શહેરને કોલાહલ. આજ મેટ્રોસિટીને દેશની રાજધાનીની ઓળખ હતી. મન શાંત ન હતું થોડું ચાલી ત્યાં એક ટ્રાવેલિંગ કંપનીનું બોર્ડ જોયું. તે કૈક વિચારી. ત્યાં ગઈ. ત્યાં પ્રવેશતા જ લટકતા હોર્ડિંગ્સ ને બ્રોશર .પર નજર પડી. ને મન ચારધામના બ્રોશર પર અટક્યું મુખપર એક સ્મિત આવ્યુંને ટિકિટ બુક કરાવી. ને નસીબે સાંજે જ ટ્રીપ ઉપાડવાની હતી. ૩૫ જણને લઇ ટૂર ઉપડી. હરિદ્વાર.
બસમાં બાળકો યુવાનો વડીલો સર્વે હતા બસમાં ચઢતા જ લીના આ બધાને જોઈ રહીને પછી પોતાની સીટ પર આવીને બેઠી બારી ખોલી ઠંડા પવનનો આહલાદ અનુભવવા માંડી. ૨૧૯ કિમી.નો રૂટ રાતે ક્યાં કપાઈ ગયો સમજ ના પડી. બધા થાક્યા હોવાથી સુઈ ગયા હતા. બસ હરિદ્વાર પહોંચી અહીં હોલ્ડ હતો. હોટેલ સારી હતી. લીનાએ આરામ કરવાનું નક્કી કર્યું. ઘર છોડ્યા પછી અત્યારે વ્યવસ્થિત જમવાનું નસીબ થયું. નાસ્તો કર્યો તો રસ્તામાં. પણ પૂરું ભાણું જોઈ માસીની યાદ આવી ગઈ. આંખમાંથી આંસુ સરી ગયા. જો માસાનો વ્યહવાર સારો હોત તો આ પગલું ભરત જ નહિ. .એમ ખિન્ન મને વિચાર્યું . સાંજે ગંગા સ્નાન કર્યું. ને ગંગાનદીને કિનારે આરતી માણી. સારું લાગ્યું, ભય દૂર થયો મનનો. એક જગ્યાથી બીજી જગ્યાએ ભટકવું એ એનો લક્ષ નહોતો. બસ હવે એને મનની શાંતી જોયતી હતી. ખુદની દુનિયાથી દૂર કુદરતના ખોળે ગંગા નદીમાં દીવો પ્રગટાવી દરેક સંબંધને મનથી મુક્ત કરીને તિલાંજલિના આપી હોય તેવી ખુશી તેના ચહેરા પર ઝળકી હતી. આનંદમય ને ભક્તિમય ખુદને અનુભવી રહી હતી. રાતે જમી હોટેલ પર આવી. અહીં હોટેલ માં બધા વહેલા સુઈ ગયા હતા.
"એક નીરવ શાંતિ હતી. હા ચારે કોર એક નીરવ શાંતિ હતી. આ અંધારા પણ સૂના રસ્તા કૈક શોધતા ભટકી રહ્યા હતા. માનવ પડછાયા પણ સવારમાંજ અટકી ગયા હતા. તમરાના અવાજમાં જાણે મન મુઝાયું હતું. આ રાતના સન્નાટામાં જાણે કોઈક ખોવાયું હતું. ક્યાંક ડર પાછો ના પેસે એટલે ગેલેરીમાંથી રૂમ માં આવીને થોડી વાર ટીવી જોઈ સુઈ ગઈ.
સવારે ૧૦ વાગે બસમાં પ્રફ્ફુલિત મને લીના ચઢી. આજે યમનોત્રી જવાનું હતું. ૪ કિમિ.નો રસ્તો અંતાક્ષરી રમતા રમતા ક્યાં કપાઈ ગયો ખબર જ ના પડી. મુક્તાબેન કરીને ૪૦ વર્ષીય ગૃહિણી હતા બસમાં તેમને જોઈ ગૃહિણી કહેવું યૌગ્ય ના લાગ્યું. તે પોતે લેખિકા હતા સાથે એમ ડી સર્જન હતા. તેમના પતિ રાજેશભાઈ પણ સર્જન હતા. આજે મુકતાબેને મોકળા મનથી વાત કરી ને આજે પુછ્યું "આ ઉંમરે આમ એકલતાનો પ્રવાસ કેમ ? અને એ પણ ધાર્મિક સ્થળે ?તારા જેવી યુવતીઓ તો ટ્રેકિંગ પર જાય. બોલને કેમ આવું ?" મન પાછું ભૂતકાળમાં સરી ગયું. એટલું જ બોલી શકી કે."ઘણા સંબંધો જીવતા હતા આ હૃદયથકી. પણ એ જીવંતતામાં પોતાનાપણું ઓછું ને ભારરૂપ વધુ હતું. બસ એ ભારરૂપ ભીડથી મનને શાંત કરવા નીકળી છું દીદી. " પછી મુકતાબેને એને વધુ સવાલ ના કર્યા પરિસ્થિતિ સમજી ગયા. એ દુઃખી ના થાય એ હેતુથી વાત ફેરવી નાખી. ."જો લીના. .૧૪ કિમિનો પહાડી રસ્તો છે પાર કરતા થાકી ના જતી. .હો "
લીના હસવા માંડી : "ના દીદી. હું તો ચઢી જ જઈશ. દર્શન કરવા એટલું તો કરવું પડેને. અહીં આવ્યા છે તો."
મુક્તાબેન એના મજબૂત મનોબળને જોઈ રહ્યા. ત્યાંજ બસ ની અંદરથી ૧૦ વર્ષીય નાની રેવા ઉતરી.ને લીનાનો હાથ પકડી બાજુની દુકાનમાં રેઇનકોટ લેવા ખેંચી ગઈ. "દીદી મને મસ્ત રેઇનકોટ સિલેક્ટ કરી આપોને."
લીના બોલી :જો અહીં તો બે જ કલર છે ભૂરો અને ગુલાબી. તને કયો કલર ગમે ?"પિંકકકક "રેવા જોરથી બોલી. બધા ત્યાં હસવા મંડ્યા. રેઇનકોટ લઇ રેવા સાથે લીના બધાની જોડે આવી. ૧૪ કિમિ.નો કઠિન એવો પહાડી રસ્તો. જેનાથી ચઢાતું હતું એ ચઢવા માંડ્યા બાકીના ડોલી અને ઘોડાના સહારે ચડ્યા. દર્શન કરી એજ રસ્તે પાછા ફર્યા. રસ્તામાં ઘણો વરસાદ નડ્યો બધા થાકી ગયા હતા. ખીચડી -શાક ખાઈ બધા વહેલા સુઈ ગયા. બીજે દિવસે સવારે કેદારનાથ જવાનું હતું. ૭૦ કિમિ. હતું પણ રસ્તો બહુ જ ખરાબ થઇ ગયો હતો પૂર પછી. થોડા જોખમી રસ્તા હતા. જીવનમાં ડગલે ને પગલે જોખમો હોય છે એ લીના એ ખુદ અનુભવ્યું હતું. ઠંડક વધી રહી હતી. કોલેજમાં હતી ત્યારે લીનાએ સાંભળ્યું હતું કે "કેદારનાથ એટલે સ્વર્ગ. "આજે કઠિન રસ્તો પાર કરી કેદારનાથની પાવન ભૂમિ પર હતા. .
સવારે ૩:૩૦ની પૂજા કરવા. લીનાની ધાર્મિકવૃતિ એ એને જગાડી દીધી. ૧૪ કિમિ.નો રસ્તો કાપ્યા પછી ઉપર જ તેમની હોટેલ હતી. ૫ ડિગ્રીનું તાપમાન શરીર એ ઠુંઠરાવતું હતું. જાડું જેકેટ પહેરી લીના મંદિરમાં પહોંચી. કેદારનાથ ની પૂજા કરી ને બહાર નીકળી. ઘંટનાદ સિવાય શાંતિ હતી. થોડીવાર ઓટલે બેઠી. સવારે ૫ વાગે અહીં અજવાળું થવાનું શરુ થયું. મંદિરની પાછળના બરફાચ્છદિત પર્વત પર સૂર્યનું પહેલું કિરણ પડતા જ નઝારો બદલાઈ ગયો. પર્વતની ટોચ સુવર્ણમય પ્રકાશથી પ્રકાશિત થઇ. લીના એ એ દ્રશ્ય નજરમાં ભરી લીધું. એક તૃપ્તિના અનુભવ સાથે સ્મિત સાથે બોલાઈ ગયું. "સાચ્ચે સ્વર્ગ . . જાણે. ." પછી મનોમન નક્કી કર્યું કે બાકીનું જીવન કુદરતના સાનિધ્યમાં વિતાવાનું નક્કી કર્યું. .
બાજુમાં થોડી દુકાનો હતી. ત્યાં આંટો મારવાનું મન થયું. દુકાનોમાં ગરમ કપડાં પૂજાનો સમાન. સિવાય ઘણુંબધું મળતું હતું. એક દુકાનમાં જૂનાપુરાના સિક્કા વેચાતા હતા. સિક્કો હાથમાં લેતા જ મનનની યાદ આવી ગઈ. એને સિક્કાનું કલેકશન કરવાનો શોખ હતો. થોડા ગુસ્સા સાથે સિક્કો પાછો મૂકી દીધો.યાદ સાથે આંખમાં આંસુ આવી ગયા.
ચાર વર્ષ એની જોડે ખરા હૃદયથી પ્રેમ કર્યો હતો પણ મનનને તો બીજું પાત્ર મળતા સંબંધમાં પ્રેમ રહ્યો નોહ્તો. એ છેલ્લા દિવસે હાથમાં હાથ મુકતા જ લીનાને સમજાઈ ગયું હતું. ને તેનો હાથ જાતે જ પાછો ખેંચી લીધો હતો. મનથી તો તે પુરી પ્રેમમાં તરબોળ હતી આ ચાર વરસ . . પણ સામેનું પાત્ર મનન. . આ તરબોળતાંના ઊંડાણનો અનુભવ ઓછો થયો હતો. કારણકે એને મળેલું બીજું પાત્ર શારીરિક દેખાવની રીતે વધુ ચઢિયાતું લાગ્યું. ઘણો આંચકો લાગ્યો હતો. લીનાને. એ દિવસે એ બહુ રડી.
આ બધું યાદ કરતા આંસુ આવ્યા. પણ મક્કમતાથી લૂછી નાખ્યા. ને હોટેલ તરફ જવા પાછી વળી. ત્યાં જ પાછળ એક સાધુ મહારાજ ઉભા હતા. ક્યારના તેને જોતા હતા. પાસે આવી માથે હાથ મૂકીને કહ્યું. "તુમ ભગવાન કી બેટી હો. સબ દુઃખ ભગવાન કો સમર્પિત કર દો ઔર ખુશી સે આગે બઢો. ભગવાન સબ કા કલ્યાણ કરેગા." સાધુ આટલું બોલી જતા રહ્યા. લીનાના માથે આ હાથ આશીર્વાદ સમાન હતા. ચમત્કાર. જાણે કે બધ્ધા હૃદયના દર્દ જાણે ગાયબ થયા કે ભગવાનને સમર્પિત થયા. ખબર ના પડી.
એક સ્મિત સાથે હોટેલ પાછી ફરી. સવારના હજુ ૮ વાગ્યા હતા. ઘણી ઠંડક હતી. ગરમ ગરમ ચાનો કપ લઇ ગેલેરીમાં આવી બહાર નજર કરતા જ ખળખળ વહેતા ઝરણાંની નાની નહેર દૂર દેખાતા બરફાચ્છદિત પર્વતો લીલોતરીથી તર જમીન અને ઝરણાં પાસેના પથ્થરો કુદરતી સુંદરતામાં વધારો કરતા હતા. લીના આ કુદરતમાં લીન થઇ ગઈ હતી. કુદરતે અહીં સૌંદર્ય મન મૂકી ને વેર્યું હતું. બે દિવસના રોકાણ બાદ પછી સફર શરુ થઇ. ગંગોત્રી તરફ.
ગંગોત્રી, ગંગા નદીનું ઉદભવસ્થાન અને રમણીય વાતાવરણ. સવારે વહેલા નીકળ્યા હોવાથી બપોર સુધીમાં પહોંચી ગયા. ત્યાં સાંજે દર્શન કરવા ગયા. ગંગા નદીને કિનારે જ મંદિર હતું. દર્શન કરી લીના થોડીવાર અહીં પથ્થર પર બેઠી હાથમાં ગંગાનદીમાંથી જળ લીધું ને થોડું પી માથે ચઢાવ્યું. ગંગાનદીનો પવિત્ર પ્રવાહ. દૂધ જેવો સફેદ અને ઘુઘવાતો અવિરત વહેતો હતો. ક્યાંક શાંત હતો તો ક્યાંક પ્રચંડ હતો. પથ્થરોને અથડાતા એનો ઘુઘવાટ દૂર સુધી સંભળાતો હતો. એક ઔલોકિક જગ્યા હતી. લીના તલ્લીન હતી. બાજુમાં એક સાધ્વી બેઠા હતા "ક્યાં સોચ રહી હો બીટીયા ?"
લીનાની તલ્લીનતા તૂટી. "ખુદ કો ઢૂંઢને આઈ હું યહાં"
"અચ્છા ? "
"હા હર રિશ્તો સે દૂર હર તક્લીફો સે દૂર મન કી શાંતિ કે લિયે. ."
"બીટીયા. અગર સમય હો તો બડે આશ્રમ ભી ચલી જાના અચ્છા લગેગા. "
"જરૂર. ."
લીના ઉભી થઇ ને ચાલવા લાગી. સાધ્વીએ કહ્યું એ રસ્તે આગળ આશ્રમ દેખાયો. એ વિશાળ આશ્રમમાં પ્રવેશી. એક મંદિર ઘણાબધા ઓરડા. બહુબધા લોકો. હતા અહીંયા. ધાર્મિક પ્રવૃત્તિમાં લિન હતા. લીનાને જોતા જ ત્યાંની મુખ્ય સંચાલિકા ત્યાં આવી. મોઢા પર તેજ, શાંત સ્વભાવ, અને તેમના સ્મિતથી લીના પ્રભાવિત થઇ. "ચલો આશ્રમ દિખાતી હું." લીના પાછળ દોરાઈ. એક બીજાથી બધા સ્નેહના તાંતણે જોડાયેલા હતા ને સેવા કરતા હતા. ને ગંગાનદી ને પૂજતા હતા. ખબર નહિ પણ લીનાને સુ સુજ્યું કે બોલી પડી. "ક્યાં મૈં યહાં રહે સકતી હું ?"
"કબ તક રહોંગી બીટીયા ?"
"માતાજી, મૈં મન કી શાંતિ ઢૂંઢને આઈ હું. એ ગંગાનદી વાલી જગહ મુઝે શાંતિ દેગી."
"બીટીયા, તુમ્હારે ઘર વાલે સબ પરેશાન હોંગે. "સાધ્વી બોલ્યા.
'કોઈ નહિ હૈ મેરા. બસ ખુદ કો પા સકું યહી સોચા હૈ."
"બીટીયા, તુમ્હારી ઉંમર કો દેખ કર યહી કાહૂંગી. થોડે દિન રહેકર ઘર ચલી જાના"
"ગર ઇસ આશ્રમ કો હી ઘર સમઝને લગુ તો ?"
"તો ફિર બીટીયા તુમ્હારી મર્ઝી . સંસાર સે પરે કોઈ નહિ રહે સકતા."
"મુઝે અનુમતિ દો, દીદી. ."
"ઠીક હૈ બીટીયા. દેખ લે. યે આશ્રમ તેરે આને કે લિયે ઔર જાને કે લિયે ખુલા હૈ. કોઈ પાબંધી નહિ હૈ. આગે સબ ગંગામૈયા કી મર્ઝી."
લીના ખુશ થઇ ગઈ. મન મક્કમ કરી ત્યાંથી નીકળી. હોટેલ આવી. સમાન પેક કર્યો. ને ટ્રાવેલિંગ મેનેજરને મળી. ને કીધું.
"મારી સફર અહીં જ પૂર્ણ કરું છું .તમે આગળ વધજો. ."
"પણ મેડમ કેટલા દિવસ ? હવે તો આ ટૂર સીધી બદ્રીનાથ જશે."
હા પણ હવે મારે નથી જાઉં. હું દિલ્હી મારી રીતે આવી જઈશ."
"સારું.મેડમ સાચવજો તમે." મેનેજર કૈક અસમંજસ બોલ્યો. .
લીના મુક્તાબેન અને રાજેશભાઈ ને મળી. રેવા ને મળી વહાલ કર્યું. એમજ કીધું, "અહીં કામ છે તો રોકાઉં છું "
મુક્તાબેન તરત બોલ્યા. "દિલ્હી આવે તો ઘરે આવજે જરૂરથી. ગમશે મને"
"ચોક્કસ મુકતાદીદી. ."
અને એક નવી શાંત સફર માટે ચાલી નીકળી. આશ્રમમાં એને એક રૂમ આપવામાં આવ્યો. અને આશ્રમને અનુરૂપ કપડાં. એક અઠવાડિયાંમાં તો ઘણું બધું શીખી ગઈ. ધ્યાન, યોગા,આશ્રમનું કામ, લોકોને મદદ કરવું, સેવામાં ધ્યાન આપવું. આ બધું શીખવાડ્યું એને આજે એ પ્રથમ વાર ધ્યાન કરવા. ગંગાનદીના કિનારે ગઈ. શાંત વાતાવરણમાં ધ્યાન કરવા લાગી. આંખ ખોલી તો એક અલગ જ અનુભૂતિ થઇ.
ગંગાનદી આ ઘુઘવાટમાં તલલ્લિન લીના બોલી, "બસ આજ મારી નવી સફર... એક શાંતિની સફર. "ગંગાજળ માથે ચઢાવી આશ્રમ બાજુ ચાલી નીકળી. .બસ. ચાલી નીકળી.
"ખુદમાં શોધતી "ખુદ"ની એક સફર.
બસ મળી ગઈ મને "શાંત મનની એક સફર."