Hemisha Shah

Tragedy

4.0  

Hemisha Shah

Tragedy

એક ચ્હાનો કપ

એક ચ્હાનો કપ

2 mins
185


વીજળીઓ કડકતી હતી ને, આકાશ બરાબર ઘેરાયેલું હતું. વિધી ચ્હા પીવા ને ફ્રેશ થવા હોસ્પિટલની કૅન્ટીનમાં આવી. પવન જોરદાર ચાલુ થઈ ગયો. એક ચ્હાનો કપ લઈ બારી પાસે આવી.

બહારનું વાતાવરણ આલ્હાદક હતું પણ એને ક્યાં અડતું હતું ? યંત્રવત એ જીવી રહી હતી.

"બેસોને જગ્યા છે.." બાજુના ટેબલ પરથી પાર્થ બોલ્યો.

એકદમ જ વિધીનું ધ્યાન કુદરતના સાનિધ્યથી તૂટ્યું. ટેબલ પર નજર કરી, ને ધ્યાન ગયું કે ક્યારની એ ઊભી છે. બેસી ત્યાં, ને પૂછ્યું "તમે?"

"પાર્થ, મારી પત્નીને દાખલ કરી છે, ફર્સ્ટ ફ્લોર, ડિલિવરી આવાની છે..પણ કાલની બેભાન છે. ડૉક્ટર કહે છે, ભાનમાં ના આવે ત્યાં સુધી માથે જોખમ છે. બાટલા ચઢાવે છે, ડોક્ટરની ટીમ છે જોડે."

 "તમે ?"

"વિધી, મારા હસબન્ડ આઈસીયુમાં છે થર્ડ ફ્લોર. એક વીકથી અહીં છું. બ્રેઈન સ્ટ્રોક છે. બેભાન છે."

બંને ચૂપ હતા, ચ્હા પી રહ્યાં હતા.

પછી વિધી બોલી "નસીબમાં શું લખાયું છે કોણ જાણે છે નહીં ! લાચારી ! બસ વેઈટ એન્ડ વૉચ !..ક્યાં સુધી ?"

"બી પોઝિટિવ ! " પાર્થ બોલ્યો "ભગવાન સારું કરી દેશે"

"એક વીક થી આજ સાંભળી રહી છું" આવી પરિસ્થિતિમાં પણ વિધી હસી પડી. આપણા હાથમાં ચ્હાના કપ સિવાય ક્યાં કશું છે ? " કપ ઊંચો કરતા બોલી.

એ હાસ્યમાં પણ પાર્થ દર્દને ઓળખી ગયો.

"વર્ષોના સંબંધ ને ફક્ત કુદરતને હવાલે ?"

"એજ ! ટેકનોલોજી હોવા છતાં કર્મોને જોશે વિધાતા ? કે પછી પનો જ ટૂંકો છે ?"

"કોણ જાણે ?" પત્નીને યાદ કરતા પાર્થ બોલ્યો. 

ત્યાં જ વિધીનો ફોન રણક્યો. ફોન ઉપાડતા ઊભી થઈ ગઈ. "ડૉક્ટર બોલાવે છે " આંખમાંથી સરતા આંસુ ચ્હાના કપમાં પડતા જોઈ રહ્યો. વિધી લગભગ દોડી.

બીજે દિવસે સવારે પાર્થ પેમેન્ટ કરવા રિસેપ્શન પર આવ્યો. ત્યાં જ વિધી ઊભી હતી. પાર્થ નજીક આવ્યો. 

એક એમ્બ્યુલન્સ બતાવતા વિધિ બોલી "જો સંબંધો હવે કુદરતને હવાલે. ગઈ કાલે રાતે હાર્ટ એટેક આવ્યો બેહોશીમાં જ.." સૂજેલી આંખોમાં પાર્થ શુષ્ક્તા જોઈ રહ્યો ને બહાર ધોધમાર વરસાદ ચાલુ થયો.


Rate this content
Log in

Similar gujarati story from Tragedy