આંસુ
આંસુ


હા..હું જાણતી હતી કે
જીવનમાં કેટલુંય દુઃખ હતું ...
પણ હસતા મોઢે દુઃખ
સહેતા એને આવડતું હતું...
મજબૂત મનોબળની કેવી કમાલ,
જયારે પણ મળે ત્યારે
હોઠો પર સ્મિત જ હતું.
એના રવાના થયા પછી હું જોયા કરતી ...
એ સ્મિત મારુ હૃદય ચીરતું..
અને મારી આંખોમાં આંસુ આવતા..