ગરીબની ખુશી
ગરીબની ખુશી


સવારે નાસ્તાના ટેબલ પર આજ મગજમારી, કે ડીશમાં કોઈ નાસ્તો બાકી ના રહેવો જોઈએ. અન્ન દેવતા કહેવાય. પણ છતાંય વધે તો. મોમ જે બાકી હોય છે તે બાજુની વસ્તીમાંથી નાનકડા ગરીબ કનુને બોલાવી આપી દે છે. કોઈના પેટમાં તો જાય. પણ
તમે નહિ માનો એ કનુને મનથી તો દુઃખ થતું એની ખુદની પરિસ્થિતિ પર કે માંગીને ખાવું પડે છે. ભીખ માગવી એ તો કનુ શીખ્યો જ ન હતો. આતો મોમ એને પ્રેમથી બોલાવતી એટલે આવતો.
આજે ગુજરાત સ્વચ્છતા અભિયાન હેઠળ વસ્તીમાંથી બધાને કામ મળવાનું હતું. કનુ પણ ગયો હતો. એના ભાગે કચરો એકત્ર કરવાનું કામ આવ્યું હતું. એ ખુશખુશાલ હતો. સાંજે જયારે હું અને મોમ ગેલેરીમાં બેઠા હતા. ત્યારે કનુ એક "સ્વછતા અભિયાન...મારુ કામ" એવી ટી શર્ટ પહેરીને મોટ્ટી પ્લાસ્ટિકની બેગ લઇ આવ્યો. મોમ નીચે આવીને દરવાજો ખોલ્યો. સાથે હાથમાં એક ડબ્બામાં બપોર થોડું જમવાનું હતું. કનુ દરવાજો ખુલતા જ મારી મોમ તરફ એક ખુશીવાળી સ્માઈલ આપી બોલ્યો.
'બેન આજે આ નાસ્તો ના જોઈએ. જો મને કામ મળ્યું છે. અને હું આજે પૈસા કમાઈશ. હું ને મા આજે પૈસાથી નાશ્તો કરીશું. મા બહુ ખુશ થશે. કચરો લઇને ચહેરા પર ખુશી સાથે તે દોડ્યો. મારા આંખમાં દર્દના આંસુ સાથે એ ગરીબ માટે ખુશી હતી.