જીવન રેખા
જીવન રેખા
જીવન રેખા.
લેખક: Kalpesh Patel
વરસ 1897,અને ન્યુયોર્કની સેન્ટલ જેલની બેરેક નંબર 449,અહીં જોહન ડિકોસ્તા ઉંમર કેદની સજા ભોગવી રહ્યો હતો. જોહન,દિવસના અજવાળામાં એક સદ્દગ્રહસ્ત હતો. વ્યવસાયિક મ્યુજિશીયન, સજ્જન અને સૌજન્ય ભર્યો.પણ રાત પડતાં તે મનોવિકૃત સીરિયલ કિલરમાં ફેરવાઈ જતો.
જોહનનો ગુનાહિત ઈતિહાસ પણ અજીબો ગરીબ હતો.
તેની પ્રથમ હત્યા પડોશીથી શરૂ થઈ હતી.કારણ એટલું નાનું નજીવું હતું. તેના પડોશીએ તેની બારી સામે કપડાં સૂકવ્યા હતા. બીજે દિવસે બપોરે,તેના શબ પર અજાણ્યા ચિહ્નો મળ્યા,અને તે પાડોસીની હથેળી પર ચાકુના કાપા,જાણે કોઈ ગુપ્ત કોડ.
કોઈ પુરાવો કે સગડનાં અભાવે, કોઈએ તેને શકમંદ પણ ગણ્યો અને, તે આબાદ બચી ગયો.
આ પછી પછી તેણે શહેરમાં બીજી પાંચ હત્યા કરી
એક વકીલ, જેના હત્યાં પછી, તેના હાથમાં ગ્લોવ્સ ઘુસાડી લોહી ભરેલા રાખ્યા.
એક શિક્ષિકા જેને તેના પોતાના બ્લેકબોર્ડના ડસ્ટરથી ઘૂંટીને મારી નાખી.અને તેની હથેળી માં ચાકુથી લોહીયાળ મહેંદી મૂકી.
એક વૃદ્ધ સ્ત્રી, જેનું ગળુ તટુંપી મરી નાખી અને તેના મકાનની દિવાલ પર લોહીના રંગથી રાશિ ચિહ્નો દોર્યા.
બે કિશોરીઓ જેમને નદીના કિનારે બોલાવી નશામાં ફસાવી ચાંદની રાતે તેમના વિકૃત ફોટા લીધા અને પછી જીવલેણ હુમલો કર્યો અને મારી નાખી .
દરેક સ્થળે પોલીસને અલગ-અલગ ચિહ્નો મળતાં, જે પછી એક મોટું કોડ બનતા.
અખબારોમાં તેને “ધ કોડ કિલર” કહેવામાં આવવા લાગ્યો.
પણ કહેવાય છે ને કે ગુનો ક્યારેય છૂપો રહેતો નથી. સાતમી વાર એક સુમસામ ગલીમાં કોઈ હોમલેસનાં ખૂનનાં પ્રયાસ વખતે તે રંગે હાથ ઝડપાઈ ગયો.
કોર્ટમાં જ્યારે જોહનને રજુ કર્યો ત્યારે તે બોલ્યો:
"હું મોતનો દૂત છું, હું માત્ર તે જ કરું છું જે મૃતકનાં નસીબે લખ્યું છે."
આવા સનકી જવાબ અને પુરાવાને જોતા,જજનો ચુકાદો આવ્યો:
આજીવન કેદ ની સજા લખતા જજએ કહ્યું.
“આ માણસ જીવવા લાયક નથી, તેમ છતાં તેને જીવતો રાખું છું.આ માણસ જીવતો રહે તે જ સમાજ માટે અભ્યાસનો વિષય રહેશે ."
બે વરસ વીતી ગયા, જોહન કોઈ રમખાણ વગર શાંતિથી સજા કાપી રહ્યો હતો.
1899 નાં માર્ચ મહિનાની એક સવારે વિલિયમ બેનહામ, એક શીખાઉં જ્યોતિષી અને ક્રિમિનલ હસ્તરેખા અભ્યાસકર્તા. ન્યુયોર્ક ની જેલના જેલર ને મળે છે. અને પોતાના રિસર્ચ વર્ક માટે કોર અઠંગ અપરાધી નો રેફરન્સ માંગે છે ત્યારે, જેલર હસી ને હ્હે છે.
ખોટા વ્યક્તિનુ બધું ખોટું.,તને તેમાં શું જડશે. ચાલ તું પણ યાદ કરીશ. આમ તે જેલરના કહેવા થી,જેલમાં જોહનને મળ્યો.જેલના ડે્રેક નાં અધિકારીએ તેને ચેતવ્યો :"જોહનના હાથ વાંચવા કોઈ માટે સહેલા નથી." પણ બેનહામ મળવા ગયો.

પહેલી મુલાકાતે તે ગરજ્યો, ઓ મહાસાય મારા હાથ પછી જોજે. જોહન સ્મિત સાથે પૂછે છે, શું તારામાં"મારી ડાયરી વાંચવાની હિંમત છે?"
બેનહામે હા પાડી, અને જોહને જયારે, તેની ડાયરી, આપી ત્યારે, તેણે જોયું કે જોહનના હાથમાં શનિ અને મંગળની રેખાઓ એકબીજાને કાપતી હતી.એવો હાથ બેનહામે પહેલા ક્યારેય જોયો નહોતો.
બેનહામે તેની ડાયરી વાંચી.દરેક રાતે બેનહામને સપનામાં જોહનની ડાયરીના ચિહ્નો દેખાવા માંડ્યા.
છતાં તેણે અભયાસં ચાલુ રાખ્યો. આજે તેણે મળેલી ડાયરીના પાને લખેલું હતું:
"આવતી કાલે બેનહામનો દિવસ છે."
બેનહામ વિચલિત થયાં વગર આરામથી જોહન ડિકોસ્તા ને મળવા નિયમિત જતો. એક બપોરે જોહન સામે બેસીને બેનહામ હસ્યો.
જોહન ગુસ્સે પૂછે છે, કેમ હસે છે
"શું હું એટલો મજાકિયો છું?"
બેનહામ શાંત અવાજમાં બોલ્યો:
"જોહન, જો કે તારી લાઈફલાઈન સ્પષ્ટ અને અવિરત છે. તે જોતા તું તો ઓછામાં ઓછા ૮૦ વર્ષ જીવવાનો છું. તો તું મારી હત્યાની યોજના છોડ. અને આનંદથી જીવ.પણ સાંભળ, તારે આત્મઘાતનો યોગ છે.તારો અંતિમ સમય નજીક છે. અને તારો અંત તું જ લાવવાનો છે.હવે તારા માટે હરી ભજન જ, એક બચાવ હોઈ શકે છે."
આ શબ્દોએ જોહનનું મન બદલી નાખ્યું.
તેના ડાયરીમાં હવે રાશિચિહ્નો નહિ પરંતુ બાઇબલના શ્લોકો લખાતા હતા.જેલમાં એ શાંત થવા માંડ્યો.
ચોથી જુલાઈ 1899 – અંતિમ દ્રશ્ય
પૂરું અમેરિકા શે ઉમંગે હતું. સૌ લાઈટ મૂડમાં હતા,પરંતુ સ્વતંત્રતા દિવસની ઉજવણી દરમિયાન વાસી બ્રેડને લઈ થયેલી નાની ઝપાઝપીમાં જોહનનુ દિમાગ ફરી છટક્યું .તેણે હવાલદારનો પિસ્તોલ છીનવી તેણે પોઈન્ટ-બ્લેન્કે પોતાની જાતને જ ગોળી મારી.
જેલની દિવાલ પર લોહીના છાંટા એ તેની અંતિમ છાપ છોડી.
જેલથી ચાળીશ મેલ દૂર, પોતાના સ્ટુડિયો નાં ટેબલના ડિસ્ટ પર બેસેલા બેનહામે એ સાંભળીને. તેની ડાયરીમાં નોંધ ટપકાવી બંધ કરી, ઊંડો શ્વાસ લીધો.
તેના મનમાં એક જ વિચાર ફર્યો:
"કેટલીક રેખાઓ ભવિષ્ય બતાવે છે,
પણ અંતિમ નિર્ણય હંમેશા મનુષ્યના હાથમાં જ રહે છે."
અનંત વારસો
આજે તારીખ 4 થી જુલાઈ અને વરસ 1900 હતી. જે જોહન ડિકોસ્તાની વરસી હતી. યોગાનુયોગ કહો કે નિયોજીત પણ તેજ દિવસે બેનહામનું પુસ્તક "The Laws of Scientific Hand Reading" પ્રકાશિત થયું.
જે આજે પણ જ્યોતિષ અને ક્રિમિનલ સાઇકોલોજીના અભ્યાસુઓ માટે પ્રોફેસર બેનહામ નુ આ પુસ્તક એક "બાઇબલ" ગણાય છે.
---
વાંચન વિશેષ:-
પાત્ર પરિચય: વિલિયમ બેનહામ
- જન્મ અને પ્રેરણા:
વિલિયમ બેનહામે માત્ર 13 વર્ષની ઉંમરે એક જિપ્સી યુવતી પાસેથી હસ્તરેખા વિશે શીખવાનું શરૂ કર્યું. એ અનુભવથી પ્રેરાઈ, તેણે જીવનભર હસ્તવિજ્ઞાનના અભ્યાસને સમર્પિત કર્યું.
- વિશિષ્ટ કૃતિ:
1900માં પ્રકાશિત થયેલું તેમનું ગ્રંથ The Laws of Scientific Hand Reading હસ્તરેખા વિજ્ઞાનનું એક ઐતિહાસિક અને વ્યાપક ગ્રંથ ગણાય છે. 650 પાનાંની આ કૃતિમાં તેમણે હાથના ઈશારો, અંગૂઠાની રચના, રેખાઓ, અને ગ્રહમાઉન્ટ્સ વિશે વિગતવાર ચર્ચા કરી છે.
- વિજ્ઞાન અને માનસશાસ્ત્રનો સંગમ:
બેનહામે હસ્તરેખાને માત્ર ભવિષ્યવાણી માટે નહીં, પણ વ્યક્તિત્વ વિશ્લેષણ અને વ્યવસાય પસંદગી માટે પણ ઉપયોગી બનાવવાનો પ્રયાસ કર્યો. તેમણે “માઉન્ટ થિયરી” અને ગ્રહ આધારિત હાથના પ્રકારો વિકસાવ્યા, જેને આજે પણ ઘણા હસ્તવિદ્વાનો અનુસરે છે.
- અન્ય કૃતિઓ:
1932માં તેમણે બીજી કૃતિ How to Choose Vocations from the Hand લખી, જેમાં હાથના આધારે વ્યક્તિના વ્યવસાય માટે યોગ્યતા દર્શાવવાનો પ્રયાસ કર્યો.
- અંતિમ વારસો:
ન્યુયોર્કમાં તેમણે હસ્તવિજ્ઞાન શાળા અને Institute for Vocational Guidance સ્થાપી હતી, જે 1950ના દાયકામાં પણ સક્રિય હતી.
---
✨ દ્રષ્ટિ અને દ્રઢતા
બેનહામનો ધ્યેય હતો—હસ્તવિજ્ઞાનને જિપ્સી પરંપરાથી બહાર લાવીને એક “વિજ્ઞાન” તરીકે સ્થાપિત કરવો. તેમણે લખ્યું હતું કે:
> “Let the study of the hand be worthy of the best efforts of the best minds.”
તેમની કૃતિ આજે પણ જ્યોતિષ, ક્રિમિનલ સાઇકોલોજી અને વ્યક્તિ વિશ્લેષણના ક્ષેત્રમાં “બાઇબલ” સમાન માનવામાં આવે છે.
---
ધ કોડ કિલર” નો અર્થ છે કોઈ એવો હત્યારો કે જે પોતાના ગુનાઓ સાથે કોઈ પ્રકારનો “કોડ” અથવા લુપ્ત સંકેત છોડી જાય છે.
વિશેષતા:
1. તેના શિકાર અને ઘટના સ્થળ પર અજાણી ચિહ્નો, સંકેતો અથવા કોડ રહેતા હોય છે.
2. આ કોડ વાંચીને કાયદાકીય તપાસકર્તાઓ, ડિટેક્ટિવ અથવા જ્યોતિષી/હસ્તરેખા નિષ્ણાત તેના મનના પ્લાનને સમજવાનો પ્રયત્ન કરે છે.
3. વાચક/પોલીસ માટે એ ગુનાનો રહસ્યકોડ બની જાય છે.
સાદા શબ્દોમાં:
> કોડ કિલર = એવો મોર્ડરર, જે પોતાના ગુનાઓ સાથે જાણે કોઈ ગુપ્ત સંકેત અથવા કોડ છોડે છે, જેથી તેની માનસિકતા અને પગલાં સમજવા મુશ્કેલ થાય.
#######
How is it, pl react with your comments.🙏🏻
