Varsha Desai

Tragedy

1  

Varsha Desai

Tragedy

જીવન એક પરીક્ષા છે

જીવન એક પરીક્ષા છે

1 min
421


જીવન એક પરીક્ષા છે. ખળ ખળ વહેતી નદીનું સૌંદર્ય આપણે જોઈ શકીએ છીએ પરંતુ એ સૌંદર્ય મેળવવા માટેનો સંઘર્ષ દેખાતો નથી. પર્વત પરથી નીચે આવતા સુધીમાં કેટલી થપાટો ખાવી પડે છે.

કચરાના ઢગલા, સડેલા પ્રાણીઓ અને એવા કંઈ કેટલાએ ન ગમતા પદાર્થો અને પરિસ્થિતિઓનો સામનો કર્યા પછી પાણીનું વહેણ નદીનું સ્વરૂપ પામે છે.


મનુષ્યજીવન પણ કંઈ કેટલીય મુશ્કેલીઓનો સામનો કરે છે જે જીવનને સરળ જ રાખે છે એમાં શું મઝા? અનેક મુશ્કેલ પરીક્ષા પાસ કરીને ઉદાહરણરુપ અને પ્રેરણાદાયી જીવન જીવી લઈએ તો જ મનુષ્ય અવતાર સાર્થક છે અને મૃત્યુ પશ્ચાત્ પણ જીવનની મહેક પ્રસરતી જ રહે છે.


Rate this content
Log in

Similar gujarati story from Tragedy