મહાસાગર છલકાયો
મહાસાગર છલકાયો
![](https://cdn.storymirror.com/static/1pximage.jpeg)
![](https://cdn.storymirror.com/static/1pximage.jpeg)
મોનિકા અને મિતાલી બન્ને ખાસ સહેલી. મિતાલીનો પરિવાર આર્થિક રીતે ઘણો સામાન્ય કહી શકાય. મોનિકાનો પરિવાર ખુબ સંપન્ન. કદાચ એટલે જ પરિવારમાં બધાની પોતાની અલગ વિચારધારા.
જીવનશૈલી પણ જુદી જુદી પરિવારમાં કોઈનો તાલમેલ જ નહીં. મોનિકા બધાથી જુદી પડે પરંતુ સૌથીનાની હોવાના નાતે એની પિપૂડી ઝાઝી વાગે નહી એને પણ મિતાલીની જેમ કરાટે કલાસમાં જવું હતું પરંતુ ઘરમાં કોઈએ સહકાર આપ્યો નહીં. એની ઇચ્છા ન હોવા છતાં નૃત્યના કલાસમાં જોડાવું પડ્યું. એક છોકરો મોનિકાની રોજ સતામણી કરતો હતો. મિતાલીને પણ ખ્યાલ હતો.એક દિવસ લાગ જોઈને મોનિકાને બરાબર જકડી લીધી. મોનિકાએ બૂમાબૂમ કરતાં મિતાલી આવી પહોંચી. કરાટેની ટ્રેનિંગ બરાબર કામ આવી. મોનિકાને એકલે હાથે નરાધમની ચુંગાલમાંથી બચાવી. મોનિકા મિતાલીને બાઝીને ખુબ રડી. મિતાલી મોનિકાને મૂકવા ઘરે આવી. મોનિકાએ પરિવારમાં બધાને વાત કરી. બધાની આંખોમાં આભાર સાથે આનંદના આંસુ છલકાયા.વાતાવરણ ખુશનુમા બન્યું.જાણેકે ખુશીઓનો મહાસાગર છલકાયો !