દેહદાન
દેહદાન
મહાભારતના સમયમાં કરણ દાનેશ્વરી કહેવાતો.
આજે સમય બદલાયો છે. નવી નવી શોધખોળો થઈ રહી છે.
એટલે અન્નદાન વસ્ત્રદાન ઉંપરાંત દેહદાન અને અંગદાનનું મહત્વ પણ વધ્યું છે. કોઈ ગંભીર માંદગીમાં
કે અકસ્માત ને કારણે કેટલીક વ્યક્તિઓનો ફક્ત શ્વાસ જ ચાલે છે.
બીજું કંઈ ભાન હોતું નથી, ડોકટરો એવી વ્યક્તિને બ્રેઈન ડેડ જાહેર કરે છે.
આવી વ્યક્તિના બીજા સલામત અંગોનું બીજી જરુરીયાતવાળા દર્દીમાં
પ્રત્યારોપણ કરવાથી અનેક વ્યક્તિને જીવતદાન મળે છે.
અંગદાનમાં હૃદય, કિડની, લીવર, આંખ અને ચામડી દાન કરી શકાય છે. બ્લડ ડોનેશન તો વરસોથી આપણે ત્યાં સ્વીકાર્ય છે.