બગીચામાં જઈએ
બગીચામાં જઈએ


બગીચામાં જઈએ અને ચારો તરફ ફૂલોથી લહેરાતા છોડને જોઈએ. આજુબાજુ મોટાવૃક્ષો તથા ઘટાદાર વૃક્ષ અને વૃક્ષના છાંયડામાં રમતા બાળકો હોય તો વળી આરામ કરતાં સહેલાણીઓ પણ જોવા મળે.આ દ્રશ્ય જોતાં જ મન પ્રફુલ્લિત થઈ જાય. થાકીને ઘરે આવતા પતિને આવકારવા મીઠા સ્મિત સાથે રાહ જોતી પત્ની હોય, કિલ્લોલ કરતાં બાળકો હોય, સાંજની ચા સાથે જ પીવાના આગ્રહી માતા પિતા હોય તો ઘરે જ વૃંદાવનના બગીચાની મહેક અનુભવાય.એમાં થાક કે ફરિયાદને અવકાશ ક્યાંથી ?