STORYMIRROR

Varsha Desai

Inspirational

3  

Varsha Desai

Inspirational

ઝરણું

ઝરણું

1 min
526


માવતરનો પ્રેમ નિરાળોજ છે,

પરંતુ એનો અર્થ એ નથી

કે ફક્ત માવતર જ પ્રેમાળ છે,


એમ કહીએ તો આપણે,

અજાણતાં જ ઘણા બધાને,

અન્યાય કરી બેસીએ,

પતિ પણ પત્નીને ખુબ ચાહતો હોય છે,

તો પત્ની પણ પોતાનાપ્રેમથી પતિને ભીંજવતી હોય છે,


ભાઈ-બહેનનો પ્રેમ પણ અજોડ હોય છે,

જેમ પાંચ આંગળીઓ સરખી નથી,

એમ આ બધા જ સંબંધોમાં,

વિરોધાભાસ જોવા મળે એવુંબની શકે,


આજે બધા જ પોત પોતાની કારકિર્દી અંગે,

વધુ વિચારશીલ બની રહ્યા છે ત્યારે,

માતૃપ્રેમનું ઝરણું પણ હંમેશ,

એક સરખું જ વહેતું રહેશે એવું કહી શકાયનહી,


એવી જ રીતે અન્ય સંબંધોના સમીકરણ પણ

વધતે ઓછે અંશે બદલાયેલ જોવા મળી શકે.



Rate this content
Log in