દાંપત્ય
દાંપત્ય


લગ્નજીવન એટલે, બે જાણીતા અથવા, તદ્દન અજાણ્યા પરિવારનું મિલન. લગ્નજીવનને વિશાળ અર્થમાંજોવાનું છે. બે પરિવારના યુવક-યુવતીના લગ્ન થાય અને પારિવારીક સંબંધોમાં પણ ફેરફાર થાય. લગનગ્રંથીથી જોડાનાર યુવક-યુવતીના દાંપત્યજીવનની શરૂઆત થાયછે આ નવા સ્થપાયેલ સંબંધોને મજબૂત અને રળિયામણા બનાવવાનો બધો આધાર પરિવારના દરેક સભ્યો પર છે. પરંતુ વિશેષત: નવ-દંપતીની સમજણ પર ઘણું આધારીત છે. સરખી સમજણ દરેક પરિસ્થિતિમાં પરિવારને ટંકાવી રાખે છે.