પાદરની ધૂળ
પાદરની ધૂળ


મનોજ આજે ખુબ ખુશ છે. આજે એ એનું સ્વપ્નું સાકાર કરવા જઈ રહ્યો છે. નાનપણમાં પિતાના સંઘર્ષના સાક્ષી
મનોજે સમજણો થયો પછી નકકી કર્યું કે ભણીને પરદેશ જઈને ખુબ કમાઈને પિતાનો બોજ હળવો કરશે. આજે એ
દિવસ આવી ગયો. પરિવારમાં સૌ ખુશ છે.
પરદેશમાં એક વરસ કયાં વહી ગયું ખબર જ ના પડી.પછી કશુંક ખૂટતું અનુભવાયુ. માતાપિતા, દોસ્તો વગેરે સાથે અવર નવર વાતો અને વિડિયોકોલ થતા હતા તોપછીશું ખૂટ્યું ? કંઈ સમજાતું ન હતું. એક સાંજે ખુશનુમા વાતાવરણમાં પણ મનોજ ખુબ નિરાશ હતો. કશુંક ધૂંધળું છતાં ચુંબકીયતત્વ સાદ પાડી રહ્યું હતું. ધીરધીરે દ્રશ્ય સ્પષ્ટ થવા લાગ્યું.
એ હતું એનું ગામ. એના બાળપણથી માંડીને યુવાનીના વીસ વરસ સુધીની એની ઊભરતી જિંદગીનું સાક્ષી એવું
એનું વતન એને પોકારી રહ્યું હતું. એણે જાણે કે પાદરની ધૂળની સોડમ અનુભવવા માંડી. તરત એણે વિચારી લીધું. નિદ્રાધીન થયો. મીઠી નિદ્રામાં સરી પડ્યો. સવારે ઓફિસ પહોંચી એક મહિનાની રજા મંજૂર કરાવી દીધી. કોઈને પણ જાણ કર્યા સિવાય વતન પહોંચી ગયો.