જીન સાથે મૈત્રી
જીન સાથે મૈત્રી
આજે એક રહીમચાચા અને સલીમ ચાચા વિશે વાર્તા લખવા માગું છું. તો ચાલો તમને આજની વાર્તા નો થોડોક ભાગ સારાંશ તરીકે જણાવી દઉ. તો ચાલો શરૂ કરીએ.
એક ગામમાં રહીમ ભાઈ રહેતા હતા પરંતુ ગામના લોકો એમને પ્યારથી રહીમ ચાચા કહીને બોલાવતા હતાં રહીમ ચાચા ને એક દિવસ શહેર જવાનું થાય છે ત્યા તેમની મુલાકાત સલીમ ચાચા સાથે થાય છે, સલીમ ચાચા એક જીન છે જેમની ખબર રહીમચાચા ને હોતી નથી અને તેઓ તેમની સાથે ઘણો સમય પસાર કરે છે. પરંતુ જયારે રહીમચાચા ને સલીમ ચાચા ની અસલિયત ખબર પડશે પછી એમની શું દશા થશે જાણવા માટે અમારી ચેનલને ફોલો કરો અમે આવી નવી નવી વાર્તા લાવતાજ રહીએ છીએ. તમારા પ્રતિભાવ જણાવજો કે તમે કેટલા ઉત્કૃષ્ટ છો.
એક ગામમાં રહીમભાઈ રહેતા હતા. રહીમ ભાઈ ખૂબ જ પરહેઝગાર અને મિત્રોમાં ખૂબ જ લોકપ્રિય હતાં. તેથી લોકો રહીભભાઈને પ્યાર થી રહીમચાચાના નામે બોલાવતા હતાં રહીમચાચાને બે દીકરાઓ હતાં જેઓ શહેરમાં રહેતા હતાં રહીમચાચા ના મોટા દીકરાની એક છોકરી રહીમચાચાની ખૂબજ લાડકી હતી. ગામમાં પણ કોઈને રૂપિયા આપવાના હોય કે કોઈની મદદ કરવાની હોય તો રહીમચાચા હંમેશા આગળ જ રહેતા હતાં આથી ગામમાં કોઈ લગનપ્રસંગ કે ખાસ તહેવાર હોય તો રહીમચાચાનું નિંમત્રણ ચોકકસ હોય જ છે. રહીમ ચાચા ૫૦ વર્ષની ઊમરે પણ બહાર ગામમાં રાત્રિ રોકાયા હતાંતેઓ સાંજ સુધીમાં તો ઘરે પાછા આવી જતા હતાં !
એક દિવસે રહીમચચાચા ના મોટા દીકરાની દીકરી બિમાર હતી આથી મોટા પુત્ર એ રહીમચાચા ને શહેરમાં બોલાવ્યા હતાં આથી રહીમચાચા બગલથેલો લઈ ને ટ્રેન મારફતે શહેર ભણી જવા નીકળ્યા. રહીમ ચાચા એ પોતાના પાકીટ ને ચોરોથી બચાવા થેલામાં જ નાખ્યું હતું. અને સાથે મોટા દીકરાના ઘરનું સરનામું પણ થેલામાં જ પડયું હતું ટ્રેનમાં ચઢયા પછી બગલથેલો છાતીસરસો ચાંપીને એક સીટ પર બેસી ગયા. બાજુમાં એક સજ્જન માણસ બેઠા હતાં રહીમ ચાચા એમની સાથે વાત કરવા લાગ્યા. રહીભચાચાને પણ એમની વાતમાં રસ પડવા લાગ્યો. વાતવાતમાં ખબર પડી કે તે ભાઈનું નામ સલીમભાઈ છે. સલીમભાઈ પણ પોતાના જીવનમાં બનેલી ઘટનાનું ખૂબ રસભર્યુ વર્ણન કરતા હતાં.
થોડી વાર પછી સલીમભાઈએ પોતાના થેલામાંથી એક પેંડાનું પેકેટ બહાર કાઢયું તે લહીમચાચા આગળ ધર્યુ. તે સમયે રહીભચાચા ને એમના પડોશીએ આપેલી શિખામણ યાદ આવી કે ટ્રેનમાં કોઈ અજણી વ્યકિત પાસેથી ખાવા_પીવાની વસ્તુ લેવી નહી. આથી રહીમચાચા એ કહયું કે "મને ભૂખ નથી" પરંતુ પેડાં જોઈને રહીમચાચાને મોઢામાં પાણી છૂટતું હતું. સલીમભાઈએ કહ્યુ ઠીક છે તમારે ન ખાવા હોય તો હું ખાઉ છું એમ કહીને સલીમભાઈ એક પછી એક પેંડા મોઢામા મૂકતા ગયાં અને થોડીક જ વારમાં તેઓ અડધો કિલો પેંડા નું પેકેટ એકલા ખાઈ ગયા. થોડી વાર પછી સલીમભાઇ એ એક ફેરિયા પાસેથી છ જણ ભાજીપૂરી ખાઈ શકે એટલી ભાજીપૂરી પણ સફાચટ કરી ગયાં. ત્યાર બાદ રહીમભાઈએ પોતાનો ડબ્બો બહાર કાઢયોં જેમાં ચાર-પાંચ રોટલી અને થોડું બટાટાનું શાક હતું તે શાક ખાવા માટે ડબ્બો ખોલ્યો અને સલીમભાઈ ને પૂછયું તમે ખાશો ? રહીમચાચા ને મનમાં હતું કે આટલું ખાધા પછી ના પાડશે. પરંતુ સલીમભાઈએ કહ્યું આ જરૂર એમ કહીને રહીમચાચા એક રોટલી પૂરી કરે ત્યાં સુધીમાં તો સલીમભાઈ બાકીની રોટલી અને શાક પણ ખાઈ ગયાં. બિચારા રહીમચાચા તો મો વકાસીને તેમની સામે જોતા જ રહી ગયા રહીમચાચા મનમાં વિચારતા સતા કે એક આટલો માણસ આટલું બધું કેવી રીતે ખાઈ શકે ?
સૌથી છેલ્લે સલીમભાઈ એ એક બીજું બોકસ કાઢયું જેમાં કાજુકતરી અને બરફી હતી. બોકસ જોઈને રહીમ ચાચા ને કકડી ને ભૂખ લાગી હતી. તેથી સલીમભાઈએ જેવું એમની તરફ ખાવા માટે બોકસ ધર્યુ કે રહીભચાચા એ કહ્યું આ તો મારી મનપસંદ ભાવતી વસ્તુ છે. તેથી હું ચોકકસ ખાઈશ એમ કહીને અડધું બોકસ ખાય ઞયા. થોડીવારમાં રહીમચાચા ને ઊંઘ આવવા લાગી એટલે બગલથેલો છાતીસરસો ચાંપીને સૂઈ ગયાં.
થોડા સમય પછી સ્ટેશન માસ્તર રહીમચાચાને જગાડી રહયાં હતાં રહીભચાચાએ આંખ ચોળીને જોયું તો બાજુમાં સલીમભાઈ ન હતા અને સાથે રહીભચાચાનો થેલો પણ ગાયબ હતો. તેથી તેમણે સ્ટેશન માસ્તર ને પૂછ્યું કે આટલે બાજુમાં એક દાઢીવાળા ભાઈ બેઠા હતાં તેઓ કયાં ગયા? સ્ટેશન માસ્તરે કહયું તેઓ હમણાં જ ઊતરીને જમણી બાજુ વળી ગયાં.
રહીમચાચા ને મનમાં હૈયાફાળ થઈ કે નકકી સલીમભાઈ એ એમનો થેલો ચોળી લીધો હશે તેથી તેઓ ઊતાવળે પગલે સલીમભાઈ જે દિશામાં ગયા તે દિશામાં જવા લાગ્યા. થોડી વારમાં તેમને સલીમભાઈ નઝર આવી ગયાં પરંતુ તેમની પાસે રહીભચાચાનો થેલો ન હતો. તેથી તેઓ સલીમભાઈ ની નજીક જઈ ને કહયું "સલીમભાઈ તમે મને જગાડયો નહીં" તો સલીમભાઈ એ કંહયુ તમે નિરાંતે સૂતા હતા તેથી તમને ઊઠાડવાનું સારુ નહી લાગ્યું તેથી તમને જગાડયા નહી. તો સલીમભાઈ એ કહ્યું તમે નિરાંતે સૂતા હતા તેથી તમને ઊઠાડવાનું સારુ નહી લાગ્યું તેથી તમને જગાડયા નહી. સલીમભાઈ એ એમને પૂછ્યું તમારો થેલો કંયા છે ? તો રહીમચાચા એ ક્યું કે આપણે ટ્રેનમાં સૂઈ ગયા હતા ત્યારે કોઈ ચોર થેલો ચોરી ગયો હશે. જેમાં મારા પાકિટ સાથે મારા દીકરાના ઘરનું એડ્રેસ પણ હતું હવે આવડા મોટા શહેરમાં મારે ક્યા જવું ?
આ વાત સાંભળીને સલીમભાઈ એ કહયું તમે મારી સાથે ઘરે ચાલો. કાલે સવારે આપણે તમારા દીકરાનું ઘર શોધીશું ઠીક છે એમ કહીને રહીમચાચા એમની સાથે ચાલવા લાગ્યા. રહીમચાચા અને સલીમભાઈ થોડે આગળ ગયા તો રોશનીથી ઝઞમઞાટ થતી ઘણી બધી દુકાનો હતી જેમાં જાતજાતની મિઠાઈ અને કપડા તેમજ બીજો ઘણો બધો સામાન હતો. આ દશ્ય જોઈને રહીમચાચા ની આંખો તો અજાઈ જ ગઈ. સલીમભાઇ રસ્તા મા ઘણા બધા લોકોને મળ્યા અને સલીમભાઈ પણ દરેક જણ સાથે પ્યાર થી વાત કરતા હતા તેમજ દરેક જણ સાથે રહીમચાચા ની પણ ઓળખાણ કરાવતા હતાં
સલીમભાઇએ એક દુકાન પર રોકાતા કહયુ કે રહીમભાઈ ચાલો થોડો નાસ્તો કરી લઈ એ રહીમચાચા એ કહયું ઠીક છે મને પણ ભૂખ લાગી છે પરંતુ મારી પાસે પૈસા નથી. સલીમભાઇ એ કહયું અરે રહીમભાઈ તમે મારા મહેમાન છો તો હું આટલું તમારા માટે ન કરી શકું કે?ત્યાર બાદ તેઓ બંને મળીને જાતજાતની બરફી, કાજુકતરી, જેવી મીઠાઈ ખાવા લાગ્યા. એટલામાં એમને અજાનો અવાજ સંભળાયો એટલે સલીમભાઇ એ કહયું ચાલો નમાઝ પઢી લઈએ એમ કહીને તેઓ મસ્જિદ માં નમાઝ પઢવા ગયા ત્યાર બાદ તેઓ સલીમભાઈ ના ઘરે જઇને સૂઈ ગયાં
સવારે તેમની આંખ ખૂલી તો તેઓ એક ખંડેર પાસે સૂતા હતા અને તેમની આજુબાજુ દુકાનો કે મસ્જિદ જેવું કંઈ પણ ન હતું અને એમની બાજુમાં એમનો થેલો પણ પડયો હતો. ત્યા ભેગા થયેલા લોકો રહીમચાચા ને પૂછતા હતા કે તમે આ ભૂતિયાખંડેર વાળી જગ્યાએ શું કરો છો ?રહીમચાચા ને આ બધું કંઈ અજીબ લાગતું હતું. તેમણે પોતાના થેલામાંથી એડ્રેસ કાઢી ને પોતાનાં દીકરાના ઘરનું એડ્રેસ પૂછયું તો એક વ્યકિત એ કહયું આ ઘર તો નજીકમાં જ છે ચાલો હું તમને ત્યા લઈ જાઉ.
રહીમચાચા એમના દીકરાના ઘરે પહોચી ગયા હતા એમના દીકરાએ તેમજ પૂરા પરિવારે રહીમચાચા નું હાદિકૅ સ્વાગત કર્યુ અને રહીમચાચા ને તેઓ ઘરમાં લઈ ગયા. રહીમચાચા અને પરિવારના સભ્યો જેવા ઘરમાં દાખલ થયા કે તમામ લોકો આશ્રયચકિત થઈ જાય છે કારણકે રહીમચાચા ના દીકરાની દીકરી જે એક અઠવાડિયાથી બિમાર હતી અને તે હાલી-ચાલી પણ શકતી ન હતી તે ખુશખુશાલ અને દોડતા દોડતા આવીને રહીમચાચા ને ગળે વળગી ગઈ અને કહેવા લાગી 'દાદા તમે મારાં માટે શું લાવ્યા ' એમ કહીને એમની પાસેથી થેલો લઈ લીધો અને થેલામાં મીઠાઈ જોઈ ફાતેમા દીકરી ઘણી બધી ખુશ થઈ ગઈ આ મિઠાઈ ના બોકસની સાથે એક કાગળ પણ હતો. ફાતેમાએ એ કાગળ દાદા ને આપ્યો. રહીમચાચા તો વિચારમાં જ પડી ગયા કારણકે એમની પાસે તો પાકીટમાં એક પણ પૈસા ન હતાં કારણ કે બધા પૈસા તો ટ્રેનની ટિકિટમાં જ ખચાર્ય ગયા હતાં તો આ મીઠાઈનું બોકસ થેલામાં કેવી રીતે આવ્યું ?
રહીમચાચા કાગળ ખોલીને વાંચે છે તો તેમના હોશ જ ઊડી જાય છે. કાગળમાં લખ્યુ હતું કે
"સલામ રહીમભાઈ દુઆ કરૂ છું તમારા માટે તમને કોઇએ કહ્યું હોય કે અમે ભૂત છીએ તો એ ખોટું છે. અમે જીનનાત છીએ અને અમારી દુનિયા અલગ હોય છે. ટ્રેનમાં તમારો થેલો જે ચોર ચોરી ગયો હતો જેને મે મારા જાદુની મદદથી પાછો મંગાવી લીધો છે. મને ખબર છે કે તમારા દીકરાની દીકરી ફાતેમા બીમાર છે જેવા તમે તમારા દીકરાના ઘરમાં દાખલ થશો એટલે ફાતેમા દીકરી સારી થઈ જશે. અને મારા તરફથી એક મીઠાઈ નું બોકસ તમને ભેટમાં.
અમારી જીનનાતની દુનિયામાં ઊસૂલ છે કે ૧૦ વર્ષમાં એક વાર પાક સાફ દિલના માણસ સાથે નમાઝ અદા કરવી તેથી હું તમને મારી સાથે લઈ આવ્યો તમે જીવનમાં જયારે પણ મુશકેલીમાં મૂકાય તો મને દિલથી યાદ કરજો હું તમારી મદદ ચોકકસ કરીશ.
તમારો મિત્ર સલીમ જીન
આ કાગળ વાંચયા પછી રહીમચાચા કાગળ પરિવારના સભ્યોને બતાવવા ગયા ત્યા સુધીમાં તો કાગળ ગાયબ થઈ ગયો.
